More Labels

Nov 6, 2012

ભાગવત રહસ્ય-૧૭૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૭-(સાતમો)-૧૬
ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની સતત કાળજી રાખવી પડે છે-મહેમાન ની સાથે બેસો તો તે ભોજન લે છે.
કોઈ સાહેબ ઘેર આવ્યા હોય-ચા મૂકી ને બે-ત્રણ વાર કહેવું પડે કે સાહેબ ચા ઠંડી થાય છે. સાહેબ કંઈ આંધળો નથી-પણ બે-ત્રણ વાર કહીએ ત્યારે તે ચા લે છે.
માનવ ને મનાવવો પડે તો લાલાજી તો તેના કરતા હજારો ગણા શ્રેષ્ઠ છે.
લાલાજી ને ભોગ ધરાવ્યા પછી –તેમની જોડે બેઠા વગર જો ઘરનાં બીજાં કામ માં લાગી જાઓ તો લાલાજી ભોગ સામે જોશે પણ નહિ.
યશોદામૈયા બહુ મનાવતા ત્યારે લાલાજી ખાતા. યશોદાજી ના જેમ લાલાને જમવા માટે ખુબ મનાવો.
લાલાને અનેક વાર મનાવશો તો કોઈ એક વાર તે માનશે. લાલાજી જે દિવસે ખાશે- તે દિવસે બેડો પાર છે.

કોઈવાર ઘરનાં બધાને બહાર જવાનું હોય તો ભગવાન ને એકલા દૂધ પર રાખે છે.
કહેશે-કે-“નાથ, દૂધ જમો.મારે આજે મોહનથાળ ખાવા બહાર જવાનું છે.” ત્યારે ભગવાન કહેશે-કે-“તું મિષ્ટાન્ન ખાય અને મને દૂધ પર
રાખે છે ? હું પણ તને એક મહિનો દૂધ પર રાખીશ.” ભગવાન ટાઈફોઈડ તાવ ને મોકલી આપે છે.
ડોક્ટર કહેશે-કે હવે તેને એક મહિનો અનાજ આપશો નહિ. –
આ તો હળવા અર્થ માં કહ્યું.
ઘરમાં કોઈ જમનાર ન હોય તો પણ ભગવાન માટે રસોઈ બનાવો.

પરમાત્માની સેવા નું ઘણું મહત્વ છે. કોઈ પણ એક જગ્યાએ મન અને ધ્યાન કેન્દ્રિત કરવા-
કોઈ પણ સ્વરૂપ ની મૂર્તિ રાખી પ્રેમપુર્વક-ખુબ જ ભાવ થી પ્રભુ ની સેવા કરો. ચિત્રસ્વરૂપ કરતા મૂર્તિસ્વરૂપ સારું છે.
મૂર્તિ સ્વરૂપ માં આંખ ને મન પરોવાયેલું રહે છે.

લોખંડ ની છીણી હોય અને તેને અગ્નિ માં તપાવો-તો અગ્નિ ના સંબંધ થી તે છીણી અગ્નિસમ બને છે.તેને હાથ અડાડી શકાતો નથી.
તેમ મૂર્તિ માં પ્રભુ આવી ને બિરાજ્યા છે –એવી-ભાવના કરવા થી –મૂર્તિ ભગવદસ્વરૂપ બને છે.

મુર્તિ ની સેવામાં સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો. લાલા માટે સુંદર સિંહાસન બનાવો. રોજ નવાં નવાં કપડાં પહેરાવો.
જેની પાસે સંપત્તિ નથી તે તો પ્રેમથી ફૂલ અર્પણ કરેશે તો પણ ચાલશે.તેથી પણ ઠાકોરજી પ્રસન્ન થશે.
પ્રભુ માને છે-કે મેં તેને કશું આપ્યું નથી તો તે મને ક્યાંથી આપે ?

સેવા કરો ત્યારે મન થી એવી ભાવના રાખો કે –લાલાજી પ્રત્યક્ષ હાજર થઇ ને વિરાજ્યા છે. સેવા ના આરંભ માં ધ્યાન કરવાનું –
અને ભાવના કરવાની કે-લાલાજી રૂમ-ઝુમ કરતા ચાલતા આવી ને મૂર્તિ માં પ્રવેશ્યા છે. હાજરા હજુર છે.

વેદાંતી ઓ બ્રહ્મ ની-અદ્વૈત ની વાતો કરે છે. જીવ બ્રહ્મ છે,આત્મા પરમાત્મા છે. હા તે સાચું છે.
પણ જીવ ભલે બ્રહ્મરૂપ હોય-પણ આજે તો તે દાસ છે.(જ્યાં સુધી જીવને બ્રહ્મ નો અનુભવ ન થાય ત્યાં સુધી)
દાસ્યભાવ થી અભિમાન મરે છે.(માલિક ની “કૃપા” થી હું  સુખી છું)
ભાગવત માં વાત્સલ્યભાવ-મધુરભાવ...એવા અનેક ભાવનું વર્ણન છે.પણ એ સર્વ ભાવ દાસ્યભાવ થી મિશ્રિત છે.
દાસ્યભાવ વગર જીવ ની દયા ઈશ્વરને આવતી નથી. (અહમ નો અભાવ-થવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે)

સેવા એટલે સેવ્ય (પરમાત્મા) માં મન પરોવી રાખવું. પોતાના શરીર (સ્વ-રૂપ) પર જેવો પ્રેમ કરીએ છીએ-
એવો જ લાલાજીના સ્વરૂપ માં પ્રેમ રાખવાનો છે. કૃષ્ણ સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી.
મૂર્તિ માં ભગવદ-ભાવ ન જાગે ત્યાં સુધી દુનિયા ના પ્રત્યેક પદાર્થ માં ઈશ્વર ભાવ જાગતો નથી.
સેવા કરતાં સતત નિષ્ઠા  (વિશ્વાસ) રાખવાની છે-કે-મૂર્તિમાં પ્રત્યક્ષ પરમેશ્વર છે. પ્રત્યક્ષ લાલાજી છે.
મન માંથી મલિનતા ને કાઢી નાખી-શુદ્ધ થઇ અને સેવા કરવાની છે.

સેવા ની વિધિ, સેવામાં દૃઢતા અને સેવા માં કેવી ભાવના જોઈએ?  એ બાબત માં નામદેવ ના ચરિત્ર ની એક કથા છે.

નામદેવ ત્રણ વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથજી ની પૂજા હતી. એકવાર પિતાને બહારગામ જવાનું થયું.
પિતાએ નામદેવ ને પૂજા નું કામ સોંપ્યું.
પિતાજી કહે છે-બેટા,ઘરનાં માલિક વિઠ્ઠલનાથજી છે. ઘરમાં જે કંઈ છે તે આપણું નથી –પણ વિઠ્ઠલનાથજી નું છે.
તેમની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. તેમને ભોગ અર્પણ કરી અને પ્રસાદરૂપે લઈએ તો દોષ નથી.

નામદેવ પૂછે છે-કે-બાપુજી,ઠાકોરજી ની સેવા કેમ કરવી તે મને બતાવો.

પિતાજી સેવા ની વિધિ સમજાવતાં કહે છે-કે-બેટા, સવારમાં વહેલો જાગજે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE