Aug 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-901

 

श्री भगवानुवाच--मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।

तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥४७॥

न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥४८॥

શ્રીભગવાન કહે છે-હે અર્જુન,તારા પર પ્રસન્ન થઈને,મેં મારા આત્મયોગના સામર્થ્યથી તને મારું આ પરમ તેજોમય,

સમસ્ત,વિશ્વરૂપ,અનંત,અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)

હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી,દાન વડે,ક્રિયા કર્મ વડે  અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ 

આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮) 

मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥४९॥

મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા.

તું ફરી ભયરહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)


संजय उवाच--इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः ।आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥५०॥

સંજય કહે छे-આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી 

બતાવ્યું.આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)


अर्जुन उवाच--दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥५१॥

અર્જુન કહે છે-હે જનાર્દન,આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું 

તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)


श्री भगवानुवाच--सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥५२II

नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥५३॥

શ્રી ભગવાન કહે છે-મારું જે  વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે.દેવો પણ નિરંતર આ રૂપનાં 

દર્શન કરવાની ઈચ્છા રાખે છે.તેં જે સ્વરૂપ વાળો હમણાં મને  જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી,

ચન્દ્રાયણાદિ તપથી,દાનથી અને યજ્ઞોથી પણ શક્ય નથી.(૫૩)  


भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥५४॥

मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥५५॥

હે પરંતપ,હે અર્જુન,મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું,જોવાનું અને તદ્રુપ થવાનું એક માત્ર સાધન કેવળ અનન્ય 

ભક્તિ જ છે.હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર,મને જ સર્વસ્વ માનનાર,ઉપાધિરહિત 

અને સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫) 

 

અધ્યાય-૩૫-વિશ્વરૂપ દર્શન સમાપ્ત (ગીતા-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ સમાપ્ત)