શત-શ્લોકી-06-(આદિ) શંકરાચાર્ય રચિત
આમ
આ જગત ની પહેલાં “ભાવ-રૂપ” અજ્ઞાન જ હતું. અને
જેમ-દૂધ
ની અંદર પાણી હોય છે છતાં –તે પાણી દેખાતું નથી,
તેમ-એ
અજ્ઞાન (માયા) માં આ જગત હતું.પણ તે (અજ્ઞાન થી-માયાથી) ઢંકાઈ ને દેખાતું નહોતું.
પણ
અનાદિ કાળ થી –નિરંતર અનુસરતાં જગતનાં “બીજ-રૂપ” મનો એ-કરાવેલાં “કર્મો” થી
પરમાત્મા
ને જગત રચવાની “ઈચ્છા” ઉપજી.
તેના
કારણે,અજ્ઞાન (માયા) માંથી જ “નામ ને રૂપ” વાળું આ જગત પેદા થયું છે.(૨૫)
આ
માયા (અજ્ઞાન) ની ચાર ખાસિયતો છે.
પહેલાં,
તો આ માયા નિત્ય નવી સ્ત્રી હોય એમ લાગ્યા કરે છે.(માયા કદી જૂની થતી નથી)
બીજું,
આ માયા બહુ ચતુર છે,કારણ કે-એ ના થઇ શકે તેવાં કામ પણ કરી બતાવે છે.
ત્રીજું,એ
શરૂઆત માં ઘી જેવી આકર્ષક લાગે છે. અને
ચોથું,આ
માયા વેદોએ સમજાવેલ આત્મ-જ્ઞાન ને પોતાની “આવરણ-શક્તિ” ઢાંકી દે છે.(ભુલાવી દે છે)
આ
માયામાં “જીવ=આત્મા અને ઈશ્વર=પરમાત્મા”- એ બે મહાપુરુષો પક્ષીઓ ની જેમ રહે છે,
અને
બધું જોયા કરે છે (દ્રષ્ટા ની જેમ) (૨૬)
એ
બે પક્ષીઓમાંથી એક (ઈશ્વર-પરમાત્મા) તો કોઈનો સંગ કરતુ નથી,અને
બીજું
જીવ અજ્ઞાન રૂપી (માયા-રૂપી) સમુદ્રમાં ડૂબેલું છે,અને પોતાનું સ્વ-રૂપ (આત્મા ને)
ભૂલી જઈ,
જગત
ના વિવિધ આકાર રૂપ આભાસ જોયા કરે છે.
પણ
જયારે એ જીવ પોતાની બુદ્ધિથી પોતાનું સ્વ-રૂપ (આત્મા) બરાબર જુએ છે (દ્રષ્ટા),
ત્યારે
માયા તેને છોડી દે છે,અને એ પોતે પણ માયા ને ત્યજી દે છે.
આ
રીતે આત્મા અને પરમાત્મા એક જ છે છતાં વિદ્વાનો (પંડિતો) અજ્ઞાનીઓ ને સમજાવવા –
એ
“એક” (પરમાત્મા) ને પોતાની વાણી થી જુદા જુદા કલ્પે છે.(૨૭)
આત્મા,
જન્મ વખતે કોઈ ઠેકાણે થી આવતો નથી,અને મરણ
પછી ક્યાંય જતો નથી. કારણ કે-
આત્મા
તો આકાશ ની પેઠે સર્વ-વ્યાપક અને અખંડ તત્વ છે.
પરંતુ
સૂક્ષ્મ-શરીર માં રહેલું મન જ જન્મ વખતે સ્થૂળ-શરીર માં આવે છે,
અને
મરણ પછી બીજે ક્યાંય જાય છે.
સ્થૂળ-શરીર
જાડું-પાતળું થાય,તેથી મન જાડું-પાતળું થતું નથી, માત્ર મરણ વખતે એ મન,
પોતાના
સંસ્કારો સાથે,ઇન્દ્રિયો અને પ્રાણ ને લઇ ચાલ્યું જાય છે.અને
ફરી
જન્મ વખતે તેની સાથે જ બીજા સ્થૂળ-શરીર માં આવે છે. (૨૮)