Aug 19, 2022

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણ ની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદ માં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.

સર્વગુણ સંપન્ન સમય થયો છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. દિશાઓ સ્વચ્છ થઇ ગઈ,
આકાશ નિર્મળ થયું, નદીઓના પાણી નિર્મળ થયા,શીતલ,સુગંધી તથ પવિત્ર વાયુ વાવા લાગ્યો.
સ્વર્ગ માં દુંદુભિઓ વાગવા લાગ્યા.ઋષિ-મુનિઓ તથા દેવતાઓ આનંદમાં આવી જઈ પુષ્પની વૃષ્ટિ
કરવા લાગ્યા.બાલકૃષ્ણ લાલનું પ્રાગટ્ય થયું છે.......બાલકૃષ્ણ લાલ કી જય......

વસુદેવજી-લાલાજીને ટોપલીમાં મૂકી, જ્યાં –ટોપલીને મસ્તક પર પધરાવી-
ત્યાં બધી બેડીઓ તૂટી ગઈ,જેલના દરવાજા ખુલી ગયા.
(મસ્તકમાં બુદ્ધિ છે,બુદ્ધિમાં પરમાત્માનો અનુભવ કરવાનો છે.
બુદ્ધિ ને પરમાત્માનો સ્પર્શ થાય –તો બંધનના દરવાજા ખુલી જાય છે)

વસુદેવજી કારાગ્રહમાંથી બહાર આવ્યા,
ત્યાં દાઉજી (શેષનાગ) દોડતા આવ્યા અને લાલાજી પર છત્ર ધર્યું છે.
યમુનાજીનો આનંદ સમાતો નથી,પ્રભુને મળવું છે,યમુનાજીના જળ વધવા લાગ્યા છે,
પ્રભુજી એ લીલા કરી,ટોપલીમાંથી બે પગ બહાર કાઢ્યા છે.
યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળનું ફૂલ અર્પણ કર્યું છે.
ધીરે ધીરે જળ ઓછાં થયાં અને જમુનાજીએ માર્ગ કરી આપ્યો છે.
ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.

નંદબાબાને સ્વપ્નમાં બાલકૃષ્ણની ઝાંખી થઇ છે,સ્તબ્ધ થઇ ગયા છે,
જયારે બીજી બાજુ-યશોદામા જાગ્યા છે.

પ્રકાશનો પુંજ છે,અને શ્રી અંગમાંથી કમળની સુવાસ આવે છે.
યશોદામા અને બાલકૃષ્ણની ચાર આંખ મળે છે. પરમાનંદ થયો છે.
નંદબાબાની નાની બહેન સુનંદા છે-તે જાગી અને ભાભીના ઓરડામાં આવી.
તેને જોયું તો ભાભીની ગોદમાં સુંદર બાળક છે.
ચારે તરફ પ્રકાશ ફેલાયો છે. તેના હર્ષનો પાર નથી- દોડીને ભાઈને ખબર આપવા પહોંચી છે-
ભૈયા-ભૈયા-લાલો ભયો હૈ-  નંદબાબાએ પણ દર્શન કરી,અનેક ગાયો અને ધનનું દાન કર્યું છે.

ગોપીઓના આનંદની તો કોઈ સીમા નથી. લાલાના દર્શનથી દેહભાન ભૂલી છે.
ગોપીઓને સમાધિ લાગી છે.
સર્વત્ર મહોત્સવનું વાતાવરણ થઇ ગયું છે. “નંદ ઘેર આનંદ ભયો-જાય કનૈયા લાલકી”

લોકો વર્ષ માં એકવાર નંદમહોત્સવ કરે છે,
પણ, નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
પ્રાતઃકાળમાં ધ્યાન કરવાનું,માનસી સેવા કરવાની,
ઊત=ઈશ્વર અને સવ=પ્રાગટ્ય.
ઈશ્વરનું પ્રાગટ્ય તે ઉત્સવ. ઉત્સવમાં પૈસા મુખ્ય નથી,પ્રેમ મુખ્ય છે.

મંદિરમાં નહિ,પણ નંદ મહોત્સવ આપણા ઘરમાં કરવો જોઈએ.
નંદ મહોત્સવ નો આનંદ મંદિર માં થશે-તો તે આનંદ મંદિર માં જ રહેશે.

જીવાત્મા-એ પરમાત્મા છે.જીવાત્માનું ઘર આપણું શરીર છે.
અંદરનો આનંદ મળે તો ઉત્સવ(પ્રભુ નું પ્રાગટ્ય) થાય.

નંદ મહોત્સવ –એટલે શું પેંડા વહેચવાના ? ના- એ તો આનંદ નો અતિરેક છે.
ઉત્સવ તો હૃદયમાં થાય.
ઈશ્વરનું પ્રાગટ્ય –ત્યારે થાય જયારે મનુષ્ય દેહમાં હોવાં છતાં –દેહનું ભાન ના રહે.

જગત ભુલાય અને પ્રભુ પ્રેમમાં તન્મયતા થાય તો-આનંદ મળે છે.
પરમાત્માના સ્મરણમાં તન્મય થવા ઉત્સવ છે.
દેહધર્મ ભુલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે.પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય તો –ભુખ તરસ ભુલાય છે.
નંદ મહોત્સવ રોજ કરે તેનો આખો દિવસ આનંદમાં જાય છે.

નંદ મહોત્સવની તૈયારી કરવી પડે છે.
શરીર ને મથુરા બને, હૃદયને ગોકુલ બને -તો પછી-. પછી નંદમહોત્સવ થાય.
(ગો=ઇન્દ્રિય અને કુળ=સમૂહ .ગોકુલ એટલે ઇન્દ્રિયો નો સમૂહ –જ્યાં ભેગો થાય છે તે હૃદય.
હૃદય –ગોકુલ માં પરમાત્મા પ્રગટ થાય છે. આનંદ પ્રગટ થાય છે.)

(તો ચાલો પ્રભુ સ્મરણ માં તન્મય થઇ.લાલાજી ના આજના પ્રાગટ્ય ને ઉજવીએ)