More Labels

Sep 23, 2012

ભાગવત રહસ્ય-૧૨૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૪(ચોથો)-૧૫

ધુવજી મધુવન માં આવ્યા છે. યમુનાજી માં સ્નાન કરી –
પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસ થી તપશ્ચર્યા નો પ્રારંભ કર્યો.
ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણ નું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે.
(અન્ન નો આહાર કરવાથી શરીર માં તમોગુણ વધે છે, ફલાહાર થી શરીર માં સત્વગુણ વધે છે)

એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી,
બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો છે. એક આસને છ દિવસ ધ્યાન માં બેસે છે.
ત્રીજે મહિને નવ દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી માત્ર ઝાડ ના પાન  ખાય છે.
ચોથે મહિને માત્ર જમુનાજી નું જળ જ લઈને-બાર દિવસ એક આસને બેસે છે.
પાંચમા મહિને હવે માત્ર-વાયુ ભક્ષણ કરે છે!! અને પંદર દિવસ એક આસને બેસે છે.
છઠ્ઠો માસ આવ્યો-હવે નિશ્ચય કર્યો કે –ભગવાન ના મળે ત્યાં સુધી મારે આસન પર થી ઉઠવું નથી.

છ માસ માં ધ્રુવજી ની તપશ્ચર્યા સફળ થઇ છે. ધ્રુવ ની તપશ્ચર્યા જોઈ દેવો ભગવાન પાસે આવ્યા છે-પરમાત્મા ને મનાવે છે-
આ ધ્રુવે મહાન તપ કર્યું છે-તેના પર કૃપા કરી તેને જલ્દી દર્શન આપો.
ભગવાન કહે છે-એને હું શું દર્શન આપું ? મારા દર્શન એને સતત થાય છે. ધ્રુવ ને દર્શન આપવા નહિ પણ તેના દર્શન કરવા હું
જવાનો છું. આજે ધ્રુવજી નાં દર્શન કરવાની ભગવાન ને ઈચ્છા થઇ છે.(આવું ચોખ્ખું લખ્યું છે)

પંઢરપુર માં એક દિવસ વિઠ્ઠલનાથ અને રુક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો.
રૂક્ષ્મણીજી કહે-તમારાં આટઆટલા ભક્તો રોજ તમારાં દર્શન કરવવા આવે છે-તેમ છતાં તમે કોઈને નજર આપતા નથી.
ભગવાન કહે-જે મારે માટે આવે છે-તેને જ હું નજર આપું છું. મંદિર માં આવી સર્વ પોતાને માટે કંઈક ને કંઈક માગે છે.
રૂક્ષ્મણીજી કહે-આજે આટલા બધા ભક્તો અહીં આવ્યા છે પણ ઉદાસ કેમ લાગો છો ?
ભગવાને કહ્યું-આ બધા તો સ્વાર્થી લોકો અહીં ભેગા થયા છે.મને જોવા આવ્યા છે. પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે-તે મારો
તુકો (તુકારામ) મને દેખાતો નથી.
તુકારામ ને તે દિવસ તાવ આવ્યો હતો, પથારી માં પડ્યા પડ્યા તુકારામ વિચારે છે-મારું પ્રારબ્ધ આડું આવ્યું-તાવ આવ્યો છે-
અને મારાથી વિઠ્ઠલનાથ નાં દર્શન કરવા નહિ જઈ શકાય-મારા વિઠ્ઠલનાથ મને ઘેર દર્શન આપવા નહિ આવે ?

ભગવાન કહે છે-આ બધા મારા માટે આવ્યા નથી-તુકો મારા માટે આવે છે. તે બિમાર છે-અહીં આવી શકે તેમ નથી તો-આપણે તેના
ત્યાં જઈશું. લાખો વૈષ્ણવો પંઢરપુર માં વિઠ્ઠલનાથનાં દર્શને આવ્યા છે-અને વિઠ્ઠલનાથ પધારે છે-તુકારામ ને ત્યાં.

સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજી ના દર્શન માટે આતુર હોય છે-તેમ ઠાકોરજી પણ  પોતાના લાડીલા ભક્તો ના દર્શન માટે આતુર હોય છે.

ભગવાન નારાયણ ધ્રુવજી સમક્ષ પ્રગટ થયા છે, ભગવાન સામે ઉભા છે-પણ ધ્રુવજી આંખ ઉઘાડતા નથી.
(જે મનુષ્ય બહાર આનંદ શોધવા જાય તે આંખ ઉઘાડી રાખે છે-જેને આનંદ અંદરથી મળે છે-તેને આંખ ઉઘાડવી ગમતી નથી)
ભગવાન વિચારે છે-આમ તો બેચાર મહિના ઉભો રહીશ તો પણ તે મારી સામે જોવાનો નથી. તેથી તેમણે –ધ્રુવજી ના હૃદયમાં
જે તેજોમય સ્વરૂપે  તે વિરાજમાન  હતા તે અદશ્ય કર્યું. ધ્રુવજી અકળાયા-તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું ?
તેમણે આંખ ઉઘાડી અને ચતુર્ભુજ નારાયણ ના સાક્ષાત દર્શન થયા.
ધ્રુવજી દર્શન કરતા નથી-પણ આંખથી ઠાકોરજી ને પી જાય છે.પરમાત્મા ના ચરણ માં વંદન કરે છે.
બોલવાની ઘણી ઈચ્છા છે-પણ ભણેલા નહિ એટલે કેવી રીતે બોલી શકે ? સ્તુતિ કરી શકે ?

ભગવાન ના હાથ માં જે શંખ હતો –તે વડે તેમણે ધ્રુવ ના ગાલ ને સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે.
પ્રભુ એ ધ્રુવ ની સુષુપ્ત –બુદ્ધિ શક્તિ-ને જાગૃત કરી –સરસ્વતી જાગૃત કરી.

ધ્રુવજી હવે ભગવાન ની સ્તુતિ કરે છે.
પ્રભો, આપ સર્વ શક્તિ સંપન્ન છો.
તમે જ મારા અંતઃકરણ માં પ્રવેશ કરી ને તમારા તેજ થી, મારી આ સુષુપ્ત વાણી ને સજીવ કરો છો.
તથા હાથ,પગ,કાન,ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો-તેમજ પરનો ને પણ તમે ચેતના આપો છો.
એવા અંતર્યામી આપણે હું પ્રણામ કરું છું.
મારી બુદ્ધિ માં પ્રવેશી
મારા મન બુદ્ધિને સત્કર્મ ની પ્રેરણા આપનારા મારા પ્રભુને હું વારંવાર વંદન કરું છું.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE