ડોંગરેજી મહારાજ ની કથા પર
આધારિત
સ્કંધ-૪(ચોથો)-૧૨
સુનીતિ એ દુઃખ ના વેગ ને
દબાવ્યો છે-ધીરજ ધારણ કરી બોલ્યાં છે-કે-
બેટા,તારી ઓરમાન મા એ તને
શું ખોટું કહ્યું છે ? તને જે બોધ કર્યો છે તે સારો છે-હું પણ તને એ જ કહું
છું-કે-
ભીખ માગવી જ હોય તો કોઈ
મનુષ્ય પાસે માગવી નહિ, એક ભિખારી પોતે જ બીજા ભિખારીને કૈ રીતે ભીખ આપી શકવાનો ?
શ્રીકૃષ્ણ સિવાય આખું જગત
ભિખારી છે.(દાતા એક રામ ભિખારી સારી દુનિયા)
ભીખ માગવી જ હોય તો ભગવાન
પાસે ભીખ માગવી.
મનુષ્ય પાસે માંગશો ઘણું તો
આપશે થોડું. અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. અને આપ્યા પછી જાહેર કર્યા
વગર તેને
ચેન નહિ પડે. પરમાત્મા ખુબ
આપશે પણ કહેશે નહિ કે મેં આપ્યું છે.
સુનીતિ કહે છે-બેટા, તું
વનમાં જા,ત્યાં જઈ પરમાત્મા નું આરાધન કર, તારા પર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી
બોલાવશે,
તને ગોદ માં લેશે. તારા
સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણ ને સોંપ્યો છે. તેમનો જ તું આશ્રય કર.
બેટા, જે ઘરમાં માન ના હોય
ત્યાં રહેવું નહિ, તારા પિતા તારી સામે જોવા તૈયાર નથી, ઘરમાં રહીશ તો ઓરમાન મા
રોજ મહેણું
મારશે. તારું અપમાન
કરશે-એટલે તું રડીશ અને મને પણ દુઃખ થશે. પરમાત્મા નું શરણ એ જ તારું કલ્યાણ છે.
ધ્રુવજી કહે છે-મા તારું પણ
આ ઘરમાં ક્યાં માન છે ? પિતાજીએ અને ઓરમાન મા એ તારો પણ તિરસ્કાર કર્યો છે. તને પણ
ક્યાં
આ ઘરમાં સુખ છે ? આપણે બંને
વન માં જઈ ભજન કરીશું.
સુનીતિ કહે છે-ના બેટા,મારાથી
તારી સાથે નહિ અવાય-મારો ધર્મ મને ના પડે છે. મારા પિતાએ મારું દાન મારા પતિ ને
કર્યું છે.
મારે તેમની આજ્ઞા માં
રહેવાનું છે. ભલે તે મારો ત્યાગ કરે-પણ-મારાથી તેમનો ત્યાગ થઇ શકે નહિ. તું
સ્વતંત્ર છે, હું પરતંત્ર છું.
બેટા, તારે એકલા એ જ વન માં
જવું પડશે. હું તને એકલો વન માં મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. આજથી હું
તને
નારાયણ ના ચરણ માં સોંપું
છું. મારા નારાયણ તને ગોદ માં લેશે.
ધ્રુવજી કહે છે- મને એકલા
વન માં જતાં બીક લાગે છે. મા કહે છે-તું એકલો નથી નારાયણ તારી સાથે છે.
ધ્રુવજી કહે-મા મને કંઈ
આવડતું નથી-મારા જેવા બાળક ને ભગવાન મળશે ?
સુનીતિ કહે- હા,બેટા ઈશ્વર
માટે આતુર થઇ ઈશ્વર ને પોકારે-તેની સમક્ષ ભગવાન જરૂર પ્રગટ થાય છે. તું
તપશ્ચર્યા કર.
તું જાતે મહેનત કર. ભગવાન તને ગાદી પર બેસાડશે પછી ત્યાંથી કોઈ દિવસ ઉઠવાનો
પ્રસંગ નહિ આવે. રસ્તામાં કોઈ સાધુ
મહાત્મા-સંત મળે તેને
પ્રણામ કરજે.
સુનીતિ એ ધ્રુવ ને સુંદર
ઉપદેશ કર્યો છે. ધ્રુવજી મા ની ગોદ માંથી
ઉભા થઇ, મા ને સાષ્ટાંગ પ્રણામ કરી વન માં જવા તૈયાર થયા છે.
મા નું હૃદય ભરાયું છે.
હૃદય ને પથ્થર જેવું કઠણ કર્યું છે. બાળક નું ઓવારણાં લીધા છે.
“તારું સદા કલ્યાણ
થાય-પરમાત્મા સદા એનું મંગલ કરે- નાથ,તમારે આધારે બાળક ને વન માં મોકલું છું. તેને
સાચવજો.
મા ની મહાનતા હવે જુઓ.
સુનીતિ હવે વિચારે છે-કે-બાળક મને તો વંદન કરે છે-પણ ઓરમાન મા ને પણ સદભાવ થી વંદન
કરીને
વન માં જાય તો તેના માં –સુરુચિ
પ્રત્યે અરુચિ-દ્વેષ ભાવ-કુભાવ ના રહે-તો તેનું કલ્યાણ થાય. કુભાવ રાખીને જશે-તો
તે તેનું જ
ચિંતન કરશે –પરમાત્મા નું
નહિ.
સુનીતિ કહે
છે-કે-બેટા,તારું અપમાન થયું તે પૂર્વજન્મ ના કોઈ કર્મ નું ફળ મને લાગે છે. તું
ડાહ્યો દીકરો છે,મને જે રીતે પગે લાગ્યો,
તે રીતે તારી ઓરમાન મા ને
પણ પગે લાગીને વન માં જજે. તું મને પગે ના લાગે તો પણ હું તને આશીર્વાદ આપીશ. પણ
ઓરમાન મા ને પગે લાગીશ તો જ
તે આશીર્વાદ આપશે. તેના પણ આશીર્વાદ લઇ,મન માંથી તેના પ્રત્યે કુભાવ કાઢીને વન માં
જઈશ –
તો ભગવાન જલ્દી પ્રસન્ન
થશે.
જે સુરુચિ એ બાળક નું અપમાન
કર્યું છે-તેને સુનીતિ વંદન કરવા –ધ્રુવ ને મોકલે છે. ધન્ય છે –સુનીતિ ને.
આવી સુનીતિ જે ઘરમાં હોય –તે
ઘરમાં કળિ જાય નહિ. વેર થી વેર વધે છે,પ્રેમ થી વેર ઘટે છે.વેરની શાંતિ પ્રેમ થી
થાય છે.
પાંચ વર્ષ નો ધ્રુવ ઓરમાન
મા ને વંદન કરવા જાય છે. તેના મન માં હવે કુભાવ નથી રહ્યો.
સુરુચિ અક્કડ બની ઠસક થી
બેઠી છે. ધ્રુવજી સાષ્ટાંગ વંદન કરે છે.”મા હું વન માં જાઉં છું-તમારાં આશીર્વાદ
લેવા આવ્યો છું.”
એક ક્ષણ તો સુરુચિ નું હૃદય
પીગળ્યું-કેવો ડાહ્યો છે !! પણ તરત જ વિચારે છે-વન માં જશે-તો સારું,રાજ્ય માં ભાગ
નહિ માગે.
કહે છે-સારું- વન માં જજે-મારા
આશીર્વાદ છે.
પાંચ વર્ષ નો બાળક વંદન કરે
છે –છતાં એમ નથી કહેતી-કે વન માં જવાનો સમય મારો આવ્યો છે.તું શા માટે વન માં જાય
છે ?
તેના દિલ માં લાગણી થતી
નથી. સ્વભાવ ને સુધારવો બહુ કઠણ છે.
“કસ્તુરી કો ક્યારો કર્યો,
કેસરકી બની ખાજ, પાની દિયા ગુલાબ કા ,આખીર પ્યાજ કી પ્યાજ”
કસ્તુરી નો ક્યારો
કરી,કેસરનું ખાતર નાખી,ગુલાબજળ નાખો,પણ ડુંગળી ની ગંધ એની એ જ રહે છે -ગંધ જતી
નથી.
ભાગવત ની મા બાળક ને પ્રભુ
ના માર્ગે વાળે છે. મા ની જેવી ઈચ્છા હોય તેવા જ ચરિત્ર નો દીકરો થાય છે.
આજ ની માતા ઓ બાળક ને પૈસા
આપી સિનેમા જોવા મોકલે છે-જા, બેટા તારું કલ્યાણ થશે.
દુઃશીલો
માતૃદોષેણ,પિતૃદોષેન મૂર્ખતા, કાર્પણ્ય વંશદોષેન, આત્મદોષેન દરિદ્રતા.
માતા ના વાંક થી બાળક ખરાબ
ચરિત્ર નો થાય છે, પિતાના દોષ થી મૂર્ખ (બુદ્ધિ વગરનો) થાય છે, વંશ ના દોષ થી
ભીરુ(ડરપોક)
થાય છે, અને પોતાના દોષ થી (સ્વદોષ થી) તે દરિદ્ર (ગરીબ) બને છે.