Aug 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-897

 

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥२१॥

वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः ।इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥२२॥

હે પાર્થ,અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું. પ્રકાશવંતોમાં સૂર્ય હું છું.ઓગણપચાસ 

વાયુદેવતાઓમાં મરીચિ નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નક્ષત્રાધીપતિ ચંદ્રમા હું છું.

વેદોમાં સામવેદ હું છું,દેવોમાં ઇન્દ્ર હું છું,ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.(૨૨)

रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥२३॥

पुरोधसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् ।सेनानीनामहं स्कन्दः सरसामस्मि सागरः ॥२४॥

અગિયાર રુદ્રોમાં શંકર હું છું,યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ હું છું 

અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.હે પાર્થ ! પુરોહીતમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ. 

સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું.(૨૪)


महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् ।यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥२५॥

अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः ।गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः ॥२६॥

સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત ઓમકાર હું છું , સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ 

હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું.સર્વ વૃક્ષોમાં પીપળો હું છું,

દેવર્ષિઓમાં નારદ હું છું,ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સીદ્ધોમાં કપિલમુનિ હું છું.(૨૬)


उच्चैःश्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ।ऐरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥२७॥

आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् ।प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः ॥२८॥

અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું,ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું 

અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમજ.આયુધોમાં વજ્ર હું છું,

ગાયોમાં કામધેનુ હું છું, પ્રજાને ઉત્પન કરનાર કામદેવ હું છું,સર્પોમાં વાસુકિ સર્પ હું છું.(૨૮)


अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् ।पितॄणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥२९॥

प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥३०॥

નાગોમાં નાગરાજ અનંત હું છું, જળદેવતાઓમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું 

અને નિયમન કરનારામાં યમ હું છું.દૈત્યોમાં પ્રહલાદ હું છું,

ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦)


पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥३१॥

सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन ।अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥३२॥

પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું,શસ્ત્રધારીઓમાં રામ હું છું,જળચરોમાં મગર હું છું અને નદીઓમાં 

ગંગા હું છું.હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું,

સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવીદ્યા-બ્રહ્મવિધા હું છું,વાદવિવાદ કરનારાઓમાં વાદ હું છું.(૩૨)


अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च ।अहमेवाक्षयः कालो धाताहं विश्वतोमुखः ॥३३॥

मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् ।कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥३४॥

અક્ષરોમાં ‘અ‘કાર હું છું,સમાસોમાં દ્વંદ સમાસ હું છું તથા અક્ષયકાળ અને વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ,

ને પોષણ કરનારો પણ હું છું.સર્વનું મૃત્યુ હું છું,ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ 

ઉન્નતિનો હેતુ હું છું,નારી વિભૂતિઓમાં કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.(૩૪)


बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् ।मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकरः ॥३५॥

द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥३६॥

ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું,છંદોમાં ગાયત્રીછંદ હું છું,મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું 

અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.છલ કરનારાઓમાં ધૃત (જુગાર) હું છું, પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું, 

જીતનારાઓનો વિજય હું છું,નિશ્વય કરનારાઓનો નિશ્વય હું છું,સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું.(૩૬)


वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥३७॥

दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥३८॥

વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું,મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં 

શુક્રાચાર્ય હું છું.દમન કરનારાઓની દમનશક્તિ હું છું,જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું,

ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું.(૩૮)


यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥३९॥

नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥४०॥

હે અર્જુન,સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું,મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.હે પરંતપ,મારી 

દિવ્ય વિભૂતિઓનો અંત નથી.મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કહી સંભળાવ્યો.(૪૦)


यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम् ॥४१॥

अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन ।विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥४२॥

જે પણ વિભૂતિયુક્ત,ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે એમ તું 

જાણ.અથવા હે અર્જુન,મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે? હું આ સંપૂર્ણ 

જગતને મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું,માટે મને જ તત્વથી જાણવો જોઈએ.(૪૨)    

અધ્યાય-૩૪-વિભુતિયોગ(ગીતા-૧૦-વિભૂતિયોગ)