More Labels

Aug 29, 2012

ભાગવત રહસ્ય-૧૦૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     

સ્કંધ ત્રીજો-૨૧ (સર્ગ લીલા)

કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.
પણ ભાગવત માં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.
નિંદ્રા ના આવે તો –પથારી માં આળોટશો નહિ,પથારી માં બેઠા થઇ,માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.
નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણ ની સ્ત્રી નો શાપ છે.

કુંભકરણ ની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિ ને માર્યો, હવે હું ક્યાં જાઉં ?
ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા  જોવા જજે. કુંભકરણ ની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી
કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેર નો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં
કથા વાર્તા થતી હશે,સ્મરણ થતું હશે-ત્યાં હું જઈશ.
એટલે કથા માં બેઠા હોવ,કે માળા હાથમાં લો-એટલે નિંદ્રા દેવી દોડતાં આવે છે,બે-ત્રણ દિવસના ઉજાગરા હોય તો પણ
નાટક-સિનેમા માં ઊંઘ આવતી નથી.......
આ તો હળવા અર્થ માં કહ્યું-માળા કરતા નિંદ્રા આવે તો-માનજો-મારું પાપ હજુ વધારે છે.

નિંદ્રા માં ચેતન પરમાત્મા ના સ્પર્શ થી સુખ મળે છે,આનંદ મળે છે.મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્મા નો સ્પર્શ મળે છે.
પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાન થી ઢંકાયેલું હોવાથી, તેને તામસ સુખ માન્યું છે.

મા, આત્મા તો નિત્ય શુદ્ધ છે,આનંદરૂપ છે,સુખ-દુઃખ એ મન ના ધર્મો છે. મન નિર્વિષય થાય –એટલે આનંદ મળે છે.
દૃશ્ય પદાર્થ (જગત) માં થી દૃષ્ટિ  (મન-બુદ્ધિ) હટી જાય-અને દ્રષ્ટા (પ્રભુ) માં દૃષ્ટિ (મન-બુદ્ધિ) સ્થિર થાય-એટલે આનંદ મળે છે.
દૃશ્ય (જગત) નો સાચો દ્રષ્ટા (જોનાર- (પ્રભુ) છે. અને જે દ્રષ્ટા ને –સાક્ષી- કહે છે. જે દ્રષ્ટા આનંદ રૂપ છે.
દૃશ્ય (જગત) એ દુઃખ રૂપ છે,એટલે તેમાંથી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટાવી-દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર –કરો-એટલે આનંદ-આનંદ.
અને દૃષ્ટિ –દ્રષ્ટા માં મળી જાય-એકરૂપ થઇ જાય-તો –પરમાનંદ.

દેવહુતિ કહે છે-મહારાજ,તમે ભલે ના પાડો,પણ ભાવતું ભોજન(જીભ-નો વિષય) મળે તો –આનંદ થાય છે.

કપિલદેવ કહે છે-ભોજન માં આનંદ છે-તે કલ્પના ખોટી છે.કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી.

ઉદાહરણ તરીકે –કોઈને શિખંડ ખાવામાં આનંદ આવે છે. પણ જો તેનું પેટ ભરેલું હોય,કે તેને અજીર્ણ થયું હોય,કે માંદો-તાવમાં હોય.
તેની સામે શિખંડ મુકવામાં આવે તો તેને આનંદ નહિ થાય.ખરેખર- જો શિખંડમાં આનંદ હોય તો-તેને અત્યારે શિખંડ ખાવામાં
આનંદ મળવો જોઈએ. પણ અત્યારે એ શિખંડ સામે નજર પણ નહિ કરે. એટલે શિખંડ માં-ભોજન માં આનંદ નથી.
કલ્પના કરો-કે –કોઈ શ્રીમંત શેઠ આનંદ થી –શિખંડ-પૂરી જમે છે. ત્યાં મુંબઈ ની પેઢી માં થી ફોન આવ્યો-કે –પેઢી ડૂબી ગઈ છે-
ત્યારે એ જ શિખંડ ઝેર જેવો થઇ જાય છે, ભાવતો નથી.

મા, ભોજન માં –સંસાર ના જડ પદાર્થો માં આનંદ નથી. જે આનંદ દેખાય છે-તે ક્ષણિક છે, થોડા સમય પુરતો  છે. જયારે જયારે.
ચેતન પરમાત્મા નો સ્પર્શ થાય ત્યારે –આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર પરમાત્મા માં છે.
આનંદ નો કોઈ વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મ-પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ જીવાત્મા (આત્મા) પણ આનંદ રૂપ છે.
જીવાત્મા ની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો છે-પણ જીવ (મનુષ્ય)  આનંદ બહાર(જડ પદાર્થો માં-બીજામાં) શોધવા જાય છે.
અને જે આનંદ(સુખ) વધારે વખત ટકતો નથી.- અને દુઃખી થાય છે.

સુખ-દુઃખ એ અજ્ઞાન (આત્મા-પરમાત્મા નું અજ્ઞાન) નું પરિણામ છે. સુખ-દુઃખ એ અજ્ઞાન નું સ્વરૂપ છે.
આત્મા ને ના તો સુખ થાય છે-ના તો દુઃખ થાય છે.

“મારા મન માં પાપ આવ્યું છે-એ જેને દેખાય છે”-તે આત્મા છે. આત્મા એ મન નો સાક્ષી છે.

સુખ-દુઃખ એ મન ની ઊર્મિ  (ધર્મ) છે.કોઈ  પ્રેમી મળે તો સુખ-લાગે અને પ્રેમી મરે તો દુઃખ લાગે.
ભુખ-તરસ એ શરીર ની ઊર્મિ(ધર્મ) છે.બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે, સમય થાય એટલે ભુખ લાગે.
જન્મ-મરણ એ પ્રાણ ની ઊર્મિ  (ધર્મ) છે.હરેક અંદર જતો શ્વાસ જીવન છે-અને બહાર જતો શ્વાસ મરણ છે.
(બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હોતું-તેને થપથપાવે-એટલે રુદન નો એક આંચકો આવે અને શ્વાસ –જીવન શરુ થાય છે)

સુખ-દુઃખ મન ને થાય એટલે આત્મા કલ્પે છે-મને દુઃખ થાય છે. મન ને થયેલાં સુખ-દુઃખ નો આરોપ અજ્ઞાનથી-આત્મા –પોતાના
પર કરે છે.અહીં મન ની –‘ઉપાધિ’-થી આત્મા સુખ-દુઃખ નો આરોપ પોતા પર કરે છે.
સુખ-દુઃખ આત્મા માં ઉપાધિથી  (અજ્ઞાનથી) ભાસે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો-આત્મા સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. અને સ્ફટિકમણી ની પાછળ જેવા રંગ નું  ફૂલ મુકો તેવો તે દેખાશે.
પણ –તેથી કંઈ સ્ફટિક નો રંગ તે ફૂલ નો રંગ છે તે નથી,પોતે તો શુદ્ધ છે. પણ સંસર્ગ થી તે-તે રંગ વાળો દેખાય છે.

જળ માં ચંદ્ર નું પ્રતિબિંબ પડતું હોય, અને જો જળમાં તરંગો થાય-હલન ચલન થાય-તો ચંદ્ર હાલતો દેખાશે. પણ હકીકત માં
ચંદ્ર હાલતો નથી.

બસ આ ઉદાહરણ મુજબ-દેહ-મન-અને પ્રાણ ની ઊર્મિઓ (ધર્મો) –પોતાના માં નહિ –હોવાં છતાં-જીવાત્મા તે પોતાના માં કલ્પી
લે છે-બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE