અધ્યાય-૩૫-વિશ્વરૂપ દર્શન (ગીતા-૧૧-વિશ્વરૂપ-દર્શન-યોગ)
अर्जुन उवाच--मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥१॥
भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥२॥
एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥३॥
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥४॥
અર્જુન કહે छे-હે ભગવાન,મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.હે કમળ નયન,આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી
સાંભળ્યા છે તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.હે પરમેશ્વર,આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે
યથાર્થ જ છે.પરંતુ હે પુરુષોત્તમ,હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.હે પ્રભો,તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો હે યોગેશ્વર,તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪)
श्री भगवानुवाच-पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥५॥
पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥६॥
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥७॥
न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥८॥
શ્રી ભગવાન બોલ્યા-હે પાર્થ,અનેક પ્રકારનાં,અનેક વર્ણ અને અનેક આકારનાં મારા સેંકડો અને હજારો નાના પ્રકારનાં
દિવ્ય રૂપોને નિહાળ.હે ભારત,આદિત્યોને,વસુઓને,રુદ્રોને,અશ્વિનીકુમારોને તથા મરુતોને તું નિહાળ વળી પૂર્વે ન જોયેલાં એવા ઘણા આશ્વર્યોને તું જો.હે ગુડાકેશ,અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે
તું જો.અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ.
તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)
संजय उवाच-एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥९॥
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥१०॥
दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११॥
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥१२॥
तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥१३॥
ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥१४॥
સંજય કહે છે-હે રાજન,મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું.પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ
સ્વરૂપ બતાવ્યું.અનેક મુખ તથા આંખોવાળું,અનેક અદભુત દર્શનવાળું,અનેક દિવ્ય આભુષણવાળું અને અનેક ઉગામેલા
દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું,
સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.આકાશમાં એક સાથે હજારો
સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.તે સમયે અર્જુને દેવાધિદેવ
શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું સર્વ જગત સ્થિત થયેલું જોયું.ત્યાર પછી આશ્વર્યચકિત
અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી,બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)
अर्जुन उवाच--पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंघान् ।
ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥१५II
अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥१६॥
અર્જુન બોલ્યો-હે ભગવાન,આપના દેહમાં હું સર્વ દેવોને,ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન સર્વના નિયંતા બ્રહ્માજીને,સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.
હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ,આપના અગણિત બાહુ,ઉદરો,મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે.એથી સર્વ બાજુ
હું આપને અનંત રૂપવાળા જોઉં છું,વળી આપનો આદિ,મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)
किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥१७॥
त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् ।त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे ॥१८॥
હે પરમેશ્વર,મુકુટ યુક્ત,હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા,તેજના સમૂહ રૂપ સર્વ બાજુથી પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા,પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન,નિશ્વિત કરવાને અશક્ય
એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.હે પરમેશ્વર,આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો.આપ અવિનાશી છો.આપ સનાતન ધર્મના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)