More Labels

Apr 13, 2013

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-૯૭-અધ્યાય-૧૬

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE      
અધ્યાય-૧૬-દૈવાસુરસંપદ્વિભાગયોગ-૧

આ અધ્યાય માં પ્રાણીઓની (જીવોની) દૈવી અને આસુરી સંપત્તિ નું વર્ણન કરવા માં આવ્યું છે.

સહુ પ્રથમ દૈવી સંપત્તિ વિષે નું વર્ણન છે,
દૈવી સંપત્તિ કે જે –મુમુક્ષુ ને (મોક્ષ પામવા ઈચ્છનારને) સાથીરૂપ થાય છે.
એકબીજાને સહાય કરે એવા પુષ્કળ પદાર્થોના સંચિત  (ભેગા) થયેલા સમુદાય ને સંપત્તિ કહે છે.
એક સ્થળે એકત્રિત થયેલી અને સર્વ ને સુખ આપનારી –સંપત્તિ ને દૈવી-સંપત્તિ કહે છે.

દૈવી સંપત્તિ ધરાવતા - દૈવી ગુણો (લક્ષણો) કયા હોય છે ? (શ્લોક-૧ થી ૩)

(૧) અભય (નિર્ભયતા) –અદ્વૈત (એક) ની ભાવનાથી –સર્વ જગત આત્મસ્વરૂપ છે,એને ભય નથી.
(૨) શુદ્ધ બુદ્ધિ (સત્વસંશુદ્ધિ)-બુદ્ધિ માં સંકલ્પ-વિકલ્પ (દ્વૈત બુદ્ધિ) નો અભાવ.
(૩) સત્ય જ્ઞાન –એક સત્ય-પરમાત્મા માં જ્ઞાન ની સ્થિરતા.
(૪) દાન-મન થી શરુ કરી સંપત્તિ સુધી,પોતાનું સર્વસ્વ આપી ને દુઃખી મનુષ્યો ની (તેમની ઈચ્છા-અનુસાર)
     સેવા કરવાની ભાવના.
(૫) દમ-અતિ કઠિન વ્રતો નું રાત-દિવસ આચરણ કરવું –તે.
(૬) યજ્ઞ-ફળ ની ઈચ્છા-આશા વગર,અને
     ”હું યજ્ઞ નો કર્તા છું”-એવો મન માં ભાવ લાવ્યા વગર યજ્ઞ કરે તે.
(૭) સ્વાધ્યાય-શાસ્ત્રોએ (વેદોએ) જે ઈશ્વરનું વર્ણન કર્યું છે-તે ઈશ્વરની પ્રાપ્તિ માટે –સતત શાસ્ત્રોનો-
    (વેદો નો) અભ્યાસ કરવો અને સ્વ માં રહેલા આત્મા ને ખોળી પરમાત્મા ને ખોળી કાઢવા તે.   
(૮) તપ-બ્રહ્મ-સ્વ-રૂપ(આત્મસ્વ-રૂપ) ની પ્રાપ્તિ કરી લેવા અંતઃ કરણ માં ઉત્પન્ન થયેલા વિવેક થી –
     પ્રાણ,ઇન્દ્રિયો અને શરીર ને ક્ષીણ કરવાનો જે પ્રકાર છે-તે.
(૯) આર્જવ-પ્રાણી માત્ર માં રહેલા પરમાત્મા તરફ સૌજન્ય (મૃદુતા-આદરભાવ) રાખવું તે .
(૧૦) અહિંસા-કાયા (શરીર) વાચા (બોલવાનું) અને મન દ્વારા કોઈનું અહિત ન કરવું તે.
(૧૧) અક્રોધત્વ-ક્રોધ ને ઉત્પન્ન કરવાની ખટપટ થાય છતાં ક્રોધ ઉત્પન્ન ન થાય તે.
(૧૨) ત્યાગ-અહંતા (હું દેહ છું) નો ત્યાગ અને મન માં રહેલા સંસાર નો ત્યાગ.
(૧૩) શાંતિ-જ્ઞાતા (જાણનાર) અને જ્ઞાન  (બ્રહ્મ) નું ઐક્ય જે સ્થાન માં થાય છે-તે –(સચ્ચિદાનંદ)
(૧૪) દયા-દુઃખી મનુષ્ય સારો હોય કે ખરાબ –પણ તેના દુઃખ દૂર કરવાની હંમેશ તૈયાર હોય તે.
(૧૫) અલોલુપતા-કૌતુક ની ખાતર પણ વિષયો ની ઈચ્છા રાખતો નથી –લોલુપ નથી-તે.
(૧૬) કોમળતા-પ્રાણી માત્ર તરફ પ્રેમ દૃષ્ટિ-
(૧૭) અચાપલ્ય-મન અને પ્રાણ ને વશ કરવાથી દશે ઇન્દ્રિયો પાંગળી બને છે-તે.
(૧૮) તેજ-જેના તેજ થી-સહવાસ થી મન ,પોતાની મેળે જ ઈશ્વર પ્રતિ દોડે-તેવો તેજસ્વી પુરુષ.
(૧૯) ક્ષમા-“સર્વ સહન કરનારાઓ માં હું શ્રેષ્ઠ છું” એવો જેને ગર્વ નથી-અને ક્ષમા આપે છે-તે.
(૨૦) ધૈર્ય (ધૃતિ)-ચિત્ત માં વ્યગ્રતા થાય તેવા પ્રસંગોમાં ધૈર્ય ને અચળ રાખે છે-તે.
(૨૧) શૌચ-શરીર ની અંદર અને બહાર ની શુદ્ધિ રાખે.અંતર માં વિવેક અને આચરણ-નિષ્કામ છે-તે.
(૨૨) અદ્રોહ-સ્વાર્થ સાધવા બીજા ના અહિત નો વિચાર નથી કરતો તે.
(૨૩) અમાનિત્વ-લોકો માન આપે ત્યારે જે સંકોચ પામે અને ગર્વ થી ન ફુલાઈ જાય તે.

આ પ્રમાણે દૈવી સંપત્તિ નાં લક્ષણો વર્ણવી બતાવ્યાં છે.(૧થી ૩)

મુખ્ય રીતે-
દંભ (ઢોંગીપણું),ગર્વ (માનીપણું).અભિમાન,ક્રોધ,વ્યર્થ ભાષણ અને અજ્ઞાન- એવા -
લક્ષણો આસુરી સંપત્તિ ના છે...(૪)જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE