More Labels

Nov 30, 2012

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૨૬

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE
અધ્યાય-૩-કર્મયોગ -૭ 
કોઈ પણ પ્રકાર ના કર્મો હોય-પણ તે બધાં જ કર્મો, પ્રકૃતિ ના ગુણો ને આધારે થાય છે.
(પ્રકૃતિના ગુણો=સાત્વિક,રાજસિક,તામસિક)

(૧)-અજ્ઞાની- મૂર્ખ-દેહાભિમાની મનુષ્યો, આ પ્રકૃતિ ને આધીન થઇ અને વર્તે છે (કર્મો કરે છે)-અને
     પ્રકૃતિના ગુણો ના ફંદા માં ફસાઈ જાય છે.
     ખરેખર તો ઇન્દ્રિયો  (જ્ઞાનેન્દ્રિયો,કર્મેન્દ્રિયો) જ –આ પ્રકૃતિ ના ગુણો ને આધીન થઈ-
     વર્તતી હોય છે-તેમ છતાં –
     એ અજ્ઞાની મનુષ્ય અહંકાર થી એમ જ માને છે-કે-“સર્વ કર્મો હું જ કરું છું” -અને બંધન માં પડે છે.
(૨)-જયારે જ્ઞાની મનુષ્ય –પ્રકૃતિ ના ગુણો ને આધીન થતો નથી,
     અહંતા (શરીર નું અભિમાન) મમતા (આસક્તિ) નો ભાવ તેનામાં આવતો નથી, અને
     પ્રકૃતિ ના આ ગુણો થી પર થઇ –શરીર માં ફક્ત સાક્ષી-ભાવ થી જ વર્તે છે...........(૨૭-૨૮-૨૯)

સમજવામાં સહેજ અઘરી લાગતી આ વાત-ઉદાહરણ થી સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉનાળા ની ભયંકર ગરમી માં બપોર ના સમયે કોઈ તવંગર –પૈસાદાર શેઠ ના ઘર આગળ –
ભૂખ અને તરસ થી વ્યાકુળ ભિખારી આવે અને શેઠ તેને જમાડે,પાણી આપે,
અને પછી મન માં મલકાય-કે-“ મેં પુણ્ય નું કામ કર્યું. આજે મેં તેને ખવડાવ્યું.”

અહીં –આ ઉદાહરણ માં –શેઠ ના મન માં જે દયા આવી –તે સાત્વિક ભાવ (ગુણ) છે.
પણ આ સત્કર્મ –“મેં કર્યું” તે દેહાભિમાન (દેહ નું અભિમાન) છે.-જે રાજસિક ભાવ (ગુણ) છે.

હવે આ જ શેઠ જો –તે ભિખારી ને ઘરમાં (એર કન્ડીસનમાં) લઇ જઈ,
સામે બેસી તે ભિખારી તૃપ્ત થાય ત્યાં સુધી ખવડાવે, અને જયારે તે જમી લે તે પછી,
જો તે ભિખારી ને હાથ જોડી ને કહે કે-“તમે મારા ત્યાં ભોજન લીધું –તે બદલ તમારો આભાર”
અને મન માં એમ સમજે કે-“ઈશ્વરનું આપેલું ભોજન ઈશ્વર જ જમ્યા.”
“મેં કશું કર્યું નથી. આ સત્કર્મ પણ ઈશ્વરનું અને સત્કર્મ નું પુણ્ય પણ ઈશ્વરનું.

અહીં કોઈ જ જાતનો અહમ રહેતો નથી. પણ શેઠ માત્ર “સાક્ષી ભાવે “ જુએ છે.
અહીં--જમી ને ઉભો થયેલ એક  “તૃપ્ત આત્મા” બીજા કોઈ ભૂખ થી પીડિત આત્મા ને તૃપ્ત કરે છે.
શેઠે કરેલા સત્કર્મ ના ફળ ઉપર  –તેમણે અધિકાર રાખ્યો નહિ, ફળ ઈશ્વર ને જ ગયું.
આ સાચી સમજ છે.

પણ અહીં કંઈ શેઠ ને જઈ કહેવાય નહિ કે-ભિખારી ને ઘરમાં –એર કન્ડીસન માં –બેસાડી –ખવડાવી-
બે હાથ જોડી-થેંક યુ-કહો. અને જો કહો-તો શેઠ જવાબ આપશે-કે-
આવું કરીએ તો લોકો કહેશે- લોકો માનશે કે- કે શેઠ ગાંડા થઇ ગયા છે.અરે,ભિખારી પણ માનશે –કે-
શેઠ ગાંડા થયા છે-અને કાં તો તે રોજ આવતો થઇ જશે-કે ભિખારીઓ ની લાઈન લાગી જશે.

આ તો હળવા અર્થ માં સમજાવવા માટે ઉદાહરણ થી કહ્યું.
કહેવા નો આશય એટલો જ છે કે-
કર્મ કરવા માં અહંતા  (દેહાભિમાન) અને મમતા (આસક્તિ) થી બંધન આવે છે.

શ્રીકૃષ્ણ,અર્જુન ને કહે છે-કે-
(૧)-કર્તવ્ય કર્મો નું આચરણ કરી,તે સર્વ કર્મો અને કર્મો ના ફળ મને અર્પણ કરવા.
(૨)-ચિત્ત વૃત્તિ ને સદા માટે આત્મ સ્વ-રૂપ માં લીન કરવી,
(૩)-“આ કર્મ નો હું કર્તા છું અને અમુક ફળ માટે હું આ કર્મ કરું છું” એવું અભિમાન કરવું નહિ.
(૪)-શરીર ને  (ઈન્દ્રિયોને) સ્વાધીન થવું નહિ અને સર્વ ઈચ્છા નો ત્યાગ કરીને –પછી
    બધા ભોગો વિવેક થી યથાયોગ્ય સમય સુધી ભોગવજે,

પણ અત્યારે તો ,હાથ માં ધનુષ્ય લઇ ને યુદ્ધ માટે તૈયાર થા,સમાધાન વૃત્તિ ધારણ કરી,  
માયા,મોહ,શોક ને ભૂલી જઈ આનંદપૂર્વક વીરવૃત્તિ નો સ્વીકાર કર.અને યુદ્ધ માં લક્ષ્ય આપ....(૩૦)

ઉપર બતાવેલ કર્મ વિશેના શ્રીકૃષ્ણ ના મતનો શ્રદ્ધાપૂર્વક જે સ્વીકાર કરે છે,અને તે મુજબ જે
કર્મ નું આચરણ કરે છે,તેને કર્મ નું બંધન થતું નથી.
પણ જેને શ્રીકૃષ્ણ માં શ્રદ્ધા નથી,કે તેમના મત માં વિશ્વાસ નથી, તે શ્રીકૃષ્ણ ની નિંદા કરે છે,
અને આવા અજ્ઞાની ઓ શ્રીકૃષ્ણે બતાવેલ કર્મ ના માર્ગ ઉપર ચાલતા નથી અને સ્વછંદી બનીને-
ઉલટાં (ઊંધાં) કર્મો કરી ને બંધન માં પડે છે-
અને -પોતે જ પોતાના નાશ નું કારણ બને છે.....(૩૧-૩૨)
(ક્રમશઃ)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE