Apr 30, 2012

ભજગોવિંદમ-સ્તોત્ર-Bhaj Govindam Stotra-Gujarati


चर्पटपंजरिकास्तोत्रम
આદિ શંકરાચાર્ય જયારે કાશી ગયેલા ત્યારે એક દિવસ  મણી કર્ણિકા ઘટ પર એક વયોવૃધ
પંડિત ને વ્યાકરણ નું -ડુકૃગ્કરણે -નું સુત્ર ઉચ્ચારતા  જોયેલા ....
તેને જોઈ તેને ઉપદેશ આપતા આ ભજ ગોવિંદમ્-સ્તોત્ર નું નિર્માણ થયેલું.....

હે મૂઢ -સતત ગોવિંદ નું ભજન કર-કેમકે મૃત્યુ નજીક આવ્યા પછી -
ડુકૃગ્કરણે -સુત્ર નું રટણ તારી રક્ષા કરી શકશે નહી

દિવસ-રાત ,સવાર-સાંજ ,શિશિર-વસંત ઋતુઓ ફરીફરી આવે છે.
કાળ-લીલાઓ ચાલે જાય છે,આયુષ્ય વિતતું જાય છે,
પણ આશા રૂપી વાયુ તેને છોડતો નથી .....................................................૧

દિવસે આગળ આગ અને પાછળ સૂર્ય વડે શરીર ને તપાવે છે,
રાત્રે ઘુટણમાં માથું નાખી ,ઝાડ નીચે સુઈ રહેછે,
હાથ માં ભિક્ષા માગીને ખાય છે
છતાં આશાનું જાળ તેને જકડે જ રાખે છે....................................................૨

જ્યાં સુધી તુ ધન કમાવીને લાવી રહ્યો છું ત્યાં સુધી જ
પરિવાર તને પ્રેમ કરે છે.પણ જયારે દેહ જર્જર થશે ત્યારે
ઘરમાં તને કોઈ પૂછશે પણ નહી કે
તારી વાત પણ કોઈ કરશે નહી................................................................૩

 જટાઓ રાખી,મુંડન કરાવી,કેશ ગુંચાવી,ગેરુઆ વસ્ત્રો પહેરી ,
એમ પેટ ભરવા માટે અનેક વેશ ધારણ કરતો માનવી ,
જોતા છતાં- જોતો નથી ,અને શોકમાં પડી રહે છે.....................................૪

જેને ભગવતગીતા નું થોડુંક પણ સ્વાધ્યાય કરેલ છે,ગંગાજળ ની એક
બુંદ પણ પીધી છે ,એક વખત શ્રી કૃષ્ણનું અર્ચન કરી લીધેલ છે,
તેની ચર્ચા યમરાજ કેમ કરી શકે?..........................................................૫

અંગ શિથિલ થઇ ગયા,માથાના વાળ ધોળા થઇ ગયા,મોઢાના દાંતો એ
વિદાય લઇ લીધી,ઘરડો થઇ ગયો,લાકડી વગર ચાલી શકતો નથી ,
છતાંયે આશા નો પિંડ મુકતો નથી .........................................................૬

બાલ્યાવસ્થા રમવામાં રહી જાય છે ,યુવાનીમાં સ્ત્રી પ્રત્યે આશક્ત રહે છે,
અને વૃદ્ધ થયા પછી અનેક પ્રકારની ચિંતામાં મગ્ન રહે છે,
પણ પરબ્રહ્મના અનુસંધાન માં સંલગ્ન નથી..........................................૭

આ સંસાર માં ફરી ફરી જન્મ ,ફરી ફરી મરણ અને ફરી ફરી
માતાના ગર્ભ માં રહેવું છે,એટલે હે મુરારિ,હું તમારી શરણ માં છું ,
આ દુસ્તર અને અપાર સંસાર થી કૃપા કરી પર કરજો ............................૮

રાત-દિવસ-પક્ષ-મહિનો-વર્ષ કેટકેટલીયે વખત આવતા અને જતા
હોય છે છતાં લોકો ઈર્ષા અને આશા ને છોડતા નથી................................૯

વૃદ્ધાવસ્થા આવ્યા પછી કામવિકાર કેવો?
પાણી સુકાઈ ગયા પછી તળાવ કેવું?
ધન નષ્ટ થઇ ગયા પછી પરિવાર કેવો?  એવી જ રીતે
તત્વ નું જ્ઞાન થઇ ગયા પછી સંસાર પણ રહી જતો નથી ......................૧૦
સ્ત્રી ના સ્તનો અને નાભી નો નિવેશ -મિથ્યા માયા અને મોહનો આવેશ છે.
આ બંને માંસ અને મેદ  ના વિકારો છે -એવું 
મન માં વારંવાર વિચાર કર....................................................................૧૧

સ્વપ્ન ની જેમ મિથ્યા -સંસારની આસ્થા ને મૂકી દઈ ,તુ કોણ છે ,
હું કોણ છું ,મારા માતા પિતા કોણ છે --એમ બધી જ વસ્તુઓ ને સાર
વગરનું સમજવું જોઈએ...........................................................................૧૨

ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ નું નિત્ય પઠન કરવું જોઈએ,
ભગવાન વિષ્ણુ ના સ્વરૂપ નું ચિંતન કરવું જોઈએ,
સત્પુરુષો ની સંગતિમાં પોતાનું ચિત્ત લગાડવું જોઈએ, અને
દીનજનો ને ધન આપવું જોઈએ..............................................................૧૩

જ્યાં સુધી શરીર માં પ્રાણ છે,ત્યાં સુધી લોકો ઘરમાં ક્ષેમ કુશળ પૂછતાં
હોય છે,પણ જેવો શરીર માં થી પ્રાણ ગયો કર તરત પરણેલી સ્ત્રી
પણ એ શરીર થી ભય ખાય છે..............................................................૧૪

પહેલાં તો સુખપૂર્વક સ્ત્રી નો સંભોગ કર્યો અને પછી વૃદ્ધ શરીર માં રોગો
થવા માંડ્યા  --સંસારમાં મૃત્યુ નક્કી જ છે.છતાં લોકો પાપ નું
આચરણ કાર્ય જ કરે છે.........................................................................૧૫

રસ્તા માં પડેલા ચીથરાં થી પાથરવાનું બિસ્તર બનાવી લે,
પુણ્ય અને પાપથી કોઈ નિરાલા માર્ગ નું અવલંબન કરી લે ,
હું નથી,તુ નથી,સંસાર નથી --(એવું જાણી લે)
છતાં શોક શા માટે કરતો હોય છે??......................................................૧૬

ગંગા સાગર તીર્થમાં જાય કે વ્રત અનુંષ્ઠાન અને દાન કરે,પણ
જ્ઞાન વગર આ બધાથી સો જન્મોમાં પણ મુક્તિ થવાની નથી.................૧૭

ધન સંચય ની લાલસા ને પડતી મૂક ,બુદ્ધિ ને નિર્મળ બનાવ ,
માંથી તૃષ્ણા વગરનો થા અને પ્રારબ્ધનુસારજેટલું ધન મળી જાય
તેનાથી ચિત્ત ને પ્રસન્ન કર.....................................................................૧૮

અર્થ (ધન)ને તુ અનર્થ નું રૂપ જાણ,કેમકે ધન માં લેશ માત્ર સુખ નથી ,
અરે દરેક જગ્યા એ જોવામાં આવે છે કે ધનવાન -પોતાના
પુત્રથી પણ ભય પામે છે........................................................................૧૯

તારી સ્ત્રી કોણ? તારો પુત્ર કોણ? આ સંસાર અતિ વિચિત્ર છે ,
સજ્જન લોકોની સંગતિ જ એવી વસ્તુ છે જે સંસારસાગર થી
પાર કરી શકે છે.  .................................................................................૨૦ધન,જન અને યૌવનનો ગર્વ ના કરજે ,કેમકે બળવાન -કાળ-પલક ઝપકતાં જ
આ બધું નષ્ટ કરી જશે.એટલે સંપૂર્ણ માયામય પ્રપંચને મૂકી દઈ
બ્રહ્મ સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કર .....................................................................૨૧

કામ, ક્રોધ,લોભ,મોહ નો ત્યાગ કરી પોતાના પ્રત્યે 'હું કોણ છું?' એવા વિચારમાં
પ્રવૃત થઇ જા,કેમકે આત્મજ્ઞાન વગરના લોકો નરક માં
જઈ સંતપ્ત રહે છે...............................................................................................૨૨

દેવ મંદિર અથવા વૃક્ષ નીચેનું નિવાસ સ્થાન,પૃથ્વી ની શૈયા,મૃગચર્મ નું વસ્ત્ર ,
સર્વ પ્રકારના પરિગ્રહ,અને ભોગોના ત્યાગ રૂપ વૈરાગ્ય
કોને સુખ આપતું નથી?.......................................................................................૨૩

શત્રુ-મિત્ર,પુત્ર-બંધુ -બાંધવો જોડે મળવાનો ---કે----દૂર થવાનો --પ્રયત્ન ના કર.
બધા જ જંતુ ઓ માં પોતાના આત્મા નો અનુભવ કર.અને--- ભેદ રૂપી--અજ્ઞાન નો
પરિત્યાગ કર......................................................................................................૨૪

તારા માં અને સર્વત્ર બધામાં એકજ વાસુદેવ રહેલા છે.એટલે કોઈની પર  કોપ 
કરવો વ્યર્થ છે.બધાને સહન કરવાની ક્ષમતા ઉત્પન્ન કર.જો તારામાં શીઘ્ર
વિષ્ણુના પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો -સર્વત્ર સમભાવ રાખ........................૨૫

પ્રાણાયામ,પ્રત્યાહાર અને નિત્ય-અનિત્ય વસ્તુઓનો વિવેકપૂર્વક વિચાર કર,
વિધિવિધાન થી ભગવાન ના નામ નું સ્મરણ કર અને
ધ્યાન કરવાનો નિશ્ચય કર...................................................................................૨૬

જેમ કમળના પાંદડા પાર રહેલી પાણી ની બુંદ સ્થિર રહેતી નથી તેમ
જીવન અતિશય ચંચળ છે.એને સારી રીતે સમજી લે.રોગો અને અભિમાનથી
ઓતપ્રોત આ સંસાર શોક નો સમુદ્ર છે..................................................................૨૭

અરે ગાંડા માણસ, તુ અઢાર જગાની ચિંતા શા માટે કરે છે? શું તારો નિયત્રણ
કરનારો કોઈ નથી જે તારા બંને હાથ બાંધી દઈ તને જન્મ-મરણોના વિકારોથી
રહિત (વગરનો) આત્મત્વ નો સાક્ષાત્કાર કરાવી દે?...............................................૨૮

સદગુરુ ના ચરણ માં રહી (અહમ થી મુક્ત થઇ)સંસારથી મુક્ત થઇ જા .
આ રીતે ઇન્દ્રિયો અને મન નો સંયમ કરવાથી તુ વહેલી તકે તારી
સુંદર સ્થિતિ ને જોઈ શકીશ..................................................................................૨૯

યોગ માં રત હોય કે ભોગ માં ભૂલ્યો હોય ---
લોકો માં ભળેલો હોય કે લોકસંગ્રહ થી દૂર એકાંત માં રહેતો હોય ---
જેનું ચિત્ બ્રહ્મ ના અનુસંધાન માં લાગી ગયું છે ---
તે સુખમાં છે--સુખમાં છે---સુખમાં છે......................................................................૩૦


સત્સંગ થી નિ:સંગતા----
નિ:સંગતા થી મોહ નો નાશ ---
મોહ ના નાશથી મન ની એકાગ્રતા ---
જેનાથી
જીવનમુક્તિ મળે છે.  ......................................................................................૩૧

Click here to Go to Stotra Index Page-સ્તોત્રો ની અનુક્રમણિકા પર જવા અહી ક્લિક કરો