अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥१९॥
द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥२०॥
હે વિભુ,આપનો આદિ,મધ્ય કે અંત નથી,અનંત શક્તિવાળા,અનંત બાહુવાળા,ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા,પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા આપને હું જોઈ રહ્યો છું.(૧૯)
હે મહાત્મન ! આપ એકલા એ જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને ત્રણેલોક અત્યંત ભયભીત બની ગયંl છે.(૨૦)
अमी हि त्वां सुरसंघा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।
स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥२१॥
रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।गन्धर्वयक्षासुरसिद्धसंघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥२२॥
આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે.
મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા
સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.હે વિભુ,રુદ્ર,આદિત્યો,વસુઓ,સાધ્ય દેવો,વિશ્વદેવો,અશ્વિનીકુમારો,
મરુતો,પિતૃઓ,ગંધર્વ,યક્ષ,અસુર,સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)
रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् ।बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥२३॥
नभःस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ॥२४॥
હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા,ઘણા હાથ -પગવાળા,ઘણા ઉદર વાળા,ઘણી વિકરાળ દાઢોવાળા
આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)
હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા,પ્રજ્જવલિત અનેક વર્ણવાળા,ઉઘાડા મુખવાળા વિશાળ
તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વયથી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે.
આથી મારું મન ધીરજ ન ધરવાથી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)
दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि ।दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥२५॥
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसंघैः ।भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः ॥२६॥
वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि ।केचिद्विलग्ना दशनान्तरेषु संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥२७॥
હે દેવેશ,આપની વિકરાળ દાઢોવાળા,પ્રલયકાળના અગ્નિ સમાન આપના મુખો જોઈને હું દિશાઓને પણ સમજી
શકતો નથી તથા મને સુખ મળતું નથી.હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.હે વિભો,રાજાઓના
સમૂહ સહીત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે.ભીષ્મ,દ્રોણાચાર્ય,સુતપુત્ર કર્ણ,અને અમારા
સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે.
કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)
यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति ।तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥२८॥
यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगाः ।तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥२९॥
જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે,
તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)
જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે,તેમ આ સર્વ લોકો પણ
અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)
लेलिह्यसे ग्रसमानः समन्ताल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥३०॥
आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद ।विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥३१॥
હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.
આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.હે દેવશ્રેષ્ઠ,આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો?
આપ પ્રસન્ન થાઓ.હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.
કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)
श्री भगवानुवाच--कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।
ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥३२॥
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥३३॥
द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् ।मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ॥३४॥
શ્રીભગવાન બોલ્યા-લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,હાલ આ લોકોનો નાશ કરવા માટે
હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)
હે સર્વસાચિ ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગવ.
તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)
દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ.
ભયને લીધે તું વ્યથિત ન થા. હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)