Dec 20, 2011

ભાગવત-૫

બીજો સ્કંધ-ભાગ-૧


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

પહેલા સ્કંધ ને ટુંક માં જોઈએ તો પરિક્ષિત ના 'અહમે' તેની બુદ્ધિ ભ્રમિત કરી,અને શ્રાપ ની પ્રાપ્તિ  થઇ.

'અહમ' એક પડદો બની જીવને ઈશ્વર થી વિમુખ કરે છે.ઈશ્વરનો જ્ઞાન-પ્રકાશ રોકાય છે અને અજ્ઞાન-અંધારું થાય છે.

પરિક્ષિત શુકદેવ ને પ્રશ્ન કરે છે કે-સર્વ કાળે અને મૃત્યુ કાળે મનુષ્ય નું કર્તવ્ય શું છે?

આ સ્કંધ માં શુકદેવજી નો સીધો સાદો જવાબ એ છે કે--

"જે 'અભયપદ'(મોક્ષ પદ)ને પ્રાપ્ત કરવા માગે છે,તેને તો સર્વાત્મા-સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ નું
શ્રવણ-કીર્તન અને સ્મરણ કરવું જોઈએ" (ભા/૨/૧/૫)

સામાન્ય પ્રમાદી માનવી 'સ્વ'રૂપ ને અહમ થી ભૂલી જઈને અનેક બંધનો પેદા કરે છે,અને અજ્ઞાન ની વૃદ્ધિ કરે છે,પણ જો પરમાત્માની  શરણાગતિ (ભક્તિ યોગ) સ્વીકારવાથી - બે ઘડી પણ 'સ્વ'રૂપ નુ ભાન થાય તો તે બે ઘડી પણ ઉત્તમ છે (ભા/૨/૧/૧૨)

બંધનો માનવી ની પોતાની આગવી પેદાશ છે,નહીતર તો માનવી હરઘડી મુક્ત જ છે.

પછીના ૧૭ થી ૨૦ શ્લોક માં યોગ ના બધા અંગ બતાવી દીધા છે.

--સંસાર ની આશક્તિ અને કુટુંબ ની મમતા છોડી
--ત્રણ અક્ષર ના બનેલા 'અ ઉ મ 'પ્રણવ મંત્ર ઓમકાર નો મનમાં જપ કરવો,
--શ્વાસ ને જીતી (પ્રાણ-અપાન સમાન કરી) મન ને વશ કરવું
--બુદ્ધિ ને મન ના સહાયક કરી,ઇન્દ્રિયો ને તેના વિષય માં થી પાછા વાળી ભગવાન ના સ્વરૂપ માં મન ને સ્થિર કરી -સમાધિ માં જોડવું.
--વિષયો માંથી જો મન એકાગ્ર ના થાય તો,તેને 'વિરાટ પુરૂષ'(પરમાત્મા) ને 'ધારણા' નો વિષય બનાવી ભક્તિ યોગ થી સમાધિ માં બેસવું

ટુંક માં --આશક્તિ,શ્વાસ અને ઇન્દ્રિયો  પર વિજય મેળવી,'બુદ્ધિ' ના દ્વારા મન ને ભગવાન ના સ્થૂળ સ્વરૂપ માં લગાવવું જોઈએ.

વિરાટ ભગવાન ના સ્થૂળ રૂપ નું વર્ણન કરેલુ છે.(ભા/૨/૧/૨૬ થી ૩૮)  

ત્યાર બાદ વેદ માં દર્શાવેલ સદ્યોમુક્તિ અને ક્રમ મુક્તિ નું વર્ણન કરેલ છે.

આગળ વધેલા સાધકો ને ઉપયોગી થાય તેવું ષટચક્રભેદન નું ખૂબ સરસ વર્ણન છે.(ભા/૨/૨/૧૯,૨૦,૨૧)
 જે અત્યારના જમાના નો સામાન્ય માનવી કરી શકે કે કેમ તે પ્રશ્ન છે.

ટુંક માં--
જીવ -- નિર્ગુણ -નિરાકાર બ્રહ્મ નું ચિંતન કરતાં કરતાં ખુદ બ્રહ્મ રૂપ થઇ જાય છે,અને મુક્ત બને છે
.(અદ્વૈત ને-એકને- પ્રાપ્ત કરી)---

હું ને મારો ઈશ્વર એમ દ્વૈત માની સાકાર  ઈશ્વરની સેવા કરતાં કરતાં પણ બંને એક થઇ જાયછે ,અને મુક્ત બને છે.(દ્વૈત થી અદ્વૈત પ્રાપ્ત કરી )---

જુદી જુદી પ્રકૃતિ ના મનુષ્યો ના અનુસાર જુદા જુદા જુદા 'દેવો' અને આવા મનુષ્યો ની 'કામના' અનુસાર કયા કયા દેવોની આરાધના કરવી તે બતાવી ,

છેલ્લે કહેછે કે,જે બુદ્ધિમાન છે,તે-ભલે નિષ્કામ હોય કે કામનાથી યુક્ત હોય,પણ જો મોક્ષ ઈચ્છતો હોય તો તેને
પુરુષોત્તમ ભગવાન ની આરાધના કરવી જોઈએ.(ભા/૨/૩/૧૦)

આમ બીજા સ્કંધ ના આ પહેલા ત્રણ અધ્યાય માં ભાગવત નો બધો સાર બોધ આવી જાય છે.
પરિક્ષિત ને જે ઉપદેશ કરવાનો હતો તે આ ત્રણ અધ્યાય માં કર્યો છે.ત્યાર બાદ રાજા  નું ધ્યાન વિષય તરફ ના જાય તે માટે બધાં ચરિત્રો કહ્યા છે.

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE