More Labels

Jan 2, 2013

ભાગવત રહસ્ય-૨૦૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE     
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૯-(નવમો)-૨
વાસનાને વિવેકથી પ્રભુના માર્ગ માં વાળવામાં આવે -તો તે
વાસના જ ઉપાસના બને.અને મુક્તિ મળે.(મુક્તિ મન ની છે,આત્મા તો સદા મુક્ત જ છે)

વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના.


(૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં  (જીભ-વગેરે) માં છે.
આઠમા સ્કંધ માં સંતો ના ચરિત્રો કહ્યા છે, જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે.

(૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે.
આ નવમો  અધ્યાય માં મન -બુદ્ધિ માં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.

મન ના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિ ના માલિક સૂર્યદેવ છે.
આ બંને ની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.

બંને વાસના ઓ ના સંપૂર્ણ વિનાશ વગર “મોહ” નો વિનાશ થતો નથી.
અને મોહ નો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.

જ્ઞાની પુરુષો સંસારમાં સાચું સુખ નથી એવો વારંવાર વિચાર કરે છે.તે વિચારે છે-
શરીર છે,ત્યાં સુધી કદાચ-સુખ-સગવડ ની અપેક્ષા રહે છે,
પરંતુ આ સુખ સગવડ નો અંત –પરિણામ –દુઃખમય છે-એમ માની તેને વિવેક થી ભોગવવા જોઈએ.

આત્મા તો સદા મુક્ત છે.પણ મન-બુદ્ધિ ને મુક્ત કરવાના છે.
મન-બુદ્ધિ માં સૂક્ષ્મ રૂપે રહેલી વાસના નો વિનાશ જલ્દી થતો નથી.

આપણું લક્ષ્યબિંદુ –શ્રીકૃષ્ણ ને મળવાનું છે.ઈશ્વર સાથે એક થવાનું છે.(આત્મા-પરમાત્મા નું મિલન)
ભગવાન સાથે તન્મય થવા માટે –એક થવા માટે-સૂક્ષ્મ વાસના નો વિનાશ કરવા માટે
ભાગવત ની કથા એક સાધન છે. કોઈ પણ સાધન કરો પણ સંસારના વિષયો નું વિસ્મરણ થાય,
અને ઈશ્વર સાથે તન્મયતા થાય- એ જ સર્વ સાધન નું ફળ છે.

સંસારના વિષયો (સ્વાદ-વગેરે) મન માં ન આવે તેને માટે મુક્તિ સુલભ છે.
પ્રભુનું બનાવેલ જગત ભજન માં વિક્ષેપ કરતુ નથી,પણ
મનુષ્યે જે મનથી બનાવેલ જગત છે-તે ભજન માં (સાધનમાં) વિક્ષેપ કરે છે.

મનમાંથી તેણે બનાવેલ-ઉભા કરેલ જગત ને કાઢી નાખવામાં આવે ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં આવશે,
માલિક ની રાસલીલા માં પ્રવેશ મળશે.

કોઈ એક તેલ ની બરણી માં વર્ષો સુધી તેલ ભરવામાં આવ્યું હોય, પછી જો તેને સ્વચ્છ કરવા
બરણી ચારપાંચ વખત ધોવામાં આવે તો પણ તેમાં ચીકાશ રહી જાય છે,
અને કોઈ એવી બીજી સારી વસ્તુ તેમાં ભરવામાં આવે તો તે બગડી જાય છે.

તેવી જ રીતે આ આપણું મસ્તક-બુદ્ધિ  એ બરણી છે.
આ  બરણી માં વર્ષો સુધી કામ-વાસના રૂપી તેલ –આપણે રાખતા આવ્યા છીએ.
આ બુદ્ધિ-રૂપી પાત્ર માં શ્રીકૃષ્ણ રૂપી રસ રાખવાનો છે.
પણ જ્યાં સુધી બુદ્ધિ માં કામ-વાસના ણી સહેજ પણ ચીકાશ હશે ત્યાં સુધી –પ્રેમ રસ તેમાં રહેશે નહિ.
બુદ્ધિ કંચન જેવી ચોખ્ખી થાય ત્યારે જ –પ્રેમરસ,ભક્તિરસ તેમાં ઠરશે.(બગડશે નહિ)

પરમાત્મા બુદ્ધિમાં આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે.
બુદ્ધિમાં જ્યાં સુધી ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી, આનંદ નો અનુભવ થતો નથી.

નવમાં સ્કંધ માં બે પ્રકરણ છે.સૂર્યવંશ અને ચંદ્રવંશનું.

બુદ્ધિ ની શુદ્ધિ માટે સૂર્યવંશ માં રામચંદ્ર જી નું ચરિત્ર કહ્યું અને
મન ની શુદ્ધિ માટે ચંદ્રવંશ માં શ્રીકૃષ્ણ નું ચરિત્ર કહ્યું.

રામાયણ માં રામચંદ્રજી ના ચરિત્ર નું વિગતવાર વર્ણન છે,પણ,
રામચંદ્રજી નું ચરિત્ર –અહીં-ટૂંક માં ભાગવત માં કહ્યું છે,તે એટલા માટે કે-
તે બતાવે છે-કે-
જે રામચંદ્ર જી ની મર્યાદાનું જે પાલન કરે અને કામ ને (રાવણને) મારે તેને જ કન્હૈયો મળે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE     
       NEXT PAGE               
    INDEX PAGE