Aug 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-893

 

मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥१५॥

आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥१६॥

એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા 'જન્મ' ને પામતા નથી.(૧૫)

 હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.

પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)

सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदुः ।रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥१७॥

अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे ।रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके ॥१८॥

કેમકે ચાર હજાર યુગ વિતે છે ત્યારે બ્રહ્મદેવનો એક દિવસ થાય છે અને પછી તેટલા જ સમયની રાત્રિ 

આવે છે.આ રાત્રિ-દિવસને જાણનારા મનુષ્યો જ જાણે છે કે આ દિવસ શરૂ થતાં અવ્યક્તમાંથી સર્વ ભૂતોનો 

ઉદય થાય છે.અને રાત્રિનું આગમન થતાં જ તે સર્વ અવ્યક્તમાં લય પામે છે.(૧૮)


भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते ।रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे ॥१९॥ 

परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥२०॥

હે પાર્થ,તે સર્વ ચરાચર ભૂતોનો સમુદાય પરાધીન હોવાથી ફરી ફરી ઉત્પન થાય છે અને રાત્રિ આવતાં લય પામે છે.

અને ફરી દિવસ થતાં પુન: ઉત્પન થાય છે.સર્વ ચરાચરનો નાશ થયા પછી પણ જે નાશ પામતો નથી ,

એ,તે અવ્યક્તથી પર,ઇન્દ્રિયોથી અગોચર તથા અવિનાશી બીજો ભાવ છે.(૨૦) 


अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥२१॥

पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥२२॥

જે અવ્યક્ત ભાવ 'અક્ષર' સંજ્ઞાથી પ્રસિદ્ધ છે તેને જ પરમગતિ કહેવામાં આવે છે.જ્યાં જ્ઞાનીઓ પહોચ્યા 

પછી પુન: પાછા આવતા નથી તે જ મારું પરમધામ છે.જેમાં સર્વ ભૂતોનો સમાવેશ થાય છે 

અને જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત છે,તે પરમ પુરુષ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાય છે.(૨૨)


यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥२३॥

अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥२४॥

હે ભરતશ્રેષ્ઠ,જે કાળે યોગીઓ મૃત્યુ પામી,પાછા જન્મતા નથી અને જે કાળે મૃત્યુ પામીને પાછા જન્મે છે,

તે કાળ હું તને કહું છું.અગ્નિ,જ્યોતિ,દિવસ,શુક્લપક્ષ અને ઉત્તરાયણના છ માસમાં મૃત્યુ પામનાર 

બ્રહ્મવેત્તાઓ બ્રહ્મને જઈ મળે છે.(૨૪)


धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥२५॥

शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते ।एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः ॥२६॥

ધૂમ્ર,રાત,કૃષ્ણપક્ષ  તથા દક્ષિણાયનના છ માસમાં મૃત્યુ પામનાર યોગી ચન્દ્ર્લોકમાં ભોગો ભોગવી આગળ ન 

જતાં પાછા વળે છે.આ જગતની શુક્લ અને કૃષ્ણ એમ બે ગતિ શાશ્વત માનવામાં આવી છે. એક ગતિથી 

જનાર યોગીને પાછા ફરવું પડતું નથી અને બીજી ગતિથી  જનાર યોગીને પાછા ફરવું પડે છે.(૨૬)


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन ।तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ॥२७॥

वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् ।अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ॥२८॥

હે પાર્થ,આ બે માર્ગને જાણનારો કોઈ પણ યોગી મોહમાં ફસાતો નથી.એટલા માટે તું સર્વ કાળમાં યોગયુક્ત બન.

આ બધું જાણ્યા પછી વેદ,યજ્ઞ,તપ અને દાન દ્વારા થતી જે પુણ્યફળની  પ્રાપ્તિ કહી છે, 

તે સર્વ પુણ્યપ્રાપ્તિનું  અતિક્રમણ કરીને યોગી આદ્ય તથા ઉત્કૃષ્ટ સ્થાનને જ પ્રાપ્ત કરે છે.(૨૮)

અધ્યાય-૩૨-અક્ષરબ્રહ્મયોગ સમાપ્ત (ગીતા-૮-અક્ષરબ્રહ્મયોગ સમાપ્ત )


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE