Feb 17, 2020

ભાગવત રહસ્ય-૧૯૨

વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે.
આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.

સંધ્યામાં બ્રાહ્મણોની –આજકાલ અશ્રદ્ધા થઇ છે-અને એટલેજ બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું છે.મનુ મહારાજે બ્રાહ્મણોના ખુબ ધર્મો બતાવ્યા છે-પણ એ બધું કરવું –અત્યારના જમાનામાં ઘણું અઘરું છે.છેવટે ત્રિકાળસંધ્યા નહી તો –કમસે કમ-પ્રાતઃસંધ્યા કરે તો પણ ઘણું.
મહાપ્રભુજી હંમેશા ત્રણવાર સંધ્યા કરતા. રામાયણમાં વર્ણન આવે છે-રામજી નિત્ય સંધ્યા કરે છે.
શ્રીકૃષ્ણ પણ સંધ્યા કરે છે-તેવું –ભાગવતના દસમાં સ્કંધમાં લખ્યું છે.
(કોઈ પણ માણસ સંધ્યા ન કરે અને છેવટે –સૂર્યને ત્રણ અર્ગ્ય-આપે-ત્રણ પ્રાણાયામ કરે અને 
ત્રણ ગાયત્રી મંત્ર કરે –તો પણ ઘણું. આ પણ ના થાય તો માત્ર ત્રણ પ્રાણાયામથી સ્વાસ્થ્ય સારું રહેશે.
કોઈ પણ શરૂઆત થશે તો આગળ આપો આપ શું કરવું તે સુઝશે.)

વહેલી સવારે આકાશમાં તારા-નક્ષત્રો હોય ત્યારે કરે તે ઉત્તમ સંધ્યા.
નક્ષત્રો દેખાવાના બંધ થાય પણ હજુ સૂરજનારાયણ નીકળ્યા ન હોય તે વખતે કરે તે મધ્યમ સંધ્યા.
અને સૂર્યોદય પછીની સંધ્યા ને અધમ સંધ્યા કહી છે.
(અત્યારના વખતમાં લોકો ૮ વાગ્યા પછી ઉઠતા હોય-તેમને સંધ્યા કરવાનું કહેવાનું કઈ રીતે કહેવું ??)

ગુરુ બૃહસ્પતિ,વામનજી મહારાજ ને બ્રહ્મચર્યાશ્રમનો ઉપદેશ આપે છે.
બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન-મહાપૃરુષ થયા નથી અને થશે પણ નહિ.
લખ્યું છે-કે પુરુષ શરીર ઘીનો ઘડો અને સ્ત્રી-શરીર અગ્નિ છે.
સ્પર્શમાંથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે-
તેણે પરસ્ત્રીને –શરીરથી કે મનથી પણ સ્પર્શ ન કરવો.તે તો ઠીક પણ –એનાથી એ વધુ કડક લખ્યું છે-કે-
લાકડાની બનાવેલી પૂતળીનો સ્પર્શ પણ ન કરવો. પરસ્ત્રીને માતા ગણવી.
અહીં કોઈ સ્ત્રીની નિંદા નથી.જગતમાં જેટલા મહાપુરુષો થાય છે-તેમણે પરસ્ત્રીને હંમેશા માતા ગણી છે.

લક્ષ્મણજીનું એક સરસ ઉદાહરણ છે.
સીતા હરણ પછી –સીતાજીના મળેલા દાગીનામાંથી ગળાનો હાર લક્ષ્મણજીને બતાવી –
રામજી પૂછે છે-કે –લક્ષ્મણ આ હાર તારી ભાભીનો છે?
ત્યારે લક્ષ્મણજી કહે છે-આ હાર મેં કદી જોયો નથી.કારણકે મેં ભાભીના મુખ સામે જોયું નથી.
પણ પગના ઝાંઝર ને ઓળખું છું,કારણકે રોજ તેમના પગના વંદન કરતી વખતે તે મારા જોવામાં આવતાં. !! કેવું આદર્શ બ્રહ્મચર્ય પાલન !!!

કામને જીતવો મુશ્કેલ છે-એટલે બ્રહ્મચર્યના વખાણ કરવામાં આવ્યાં છે.
વ્યાસજી ભાગવતની રચના કરતા હતા –ત્યારે તે શ્લોકો રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને તપાસી જવા માટે આપતા હતા.નવમાં સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ (ભા-૯-૧૯-૧૭)
(ઇન્દ્રિયો એટલી બળવાન છે-કે ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે)

શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું-કે આ શ્લોક રચવામાં વ્યાસજીની ભૂલ થયેલી છે.
શું વિદ્વાન માણસો ને ઇન્દ્રિયો વિચલિત કરી શકે? મને ક્યાં ઇન્દ્રિયો વિચલિત કરી શકે છે?
અહીં ખરેખર – કર્ષતિને બદલે નાપકર્ષતિ (ચળાવી દે છે-ને બદલે નથી ચળાવી શકતી) એમ હોવું જોઈએ.
એટલે સીધા વ્યાસજી પાસે પહોંચી ગયા-પોતાને શ્લોકમાં લાગતી ભૂલની વાત કરી.
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE