Apr 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૬

ક્ષર એટલે કે જે પ્રતિક્ષણે નાશ પામે છે તે-
અગાઉ ના અધ્યાયમાં ક્ષેત્ર (શરીર)-અને પ્રકૃતિ (માયા) નું જે-વર્ણન કર્યું- અને
આ અધ્યાયમાં –વૃક્ષની આકૃતિથી જેનું વર્ણન કર્યું –તે- જેને જગત પણ કહે છે.
તે સર્વે નાશવંત (ક્ષર) છે.

શુદ્ધ ચૈતન્ય (બ્રહ્મ) પોતે “અદ્વૈત” (એક) હોવા છતા –માયા (પ્રકૃતિ)ની ઉપાધિના યોગથી –
દ્વૈતરૂપ (બે) બને છે. અને “આત્મસ્વ-રૂપની વિસ્મૃતિ” થવાથી,તે સર્વ પ્રાણીઓમાં સંચાર કરે છે.
શરીરરૂપી નગરીમાં તે રહે છે-તેથી –અહીં તે શરીરને (ઘડાને) ક્ષર-પુરુષ કહ્યો છે.
ઉપાધિના જોડે તેની તાદામ્યતાથી (શરીર-રૂપી આકાર થવાથી)તેને “ક્ષર” પણાનું આળ ચડાવવામાં આવ્યું છે.

પણ,જે અવિનાશી આત્મા શરીરમાં રહેલો છે-તે “આત્મા”ને –અક્ષર પુરુષ –કહ્યો છે.
આ બીજો જે –અક્ષર પુરુષ -છે-તેને “મધ્યસ્થ” (માટીનો લોંદો) છે.
જેવી રીતે-માટીને ભીજવી અને તેનો લોંદો કરવામાં આવે-તો-
તેનો ઘડો બનાવતાં પહેલાં –જ-તેના “માટીપણા” નો લોપ (નાશ) થયેલો કહેવાય, અને
તે માટીના લોંદાનો આકાર ઘડા (શરીર) જેવો પણ થયો નથી.
તેવી જ રીતે માટીના લોંદાના જેવી (કે જે માટી પણ નથી કે ઘડો (શરીર પણ નથી)
“મધ્યસ્થ” સ્થિતિ આ-અક્ષર પુરુષ -ની છે.

ટૂંક માં –માયાના સંબંધવાળા તે પ્રથમ –ચૈતન્યને –“અક્ષર પુરુષ” કહેચાય છે.

અત્યાર સુધી –બે,પુરુષો –ક્ષર (ઘડો) અને અક્ષર (માટીનો લોંદો) ની વાતો કરી,
પણ હવે જે ત્રીજા (તૃતીય) પુરુષની અહીં વાત કરી છે-તેને “ઉત્તમ પુરુષ કહ્યો છે-
જે પહેલા બે-પુરુષથી જુદો છે.
તે શુદ્ધ ચૈતન્ય છે-અને તે “પરમાત્મા” (બ્રહ્મ) તરીકે ઓળખાય છે.

જે પોતે જ પોતાને પ્રકાશિત કરે છે, (સ્વયંપ્રકાશ) છે,
જેનામાં દ્વૈત (બે) નો સ્પર્શ નથી,
જેનું નિરુપાધિક (ઉપાધિ-માયા વગરનું) સ્વ-રૂપ છે, અને
જે ક્ષર અને અક્ષર થી પર છે, તેથી જ-
વેદો અને લોકો (ત્રણે લોકો)-તેને “પુરુષોત્તમ” કહે છે.

જેનામાં જ્ઞાન-રૂપી સૂર્યનો પ્રકાશ પડેલો હોય છે-તે જ –પુરુષોત્તમને જાણે છે.
આ અત્યંત ગુહ્ય-ગૂઢ શાસ્ત્ર શ્રીકૃષ્ણે કહ્યું,જેને જાણવાથી મનુષ્ય બુદ્ધિમાન અને કૃત-કૃત્ય થાય છે.

અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ-સમાપ્ત



જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE