More Labels

Jul 29, 2012

ભાગવત રહસ્ય-૭૨

        
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ પહેલો-૪૩ (ચાલુ)

શમીક ઋષિ ના પુત્ર-શૃંગી –ને ખબર પડી કે –પોતાના પિતા નું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજા ને શાપ આપ્યો છે.
‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળા માં જીવતો સાપ જશે. તેણે તક્ષક નાગ
કરડશે. તેનું મરણ થશે.’

આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.
મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?

બુદ્ધિ બગડે ત્યારે માનવું –કે કંઈક અશુભ થવાનું છે-કોઈક આપત્તિ આવવાની છે.
પાપ થઇ જાય તો તેનો વિચાર કરીને –શરીરને તે માટે સજા કરો. તે દિવસે ઉપવાસ કરો. પાપ ફરીથી થશે નહિ. તમે તમારા
શરીર ને સજા કરશો-તો યમરાજ તમને ઓછી સજા કરશે.
પાપ કરે અને એવી ઈચ્છા રાખે કે –મને આ પાપની સજા ના થાય-એ પણ પાપ છે.

ધન્ય છે-રાજા પરીક્ષિત ને!! જીવન માં એક વાર જ પાપ કર્યું છે-પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી.
જે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમાર નો શાપ થયો છે.
પરીક્ષિતે કહ્યું-‘જે થયું તે સારું થયું. ઋષિકુમારે મને શાપ આપ્યો નથી-પણ સાત દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે.
ખરેખર બ્રાહ્મણે કૃપા કરી છે- જો આજ ને આજ મરે-તેવો શાપ આપ્યો હોત તો –હું શું કરી શકવાનો હતો ?
પરમાત્મા એ મારા આ પાપની સજા કરી છે. સંસારના વિષય સુખ માં હું ફસાયેલો હતો. એટલે મને સાવધ કરવા –પ્રભુએ કૃપા કરી.
મને શાપ ન થયો હોત તો –હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો ? મને ભક્તિ કરવાની તક આપી છે. આજ દિન સુધી મેં મરવાની
તૈયારી કરી નહોતી. હવે હું મરવાની તૈયારી કરીશ.’

સાતમે દિવસે મરવાનો છું-તે સાંભળ્યું  અને રાજાના વિલાસી જીવન નો અંત આવ્યો છે. જીવન સુધર્યું છે.

પરીક્ષિત ને ખાતરી હતી કે હું સાતમે દિવસે મરવાનો છું, પણ આપણ ને –એ –ખબર નથી- તેથી આપણે વધુ સાવધાની રાખવાની છે.
મૃત્યુ હર સમયે માથે છે-એમ માનશો –તો નવું જીવન શરુ થશે. આત્મભાન થશે.

પરીક્ષિત ઘરનો ત્યાગ કરી-દોડતા દોડતા –ગંગા કિનારે આવ્યા છે.ગંગાસ્નાન કર્યું અને દર્ભ પર વિરાજ્યા છે. અન્નજળનો ત્યાગ કરી-
ભગવત-સ્મરણ માં તલ્લીન થયા છે. મોટા મોટા ઋષિ ઓને આ વાતની ખબર પડતાં વગર આમંત્રણે મળવા આવ્યા છે.
રાજા –રાજમહેલ માં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી-કોઈ ઋષિ રાજા ને મળવા  ગયા નથી. પણ રાજા ના વિલાસી જીવન નો
અંત આવ્યો- અને તે હવે રાજા રહ્યા નથી-પણ રાજર્ષિ બન્યા છે. એટલે ઋષિઓ વગર આમંત્રણે મળવા આવ્યા છે.
પરીક્ષિત ઉભા થઇ એક એક ઋષિઓનું સ્વાગત કરી-પ્રણામ કરી-પૂજન કર્યું અને પોતાનું પાપ તેમની આગળ જાહેર કર્યું.

‘મેં પવિત્ર બ્રાહ્મણ ના ગળા માં સાપ નાખ્યો-તેથી મને શાપ થયો છે. સાતમે દિવસે હું મરવાનો છું .હું અધમ છું. મારો ઉદ્ધાર કરો.
મારું મરણ સુધરે તેવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે તૈયારી કરી નથી. સાત દિવસ માં મને મુક્તિ મળે તેવું કરો.
મરણ કાંઠે આવેલા મનુષ્ય નું કર્તવ્ય શું ? વગેરે મને બતાવો. સમય થોડો છે.તેથી જ્ઞાન ની મોટી મોટી વાતો કરશો –તો સમય
પુરો થઇ જશે. મને એવી વાત બતાવો કે-જેથી પરમાત્મા ના ચરણ માં લીન થાઉં. -મને મુક્તિ મળે.

રાજાએ સોના નું સિંહાસન મંગાવ્યું છે. ઋષિ ઓ ને કહે છે-કે-સાત દિવસ માં મને મુક્તિ અપાવી શકે તે-આ સિંહાસન પર વિરાજે.

ઋષિ ઓ વિચાર કરવા લાગ્યા.-અમે વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ.તેમ છતાં અમને પણ ચિંતા રહે છે. મુક્તિ મળશે કે નહિ ?
સાત દિવસ માં મુક્તિ ?તે વાત શક્ય લાગતી નથી. કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નથી.
પરીક્ષિત વિચારે છે કે –હવે તો હું ભગવાન ને જ શરણે જઈશ. અને ભગવાન ની સ્તુતિ કરવા લાગ્યા.
‘મેં કઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી.કારણ હું અધમ છું. આપે મારું રક્ષણ –ગર્ભ માં કર્યું તો હવે પણ
મારું રક્ષણ કરો. હું પાપી છું પણ નાથ, તમારો છું.’

પરમાત્મા એ શુકદેવજી ને પ્રેરણા કરી-કે ત્યાં પધારો. ચેલો લાયક છે.
પરમાત્મા પોતે જન્મ સુધારવા આવેલા પરંતુ મુક્તિ આપવાનો અધિકાર –શિવજી નો છે. એટલે શિવજી ના અવતાર –શુકદેવજી ત્યાં
પધારે છે. સંહાર નું કામ શિવજી નું છે, એટલે પરીક્ષિત નું મરણ સુધારવા શુકદેવજી પધાર્યા.

શુકદેવજી દિગંબર છે. વાસના નું વસ્ત્ર પડી ગયું હતું. સોળ વર્ષ ની અવસ્થા છે. અવધૂત નો વેષ છે. ઘૂંટણ સુધી લાંબા હાથ છે.
વિશાળ વક્ષ સ્થળ છે.દૃષ્ટિ નાસિકા ના અગ્ર ભાગ પર સ્થિર છે. મોઢા પર વાળ ની લટો વિખરાયેલી છે. અતિ તેજસ્વી છે.
શુકદેવજી ની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે-કોઈ પથ્થર મારે છે-કહેછે-કે નાગો બાવો જાય.-નાગો બાવો જાય.
પરંતુ શુકદેવજી ને  તેનું ભાન નથી. દેહનું ભાન નથી તો – જગતનું ભાન ક્યાંથી હોય ? બ્રહ્માકાર વૃત્તિ છે.
પરમાત્મા ના સ્મરણ માં-ધ્યાન માં –જે દેહભાન ભૂલે છે-તેના શરીર ની કાળજી ભગવાન પોતે રાખે છે.પરમાત્મા તેની પાછળ પાછળ
ભમે છે.આને દેહ ની જરૂર નથી પણ મને એના દેહ ની જરૂર છે.

ચારે તરફ –પ્રકાશ ફેલાયો-ઋષિઓને આશ્ચર્ય થયું-આ કોણ આવે છે ? સૂર્ય નારાયણ તો ધરતી પર નથી ઉતરી આવ્યાને ?
એક ઋષિ એ ઓળખી લીધા-કે –આ તો શંકર જી નો અવતાર-શુકદેવજી પધાર્યા છે.

       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE