અધ્યાય-૩૩-રાજવિદ્યા-રાજગુહ્યયોગ(ગીતા-૯-રાજવિદ્યા-રાજગુહ્યયોગ)
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥१॥
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥२॥
શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન,જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે
તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે,સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે,
પવિત્ર છે,ઉત્તમ છે,પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)
अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप ।अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ॥३॥
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना ।मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥४॥
હે પરંતપ,ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા પુરુષો મારી પ્રાપ્તિ ન થવાથી મૃત્યુયુક્ત સંસારના માર્ગમાં જ ભમ્યા કરે છે.
હું અવ્યક્તરૂપ છું,સકળ જગત મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ ભૂતો સ્થિત છે,પરંતુ હું તેમનામાં સ્થિત નથી.(૪)
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥५॥
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥६॥
ભૂતો મારામાં નથી, એવી મારી ઈશ્વરી અદભૂત ઘટના જો. હું ભૂતોને ધારણ કરુંછું છતાં ભૂતોમાં હું
રહેતો નથી.મારો આત્મા ભૂતોની ઉત્પતિ અને સંરક્ષણ કરનારો છે.જેવી રીતે સર્વત્ર વિચરનાર પ્રચંડ વાયુ
કાયમ આકાશમાં જ હોય છે,તેમ સર્વ ભૂતો મારામાં સ્થિત છે એમ તું માન.(૬)
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् ।कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥७॥
प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥८॥
હે કાંતેય.સર્વ ભૂતો કલ્પ ના અંતે મારી પ્રકૃતિમાં જ લીન થાય છે અને કલ્પ ના આરંભમાં ફરી
હું જ એને ઉત્પન કરું છું.આ પ્રમાણે હું મારી પોતાની પ્રકૃતિનો આશ્રય કરીને સ્વભાવથી
પરતંત્ર એવા આ ભૂત સમુદાયને ફરી ફરી લીન કરું છું અને ઉત્પન કરું છું.(૮)
न च मां तानि कर्माणि निबध्नन्ति धनंजय ।उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ॥९॥
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् ।हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ॥१०॥
હે ધનંજય,કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.
હે કાંતેય,મારી અધ્યક્ષતાથી આ ત્રિગુણાત્મક પ્રકૃતિ આ ચરાચર જગતને ઉત્પન કરે છે.
એજ કારણ થી વિશ્વ ફરતું રહે છે.(૧૦)
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् ।परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥११॥
મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.
હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)
मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः ।राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः ॥१२॥
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥१३॥
તે અજ્ઞાનીઓની આશા ,કર્મો અને જ્ઞાન – સર્વ વ્યર્થ જ છે. તેઓ વિચારશૂન્ય થઇ જાય છે અને
મોહમાં બાંધનારા રાક્ષસી તથા આસુરી સ્વભાવનો જ આશ્રય કરે છે.હે પાર્થ,જેમણે દૈવી પ્રકૃતિનો
આશ્રય કર્યો છે એવા એકનિષ્ઠ મહાત્માઓ જાણે જ છે કે હું ભૂતોનો આદિ અને અવિનાશી છું.
તેઓ એમ સમજીને જ મને ભજે છે.(૧૩)
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः ।नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥१४॥
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते ।एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥१५॥
નિત્ય ભક્તિપૂર્વક શમાદિ વ્રતોને દઢતાપૂર્વક પાળી તે મહાત્માઓ , નિરંતર મારું કીર્તન
કરી તથા ઇન્દ્રિય દમન અને નમસ્કાર કરતાં મારી જ ઉપાસના કરે છે.(૧૪)
જ્ઞાનયજ્ઞથી પૂજનારા કેટલાક મનુષ્યો મારી ઉપાસના કરે છે.અને વિશ્વતોમુખે રહેલા
કેટલાક મનુષ્યો મારી એકરૂપથી, ભિન્ન ભિન્ન રૂપથી મારી ઉપાસના કરે છે.(૧૫)
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् ।मन्त्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥१६॥
पिताहमस्य जगतो माता धाता पितामहः ।वेद्यं पवित्रमोंकार ऋक्साम यजुरेव च ॥१७॥
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् ।प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम् ॥१८॥
तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च ।अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥१९॥
અગ્નિહોત્ર આદિ શ્રોતયજ્ઞ,વૈશ્વદેવાદિક સ્માર્તયજ્ઞ,પિતૃઓને અર્પણ થતું “ સ્વધા” અન્ન,ઔષધ,મંત્ર, હુત્દ્રવ્ય,
અગ્નિ અને હવનકર્મ હું જ છું.આ જગતનો પિતા,માતા,પિતામહ એટલેકે કર્મફળ આપનાર બ્રહ્મદેવનો પિતા,
પવિત્ર કરનાર યજ્ઞયાગાદિ કર્મો, ઓમકાર, ઋગવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ હું જ છું.
પ્રાપ્ત થવા યોગ્ય કર્મફળ ,જગતનો પોષણકર્તા, સર્વ નો સ્વામી ,પ્રાણીઓના શુભાશુભ કર્મોનો સાક્ષી,
સર્વનું નિવાસસ્થાન,શરણાગત વત્સલ,અનપેક્ષ મિત્ર,જગતની ઉત્પતિ,પ્રલય રૂપ તથા સર્વનો આશ્રય,
નિધાન અને અવિનાશી કારણ પણ હું જ છું.હે પાર્થ,સુર્યરૂપે હું તપું છું, વરસાદ પાડનાર અને રોકનાર
હું છું,અમૃત હું છું,મૃત્યુ હું છું,સત અને અસત પણ હું છું.(૧૯)