Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૮

नैव प्रार्थयते लाभं नालाभेनानुशोचति । धीरस्य शीतलं चित्तममृतेनैव पूरितम् ॥ ८१॥

(તત્વના) અમૃત વડે પૂર્ણ અને શીતલ (શાંત) થયેલું ધીર (જ્ઞાની) પુરુષ ની ચિત્ત (મન)

--લાભની ઈચ્છા રાખતું જ નથી,તેમ જ હાનિ (ગેરલાભ)થી શોકાતુર પણ થતું નથી.(૮૧)

 

न शान्तं स्तौति निष्कामो न दुष्टमपि निन्दति । समदुःखसुखस्तृप्तः किञ्चित् कृत्यं न पश्यति ॥ ८२॥

સુખ અને દુઃખમાં સમાન,સંતોષી અને નિષ્કામ પુરુષ,

--(બીજા) કોઈ શાંત (જ્ઞાની) ને વખાણતો નથી,કે કોઈ દુષ્ટની નિંદા પણ કરતો નથી,

--અને પોતાને કોઈ કર્તવ્ય કરવાનું બાકી છે,એવું પણ જોતો (વિચારતો) નથી.(૮૨)

 

धीरो न द्वेष्टि संसारमात्मानं न दिदृक्षति । हर्षामर्षविनिर्मुक्तो न मृतो न च जीवति ॥ ८३॥

ધીર (જ્ઞાની) પુરુષ,સંસારનો દ્વેષ કરતો નથી,કે આત્માને જોવાની ઈચ્છા પણ રાખતો નથી,

--પરંતુ તે હર્ષ અને દ્વેષ વગરનો હોઈને,તે નથી મરેલો કે નથી જીવતો. (૮૩)

 

निःस्नेहः पुत्रदारादौ निष्कामो विषयेषु च । निश्चिन्तः स्वशरीरेऽपि निराशः शोभते बुधः ॥ ८४॥

પુત્ર,સ્ત્રી વગેરે માં સ્નેહ વગરનો (અનાસક્ત),વિષયો પ્રત્યે નિષ્કામ અને

--પોતાના શરીર પ્રત્યે પણ નિરાશ,એવો નિશ્ચિત થયેલો જ્ઞાની શોભે છે.(૮૪)

 

तुष्टिः सर्वत्र धीरस्य यथापतितवर्तिनः । स्वच्छन्दं चरतो देशान् यत्रस्तमितशायिनः ॥ ८५॥

યથાપ્રાપ્ત વર્તન કરતા,સ્વેચ્છા-અનુસાર ફરતા,અને જ્યાં સૂરજ આથમે ત્યાં સૂતા,

--ધીર (જ્ઞાની) પુરુષને બધે ય સંતોષ છે.(૮૫)

 

पततूदेतु वा देहो नास्य चिन्ता महात्मनः । स्वभावभूमिविश्रान्तिविस्मृताशेषसंसृतेः ॥ ८६॥

પોતાના “સ્વ-ભાવ-રૂપી સ્થાન” માં વિશ્રાંતિ લેવાને લીધે, જેને સમસ્ત જગત ભુલાઈ ગયું છે,

--એવા મહાત્માને દેહ પડો કે પ્રાપ્ત થાઓ,તેની ચિંતા હોતી નથી.(૮૬)

 

अकिञ्चनः कामचारो निर्द्वन्द्वश्छिन्नसंशयः । असक्तः सर्वभावेषु केवलो रमते बुधः ॥ ८७॥

જેની પાસે કશું પણ નથી,જે ઇચ્છાનુસાર ફરે છે,જે નિર્દ્વંદ (દ્વંદ વગરનો) છે, અને,

--જેના શંશય નાશ પામ્યા છે,અને જે સર્વભાવોમાં અશક્ત છે,એવો જ્ઞાની રમણ કરે છે.  (૮૭)

 

निर्ममः शोभते धीरः समलोष्टाश्मकाञ्चनः । सुभिन्नहृदयग्रन्थिर्विनिर्धूतरजस्तमः ॥ ८८॥

મમત્વ-રહિત,માટી,સોના અને પથ્થર ને સમ ગણનાર,અને -જેની, હૃદયની ગાંઠો છૂટી ગઈ છે,તેવો,

--તથા જેણે રજોગુણ તથા તમોગુણ ને દૂર કર્યા છે તેવો ધીર પુરુષ શોભે છે.(૮૮)

 

सर्वत्रानवधानस्य न किञ्चिद् वासना हृदि । मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते ॥ ८९॥

સર્વત્ર અનાસક્ત રહેનારના હૃદયમાં,કશી જ વાસના હોતી નથી,

         --મુક્તાત્મા અને સંતુષ્ટ મનુષ્યની કલ્પના કે સરખામણી કોની જોડે થાય ? (૮૯)

 

जानन्नपि न जानाति पश्यन्नपि न पश्यति । ब्रुवन्न् अपि न च ब्रूते कोऽन्यो निर्वासनादृते ॥ ९०॥

એવા વાસના-રહિત સિવાય બીજો કોણ એવો મનુષ્ય હોઈ શકે કે,જે,

--જાણતો હોવા છતાં જાણતો નથી,જોવા છતાં જોતો નથી,બોલતો હોવા છતાં બોલતો નથી.(૯૦)

 

भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाशोभना मतिः ॥ ९१॥

વસ્તુઓમાંથી જેની “સારી-નરસી” ભાવના દૂર થઇ છે,અને જે નિષ્કામ છે,

--તે ભિખારી હોય કે રાજા હોય તો પણ શોભે છે. (૯૧)

 

क्व स्वाच्छन्द्यं क्व सङ्कोचः क्व वा तत्त्वविनिश्चयः । निर्व्याजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ९२॥

નિષ્કપટ, સરળ અને કૃતાર્થ યોગીને, સ્વચ્છંદતા ક્યાં? કે સંકોચ ક્યાં ?

--અથવા તો “તત્વ”નો નિશ્ચય પણ ક્યાં ? (૯૨)

 

आत्मविश्रान्तितृप्तेन निराशेन गतार्तिना । अन्तर्यदनुभूयेत तत् कथं कस्य कथ्यते ॥ ९३॥

આત્મામાં વિશ્રાંતિ થવાથી,સંતુષ્ટ બનેલા,નિસ્પૃહ અને દુઃખ-રહિત પુરુષ વડે,

--“જે અંદર અનુભવાતું હોય” તે કેવી રીતે કોને કહી શકાય ? (કોણ સમજે?)(૯૩)

 

सुप्तोऽपि न सुषुप्तौ च स्वप्नेऽपि शयितो न च । जागरेऽपि न जागर्ति धीरस्तृप्तः पदे पदे ॥ ९४॥

ધીર પુરુષ સૂતો હોવા છતાં,સુષુપ્તિમાં નથી,સ્વપ્નમાં નથી,

--જાગતો છતાં,જાગૃતિમાં નથી,પણ દરેક ક્ષણે સંતુષ્ટ રહે છે. (૯૪)

 

ज्ञः सचिन्तोऽपि निश्चिन्तः सेन्द्रियोऽपि निरिन्द्रियः । सुबुद्धिरपि निर्बुद्धिः साहङ्कारोऽनहङ्कृतिः ॥ ९५॥

જ્ઞાની ચિંતા-સહિત હોવા છતાં ચિંતા-રહિત છે,ઇન્દ્રિયોથી યુક્ત છતાં ઇન્દ્રિય- રહિત છે,

--બુદ્ધિથી યુક્ત છતાં બુદ્ધિ- રહિત છે,અહંકાર -સહિત છતાં અહંકાર-રહિત છે. (૯૫)

 

न सुखी न च वा दुःखी न विरक्तो न सङ्गवान् । न मुमुक्षुर्न वा मुक्ता न किञ्चिन्न्न च किञ्चन ॥ ९६॥

જ્ઞાની દુઃખી નથી-તેમ સુખી પણ નથી,વિરક્ત નથી –તેમ આસકત પણ નથી,

--મુમુક્ષુ નથી-તેમ મુક્ત પણ નથી,તે નથી કંઈ છે-કે કાંઇ પણ નથી. (૯૬)

 

विक्षेपेऽपि न विक्षिप्तः समाधौ न समाधिमान् । जाड्येऽपि न जडो धन्यः पाण्डित्येऽपि न पण्डितः ॥ ९७॥

એવો ધન્ય-પુરુષ,વિક્ષેપમાં વિક્ષિપ્ત નથી,સમાધિમાં સમાધિવાળો નથી,

--મૂઢતામાં મૂઢ નથી કે પંડિતાઈમાં પંડિત પણ નથી. (૯૭)

 

मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिर्वृतः । समः सर्वत्र वैतृष्ण्यान्न स्मरत्यकृतं कृतम् ॥ ९८॥

મુક્ત પુરુષ જેવી હોય તેવી સ્થિતિમાં શાંત છે,અને કૃતકૃત્ય હોઈ સુખી છે,તેમજ,

--સર્વત્ર “સમ” હોઈ, તૃષ્ણા રહિત-પણાને લીધે કરેલું કે ન કરેલું-કશું- સંભારતો નથી.  (૯૮)

 

न प्रीयते वन्द्यमानो निन्द्यमानो न कुप्यति । नैवोद्विजति मरणे जीवने नाभिनन्दति ॥ ९९॥

જ્ઞાનીને કોઈ વંદન કરે તો ખુશ થતો નથી, કે કોઈ નિંદા કરે તો ચિડાતો નથી,

--તે (જ્ઞાની) મરણથી ઉદ્વેગ (દુઃખ) પામતો નથી કે,જીવનથી હર્ષ પામતો નથી.(૯૯)

 

न धावति जनाकीर्णं नारण्यमुपशान्तधीः । यथातथा यत्रतत्र सम एवावतिष्ठते ॥ १००॥

તેવો શાંત બુદ્ધિ વાળો,લોકોથી વ્યાપ્ત દેશમાં પણ જતો નથી,કે ભાગી ને જંગલમાં પણ જતો નથી,

--પણ, જ્યાં જે સ્થિતિમાં હોય ત્યાં તે સમ-ભાવથી (અનાસક્ત થઇ) રહે છે.(૧૦૦)


પ્રકરણ-૧૮-સમાપ્ત      PREVIOUS PAGE
     NEXT PAGE