Feb 29, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૮


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૭ -શ્રધ્ધાત્રય વિભાગ યોગ

અર્જુન-હે કૃષ્ણ, જે પુરુષો શાસ્ત્રવિધિ છોડી ફક્ત શ્રદ્ધા યુક્ત થઇ આપને ભજે છે,તેમની ભક્તિ કેવા પ્રકારનીસમજવી?સાત્વિક,રજસ કે તમસ?


કૃષ્ણ- મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા છે તે –સાત્વિક,રજસ અને તમસ એમ ત્રણ પ્રકારની હોય છે (૨)

સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર અનુસાર શ્રદ્ધા ઉત્પન્ન થાય છે,એ જે પ્રકારની શ્રદ્ધા થી યુક્ત હોય છે,તે તેવી જ યોગ્યતા નો હોય છે.(૩)

જેઓ સાત્વિક છે,તેઓ દેવોનું પૂજન કરે છે,
જેઓ રાજસિક છે તેઓ રાક્ષસો-યક્ષો નું પૂજન કરે છે,અને 
તામસિક લોકો પ્રેત,ભૂતગણો નું પૂજન કરે છે.(૪)

રસાળ,ચીકણા,પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે.(૮)

તીખા,ખાટા,લુખ્ખા,કડવા,અતિ ગરમ અને દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય છે(૯)

વાસી,ઉતરી ગયેલું,રસહીન,વાસવાળું અને અપવિત્ર ભોજન તામસી  મનુષ્યોને પ્રિય હોય છે.(૧૦)

જે ફળની ઈચ્છા રાખ્યા વગર,કર્તવ્ય સમજી યજ્ઞ કરે તે સાત્વિક યજ્ઞ છે.(૧૧)

જે ફળની કામનાથી તેમજ દેખાડા માટે યજ્ઞ કરે છે તે રાજસિક  યજ્ઞ છે.(૧૨)

જેમાં શાસ્ત્રવિધિ,અન્નદાન,મંત્ર,દક્ષિણા અને શ્રધ્ધા નથી હોતા તેવા યજ્ઞને તામસિક યજ્ઞ કહે છે.(૧૩)

ફળની ઈચ્છા વિના,સમ ચિત્ત થી,ઉત્તમ શ્રદ્ધા થી કરેલા તપને સાત્વિક તપ કહે છે (૧૭)

પોતાની સ્તુતિ,માન,અને પૂજા થવાના હેતુથી,કેવળ દામ્ભિકતાથી કરેલા તપ ને રાજસિક તપ કહે છે.(૧૮)

અજ્ઞાનતાથી,હઠથી,વાણી-શરીરને કષ્ટ આપી,બીજાનું અનિષ્ઠ કરવાના હેતુ થી કરેલું તપ તામસિક છે.(૧૯)

દાન દેવું એ આપણું કર્તવ્ય છે,એવી બુદ્ધિ થી,
બદલાની આશા વિના,યોગ્ય સ્થળે,યોગ્ય સમયે,
ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી 
યોગ્ય વ્યક્તિને દાન અપાય તે સાત્વિક દાન છે.(૨૦)

બદલો મેળવવાની આશાએ ,અથવા ફળની આશાથી કચવાતા મને આપેલા દાન ને રાજસિક દાન કહ્યું છે.(૨૧)

સત્કાર વગર,તુચ્છ ભાવથી,તિરસ્કારથી,અયોગ્ય દેશ-કાળમાં આપેલ દાનને તામસિક દાન કહ્યું છે(૨૨)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1