અધ્યાય-૩૪-વિભુતિયોગ(ગીતા-૧૦-વિભૂતિયોગ)
भूय एव महाबाहो शृणु मे परमं वचः ।यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१॥
શ્રી ભગવાન કહે છે-હે મહાબાહો,ફરીથી તું મારા પરમ વચનો સાંભળ.તને મારા ભાષણથી
સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.(૧)
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः ॥२॥
जमनादिं च वेत्ति लोकमहेश्वरम् ।असंमूढः स मर्त्येषु सर्वपापैः प्रमुच्यते ॥३॥
દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી,કેમ કે હું સર્વ રીતે દેવો અને મહર્ષિઓનું
આદિ કારણ છું.જે મને અજન્મા,અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી
ઓળખે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.(૩)
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥४॥
अहिंसा समता तुष्टिस्तपो दानं यशोऽयशः ।भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥५॥
બુદ્ધિ, તત્વજ્ઞાન,અસંમોહ,ક્ષમા,સત્ય,શમ,સુખ,દુઃખ,ઉત્પતિ,વિનાશ,ભય અભય અને
અહિંસા,સમતા,તુષ્ટિ,તપ,દાન,યશ,અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો
પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન થાય છે.(૫)
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥६॥
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥७॥
પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઇ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો તથા ચૌદ
મનુઓ,મારામાં ભાવવાળા, બધા જ મારા સંકલ્પથી ઉત્પન થયેલા છે.અને તેમનાથી જ જગતનાં સર્વ પ્રાણીઓ
ઉત્પત્તિ થઇ છે.જે પુરુષ મારી પરમ ઐશ્વર્યરૂપ વિભૂતિને એટલે કે મારા વિસ્તારને અને યોગશક્તિને
(ઉત્પન કરવાની શક્તિને) તત્વથી જાણે છે તે પુરુષ નિશ્વલ ધ્યાનયોગથી મારામાં ઐક્ય ભાવથી
સ્થિત થઇ સમ્યગદર્શનના યોગવાળો થાય છે,એમાં સંશયને સ્થાન નથી.(૭)
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः ॥८॥
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् ।कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ॥९॥
હું જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું.મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય છે.એમ તત્વથી જાણીને
શ્રદ્ધા-ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો મને –પરમેશ્વરને નિરંતર ભજે છે.તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી,
મારામય રહી મને સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન મારા વિષે બોધ આપતા ગુણ અને પ્રભાવ
સાથે મારું કીર્તન કરતાં નિરંતર સંતુષ્ટ રહે છે અને મારામાં લીન રહે છે.(૯)
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥१०॥
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥११॥
સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું
પ્રાપ્ત થઇ શકું તેવો બુદ્ધિયોગ આપું છું.તેમના પર અનુગ્રહ કરવા તેમના અંત:કરણમાં ઐક્યભાવથી સ્થિત
થઈને પ્રકાશિત તત્વજ્ઞાનરૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું.(૧૧)
अर्जुन उवाच--परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१२॥
आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा ।असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे ॥१३॥
અર્જુન કહે छे-હે વિભુ,આપ પરમ બ્રહ્મ,પરમ ધામ અને પરમ પવિત્ર છો.આપ સનાતન દિવ્ય પુરુષ,દેવાધિદેવ
આદિદેવ,શાશ્વત અને સર્વવ્યાપક છો.એટલા માટે જ દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વગેરે દેવર્ષિઓ
આપને એ રીતે ઓળખે છે. અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો.(૧૩)
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१४॥
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१५॥
હે કેશવ,આપ જે કંઈ મને કહી રહ્યા છો,તે સર્વ હું સત્ય માનું છું.હે ભગવાન,દેવો અને દૈત્યો પણ
આપનું સ્વરૂપ જાણી શક્યા નથી. હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન ! હે ભૂતેશ ! હે દેવાધિદેવ !
હે જગતપતિ ! આપ સ્વયં આપના સામર્થ્યથી આપને જાણો છો.(૧૫)
वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः ।याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ॥१६॥
कथं विद्यामहं योगिंस्त्वां सदा परिचिन्तयन् ।केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥१७॥
विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥१८॥
હે મહારાજ,તમારી અનંત વિભૂતીઓમાંથી જેટલી વ્યાપક, શક્તિશાળી તથા તેજસ્વી હોય,તે બધી મને
હવે જણાવો. હે અનંત ! તમારી જે વિભૂતિઓ ત્રણેલોકમાં વ્યાપ્ત થઇ રહી છે, તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે
તે મને કહો.હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? હે ભગવન્,
આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ?હે જનાર્દન,તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી
વિસ્તારપૂર્વક કહો,કેમ કે તમારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી.(૧૮)
भगवान उवाच--हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः ।प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे ॥१९॥
अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः ।अहमादिश्च मध्यं च भूतानामन्त एव च ॥२०॥
શ્રી ભગવાન કહે છે-હે કુરુશ્રેષ્ઠ,હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી.
હે ગુડાકેશ,સર્વ ભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું.સર્વ ભૂતોનો આદિ,મધ્ય અને તેનો અંત પણ હું છું.(૨૦)