પ્રકરણ-૧૯
જનક
કહે છે કે-
આપના
તત્વ-જ્ઞાન ના ઉપદેશ થી,મારા હૃદય માંથી અનેક પ્રકારના,
--સંકલ્પ-વિકલ્પ
રૂપી તીરો (કાંટાઓ) મારા પોતા વડે જ ખેંચી કઢાયા છે. (૧)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
--ધર્મ
શું ?અર્થ શું ?કામ શું ?વિવેક શું?દ્વૈત શું ? કે અદ્વૈત શું ?(હવે કશું રહ્યું
નથી) (૨)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
ભૂતકાળ
શું? ભવિષ્યકાળ શું?વર્તમાનકાળ શું ?દેશ શું ?કે નિત્યતા પણ શું ?(હવે કશું રહ્યું
નથી) (૩)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
--આત્મા
શું?અનાત્મા શું?શુભ શું?અશુભ શું ? ચિંતા શું? કે ચિંતારહિતપણું શું ? (હવે કશું રહ્યું
નથી) (૪)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
--સ્વપ્ન
શું?સુષુપ્તિ,જાગ્રત કે તુરીય અવસ્થા શું?અને ભય પણ શું ? (હવે કશું રહ્યું નથી) (૫)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
--દૂર
શું કે નજીક શું ? બાહ્ય નું કે અંદર નું શું? સ્થૂળ કે સૂક્ષ્મ શું ? (હવે કશું રહ્યું નથી) (૬)
પોતાની
મહિમા માં સ્થિત થયેલા મારા માટે હવે,
--મૃત્યુ
કે જીવન કેવું ?લોકો અને લૌકિક વ્યવહાર કેવો? લય કેવો કે સમાધિ કેવી ? (હવે કશું નથી)
(૭)
હું
આત્મા માં વિશ્રાંતિ પામેલો હોઈ (આત્મા ના આનંદ માં નિમગ્ન થયેલો હોઈ)
--ત્રિવર્ગ
(ધર્મ-અર્થ-કામ) ની વાત બસ થઇ ગઈ (વાત પતી ગઈ)
--યોગ
ની અને વિજ્ઞાનની વાત પણ બસ થઇ ગઈ. (૮)
પ્રકરણ-૧૯-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૨૦