Nov 2, 2011

PAGE-10


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
       END

અંદર અને બહાર,”પોતે” વ્યાપી ને સૂર્ય વગેરેને –અને- આખા જગત ને જે પ્રકાશમાન કરે છે,
તે “બ્રહ્મ” અગ્નિ થી અત્યંત તપેલા લોઢાના ગોળાની જેમ પ્રકાશી રહ્યું છે.  (૬૨)

“બ્રહ્મ” એ જગત થી જુદા “લક્ષણો”વાળું હોઈ જુદું જ છે,છતાં બ્રહ્મ થી જુદું કાંઇ છે જ નહિ,”આમ” જ છે,
છતાં,પણ બ્રહ્મ થી જુદું જો કાંઇ દેખાય તો તે ઝાંઝવાના જળ જેવું તે-મિથ્યા જ છે.  (૬૩)

જે કાંઇ દેખાય છે (આંખથી) અને જે કાંઇ સંભળાય છે (કાનથી) તે બ્રહ્મ થી જુદું નથી,અને,
તત્વ નું જ્ઞાન થયા પછી, તે દ્વારા (આંખથી અને કાનથી)
સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી (અદ્વૈત) “બ્રહ્મ” બધે અનુભવાય છે,  (૬૪)

સચ્ચિદાનંદ-રૂપ અને સર્વવ્યાપી એ “બ્રહ્મ” ને માત્ર “જ્ઞાન-દૃષ્ટિ” જ જોઈ શકે છે,(આંખ ની દૃષ્ટિ નહિ) પરંતુ,
જેમ,તેજસ્વી સૂર્ય ને આંધળો મનુષ્ય જોઈ શકતો નથી,
તેમ “અજ્ઞાન-દૃષ્ટિ” વાળો  તે “બ્રહ્મ” નાં દર્શન કરી શકતો નથી.    (૬૫)

શ્રવણ,મનન તથા નિદિધ્યાસન વડે પ્રગટ થયેલા,
“જ્ઞાન-રૂપ” અગ્નિ થી,ચારે બાજુ અત્યંત તપી જઈ,સર્વ પ્રકારના મેલ થી રહિત થયેલો જીવ,
અગ્નિથી તપાવેલા સોના ની પેઠે,પોતાની મેળે જ (બ્રહ્મ-રૂપે) પ્રકાશે છે.  (૬૬)

જ્ઞાન-રૂપ પ્રકાશ થી પ્રકાશતો અને અજ્ઞાન-રૂપ અંધકાર ને દૂર કરતો,
આત્મા-રૂપ સૂર્ય, હ્ર્દયાકાશ માં જ ઊગેલો છે,
તે સર્વ સ્થળે વ્યાપી રહેલો, અને સર્વ નું ધારણ-પોષણ કરનારો હોઈ “પોતે” જ પ્રકાશે છે,
અને બધાં ને પ્રકાશમાન  કરે છે.  (૬૭)

જે મનુષ્ય,દિશા-દેશ-કાળ,વગેરે ની જરૂર વિના જ,
બધે ગતિવાળા-સર્વવ્યાપી-ટાઢ-તાપ વગેરે ને દૂર કરનાર,નિત્ય સુખમય,અને નિર્લેપ એવા
“પોતાના” આત્મા-રૂપ તીર્થ ને સેવે છે, તે- બહાર ની બધી ક્રિયાઓથી રહિત થઇને,
“બધું જાણનાર-બધે ગતિવાળો-વ્યાપક-અને અમર”  થાય છે.  (૬૮)

AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
       END