Aug 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-895

 

त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥२०॥

ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા,

યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને 

તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)  

 ते तं भुक्त्वा स्वर्गलोकं विशालं क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ।एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥२१॥

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥२२॥

તેઓ વિશાળ સ્વર્ગલોકનો ઉપભોગ કરી પુણ્ય સમાપ્ત થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે.આમ ત્રણ 

વેદમાં નિર્દિષ્ટ કરેલા કેવળ વૈદિક કર્મ કરનારા કામના પ્રિય લોકો જન્મ-મરણના ચક્કરમાં પડે છે.(૨૧)  

જે લોકો એકનિષ્ઠ થઈને મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે, 

એ સર્વદા મારી સાથે નિષ્કામ ભક્તોના યોગક્ષેમને હું ચલાવતો રહું છું.(૨૨)  


येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् ॥२३॥

अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥२४॥

અન્ય દેવોને ઉપાસતા લોકો શ્રધાયુક્ત થઇ તે દેવતાઓનું પૂજન-યજન કરે છે. 

હે કાન્તેય,તેઓ પણ મારું જ યજન કરે છે. પરંતુ તેમનું એ આચરણ અવિધિપૂર્વકનું હોય છે.(૨૩)

કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી.

તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.(૨૪)


यान्ति देवव्रता देवान्पितॄन्यान्ति पितृव्रताः ।भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥२५॥

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥२६॥

દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે,ભૂતોના પુજકોને 

ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.(૨૫)

શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર,પુષ્પ,ફળ,જળ વગેરે અર્પણ કરે છે.

તે હું સાકારરૂપ ધારણ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું.(૨૬)


यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥२७॥

शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥२८॥

હે કાન્તેય,તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપ કરે,

તે સર્વ કંઈ  મને અર્પણ કરી દે.(૨૭)

આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું 

શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.(૨૮)


समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ।ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥२९॥

अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥३०॥

क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।कौन्तेय प्रति जानीहि न मे भक्तः प्रणश्यति ॥३१॥

હું સર્વ ભૂતોમાં સમાન છું,મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી.મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં 

સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું. અતિ દુરાચારી હોવા છતાં જે એકનિષ્ઠાથી મારું ભજન 

કરે તેને સાધુ સમજવો.કેમ કે તે યથાર્થ નિશ્વયવાળો હોય છે.એટલેકે તે એવું માને છે કે પ્રભુભજન 

સિવાય અન્ય કંઈ જ નથી.હે કાન્તેય,તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત,પરમ શાંતિ 

પામે છે.મારા ભક્તનો કદી નાશ થતો નથી,એ તું નિશ્વયપૂર્વક જાણ.(૩૧)


मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः ।स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥३२॥

किं पुनर्ब्राह्मणाः पुण्या भक्ता राजर्षयस्तथा ।अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥३३॥

સ્ત્રીઓ,વૈશ્ય,શુદ્ર વગેરે જે કોઈ પાપ યોનીમાં જન્મ્યા હોય તો પણ તેઓ,જો મારો આશ્રય કરે  તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા 

બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે મને અતિ પ્રિય જ હોય. તેં આ નાશવંત અને દુઃખી એવા 

મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે,તો મારું ભજન કર.(૩૩)


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥३४॥   

હે અર્જુન,તું મારામાં મન રાખ,મારો ભક્ત થા,મારા પૂજન વિષે પરાયણ થા તથા મને નમસ્કાર કર.

આ પ્રકારે મારા શરણ ને પ્રાપ્ત થયેલો તું તારા અંત:કરણને મારામાં યોજવાથી મને પામીશ.(૩૪)


અધ્યાય-૩૩-રાજવિદ્યા-રાજગુહ્ય યોગ સમાપ્ત (ગીતા-૯-રાજવિદ્યા-રાજગુહ્યયોગ-સમાપ્ત)