More Labels

Dec 13, 2012

ભાગવત રહસ્ય-૧૯૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૮-(આઠમો)-૧૨
જૈમિની ની વાત સાંભળી –વ્યાસજી એ કહ્યું –કે જે લખાણું છે તે બરાબર જ છે. તેમાં ભૂલ નથી.

એક દિવસ એવું બન્યું કે –જૈમિની સંધ્યા કરી-સંધ્યા નું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા.
ત્યાં તેમણે એક સુંદર યુવતી ને ઝાડ નીચે –વરસાદ માં ભીંજાતી ઉભેલી જોઈ.
યુવતીનું રૂપ જોઈ –જૈમિની પ્રલોભન માં પડ્યા.
જૈમિની એ તે સ્ત્રીને કહ્યું –વરસાદ માં પલળવા કરતા ઝૂંપડી માં અંદર આવો.આ ઝૂંપડી તમારી જ છે.

સ્ત્રી એ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે, તેમનો ભરોસો કેમ રખાય ?
જૈમીન કહ્યું-અરે મૂર્ખ, હું પૂર્વમીમાંસા નો આચાર્ય જૈમિનીઋષિ. મારો ભરોસો નહિ ?
મારા જેવા તપસ્વી જ્ઞાની નો ભરોસો નહિ કરો તો કોનો ભરોસો કરશો ?
અંદર આશ્રમમાં આવી વિરામ કરો.

સુંદર સ્ત્રી અંદર આશ્રમ માં આવી અને જૈમિની એ તેને બદલવા કપડા આપ્યાં.
વાતો માં જૈમિની નું મન વધારે લલચાયું. તેમણે સ્ત્રી ને પૂછ્યું કે-તમારાં લગ્ન થયેલાં છે ?
સ્ત્રી એ ના પાડી. એટલે જૈમિની એ તેની સાથે પરણવાની ઈચ્છા બતાવી.

યુવતીએ કહ્યું-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે-કે-જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તેં પર હું સવાર થાઉં,
અને તે મને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાં લઇ જાય –તેની સાથે તે મને પરણાવશે.

અને મારા બાપુજી ને મેં વચન આપેલું છે-કે-મોઢું કાળું કરીને જમાઈ ને હું લઇ આવીશ.

જૈમિની એ વિચાર્યું-ભલે મોઢું કાળું થાય પણ આ તો મળશે ને ?
જૈમિની એ મોઢું કાળું કર્યું !! અને ઘોડો બન્યા-યુવતી તેમના ઉપર સવાર થઇ.

આ પ્રમાણે - વરઘોડો અંબાજી માતાના મંદિર પાસે આવ્યો. મંદિર ના ઓટલે વ્યાસજી બેઠા હતા.
આ દૃશ્ય જોઈ-વ્યાસજી એ જૈમિની ને પૂછ્યું-કે બેટા ,કર્ષતિ કે નાપકર્ષતિ ?
જૈમિની કહે-કર્ષતિ. ગુરુજી,તમારો શ્લોક સાચો છે.

એક ક્ષણ પણ ગાફેલ થયા કે કામ છાતી પર ચઢી બેસે છે.
મોટા મોટા જ્ઞાનીઓ ભુલા પડ્યા તો આપણા જેવા સાધારણ મનુષ્યો ની શું વિસાત ?
તેથી જ  ભર્તૃહરિ એ કહ્યું છે-કે-
“કેવળ ઝાડનાં પાંદડાં અને જળ પીને નિર્વાહ કરતા ઋષિઓ ને પણ કામે થપ્પડ મારી છે-
તો પછી- લૂલી ના લાડ કરનાર,અને નાટકો માં (સિનેમા માં) નિત્ય નટીઓ ના દર્શન કરનાર
આજનો માનવી કહે છે-કે-મેં કામ ને જીત્યો છે- તો તે વાત વાહિયાત છે.”

બ્રહ્મચર્ય પાળનાર શક્તિશાળી બને છે. શ્રીકૃષ્ણ ને દુર્બળતા ગમતી નથી.
“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને”
શ્રુતિ પણ કહે છે-નાયમાત્મા બલ્હીનેન લભ્યઃ (બળવાન ના હોય તેને આત્મા મળતો નથી)

વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે. અને તે પછી વામનજી ભિક્ષા માગવા જાય છે.
જગદંબા પાર્વતી ખુદ ત્યાં પધાર્યા છે. વામનજી કહે છે-  ભગવતી ભિક્ષામદેહી.
પાર્વતી ભિક્ષા આપે છે. વામનજી એ- ભિક્ષા ગુરુજી ને અર્પણ કરી છે.

વામનજી ગુરુજી ને કહે છે-ગુરુજી મને મોટો યજમાન બતાવો.તો વધારે ભિક્ષા લાવીશ.

ગુરુજી કહે છે-નર્મદા કિનારે બલિરાજા મોટો યજ્ઞ કરે છે.તે મોટો યજમાન છે.તને વધારે ભિક્ષા આપશે.

વામનજી એ ત્યાંથી પ્રયાણ કર્યું છે.
પગ માં પાવડી.એક હાથમાં કમંડલ છે-બીજા હાથમાં છત્ર અને દંડ છે. કેવળ લંગોટી પહેરી છે.
કમર પર મુંજ ની મેખલા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે. બગલ માં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ પર બ્રહ્મતેજ છે.

બ્રહ્મતેજ આંખ માં અને લલાટ  (કપાળ) પર હોય છે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE