संजय उवाच--एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥३५॥
સંજય કહે છે-ભગવાન કેશવના આ વચનો સાંભળી,બે હાથ જોડી,સંભ્રમથી કંપતો,મનમાં અત્યંત ભયભીત થતો
અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)
अर्जुन उवाच--स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च ।
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥३६॥
कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥३७॥
અર્જુન કહે છે-હે ઋષિકેશ,આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને
સર્વ દિશાઓમાં નાસે છે અને બધા સિદ્ધોના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.હે મહાત્મન,હે અનંત,હે દેવેશ,
હે જગનિવાસ,બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો.આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ?
આપ સત્ છો,આપ અસત્ છો.આપ તેનાથી ય પર છો.અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)
त्वमादिदेवः पुरुषः पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् ।वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ॥३८॥
वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥३९॥
હે અનંતરૂપ,હે આદિદેવ,આપ જ પુરાણપુરુષ છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.આપ જ્ઞાતા છો,અને જ્ઞેય છો
અને આપ જ પરમ ધામ છો.વાયુ,યમ,અગ્નિ,વરુણ,ચંદ્ર, કશ્યપાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો.
આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ।अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥४०॥
सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति ।अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ॥४१॥
હે સર્વરૂપ પરમેશ્વર,આપને સામેથી,પાછળથી,સર્વ તરફથી નમસ્કાર હો.આપના બળ અને પરાક્રમ અપાર છે.
આપનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.હે વિભુ,આપના આ મહિમાને
ન જાણનારા મેં,આપ મારા મિત્ર છો એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ 'હે કૃષ્ણ,હે યાદવ,હે સખા'
એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ માટે,મને ક્ષમા કરો.(૪૧)
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु ।एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ॥४२॥
पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥४३॥
હે અચુય્ત,પરિહાસથી,વિહારમાં,સૂતાં,બેસતાં,ખાતાં-પીતાં,એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું
જે કંઈ અપમાન કર્યું હોય તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૧)
હે અનુપમ પ્રભાવ વાળા,આપ આ ચરાચર જગતના પિતા છો,પૂજ્ય પરમગુરુ છો.અધિક ગૌરવ વાળા છો.
ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી.તો આપનાથી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)
तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् ।पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥४४॥
अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे ।तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास ॥४५॥
किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ॥४६॥
એટલા માટે હે ભગવન,હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના
કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, તેમ આપ
મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.હે દેવેશ,હે જગ નિવાસ,પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને
મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે.માટે હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાંનું
મનુષ્ય સ્વરૂપ દેખાડો.હે હજારભુજાવાળા,હે વિશ્વમૂર્તિ,આપને મુકુટધારી,હાથમાં ગદા- ચક્ર ધારણ કરેલા જોવાની
મારી ઈચ્છા છે. માટે આપ પહેલાંની જેમ ચતુર્ભુજ સ્વરૂપવાળા થવાની કૃપા કરો.(૪૬)