ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૮૪
લાલા એ તે વખતે ઉપનંદકાકા ને કહ્યું-કે-
કાકા મને તમારી વાંસળી આપો,મારે તમારા જેવી
વાંસળી વગાડવી છે.
ત્યારે ઉપનંદકાકા કહે છે-કે-બેટા મારા જેવી
વાંસળી વગાડતાં તને આવડે નહિ,હું ચાલીસ
વર્ષ થી વાંસળી વગાડું છું.ચાલીસ વર્ષ થી મહેનત
કરું છું –ત્યારે આવી વાંસળી વગાડી શકું છું.
મારી પાસે આ એક જ વાંસળી છે,પણ હું તને જંગલ
માંથી વાંસ કાપીને નવી વાંસળી બનાવી આપીશ.
જંગલ માં ફરતાં ફરતાં લાલાએ વાંસ
બતાવ્યો.ઉપનંદકાકા વાંસ ને કાપવા વાંસ પાસે ગયા,પણ
ત્યાં જઈ ને જોયું તો ત્યાં તો દેવોએ પહેલે થી જ
તૈયાર વાંસળી મૂકી રાખી હતી.
ઉપનંદકાકા ને આશ્ચર્ય થયું અને તેમણે લાલાને
કહ્યું કે-લાલા તારા માટે અહીં કોઈએ વાંસળી,પહેલેથી જ
મૂકી રાખી લાગે છે. લે આ વાંસળી અને હું વાંસળી વગાડું તે જોઈ ને હવે શીખજે.
લાલાએ તરત જ વાંસળી હોઠ પર મૂકી ને વાંસળી
છેડી.(વગાડી).વાંસળી માંથી જે મધુર ધ્વનિ નીકળ્યો,
તે સાંભળી ગાયો હુમ્ભ...હુમ્ભ..કરતી દોડતી આવે
છે.
ઉપનંદકાકા ને ફરીથી આશ્ચર્ય થયું છે કે-આવી
વાંસળી વગાડતાં તો મને પણ આવડતી નથી.
ભગવાન શ્રીકૃષ્ણ આજે મુરલીધર થયા છે. શ્રીકૃષ્ણ
સુંદર વાંસળી વગાડે છે અને
બંસીના સુંદર ધ્વનિ (નાદ) થી જીવમાત્ર નું આકર્ષણ
કરી તેમની પાસે બોલાવે છે,
પણ મોહક વિષયોમાં ફસાયેલા જીવ ને એ ધ્વનિ (નાદ)
સંભળાતો નથી !!!!!!
હવે વત્સાસુર અને બકાસુર નામના રાક્ષસો ના વધ ની
કથા આવે છે.
ભક્તિ ના કિનારે (જમુનાજી ના કિનારે) –ભક્તિ માં
બે વિઘ્નો આવે છે.
(૧) વત્સાસુર=અજ્ઞાન-અંધશ્રદ્ધા (૨) બકાસુર=દંભ
ઘણા અજ્ઞાની-અને માત્ર અંધશ્રદ્ધા વાળા મનુષ્યો
ટીલાં-ટપકાં કરી ને અને માળાઓ પહેરી ને –
ભક્તિ શું છે તેની સમજ પણ ના હોય તો પણ જગતને, “પોતે
મહાન ભક્ત છે” એમ બતાવતા ફરે છે-
છેતરે છે-તે દંભ છે. એમના કરતાં જે નાસ્તિક છે તે
વધુ સારો-કારણ કે તે કોઈ ને છેતરતો નથી.
પણ આવા કહેવાતા “બગ (બગલા) ભગતો” જગત ને ભક્તિ નો દંભ કરી છેતરે છે –તે એક પાપ
અને
ઈશ્વરની ભક્તિ કરતા નથી તે બીજું પાપ-એમ બે પાપ
કરે છે.
બગલો એ દંભ નું પ્રતિક છે.તળાવ માં એક પગે શાંતિ
થી હાલ્યા-ચાલ્યા વગર ઉભો રહે છે પણ જેવી માછલી આવે એટલે તેને લાંબી ચાંચ થી પકડી
લે છે. તેમ –
જગતમાં આવા બગલા ના જેવા દંભી બગ-ભગતો,ભક્તિ કરતા
નથી,પણ ધન-કીર્તિ ના લોભ થી ભરેલા
આવા બગ-ભગતો,જગત ને બતાવે છે કે-પોતે મોટા ભગત
છે.અને જગત ને છેતરે છે.
ભક્તિ ના કિનારે (યમુનાના કિનારે) જ આવો દંભ આવે
તો તે-ભક્તિ નથી.
જેનો સ્વાંગ ઉપરથી સારો છે પણ જેની કરણી મેલી
છે-તે “બકાસુર” છે.
આવા દંભી અને જગત ને છેતરનાર ને ભગવાન મારે છે.
ભગવાન શ્રીકૃષ્ણે વત્સાસુર (અજ્ઞાન-અંધશ્રદ્ધા) અને
બકાસુર (દંભ) –નો વધ કર્યો છે.
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત