Oct 1, 2013

Sat-Sloki-Gujarati-05

શત-શ્લોકી-05-(આદિ) શંકરાચાર્ય રચિત


જે મનુષ્ય પોતાને ઘેર આવેલા ગરીબ યાચકો ને અન્ન આપે છે,તે જ આ જગતમાં દાતા કહેવાય છે.
તેને યજ્ઞ કરવા ભરપૂર અન્ન મળે છે અને તેનો કોઈ દુશ્મન હોતો નથી.પણ,
જે મનુષ્ય પોતાની સેવા કરતા આશ્રિત કે નોકર-ચાકર ને અન્ન આપતો નથી,કે
અન્ન ની ઈચ્છાવાળા પોતાના મિત્ર ને પણ અન્ન આપતો નથી તે તેનો મિત્ર નથી.
એ લોભી ની પાસેથી અન્ન તેના વિરોધીઓની પેઠે ચાલ્યું જવા ઈચ્છે છે. (ચાલ્યું જાય છે)(૨૧)

આત્મ-સ્વ-રૂપ ના અજ્ઞાનથી જ આ જગત છે,આત્મ-સ્વ-રૂપ નું જ્ઞાન થાય પછી જગત છે જ નહિ.
આ નિયમ બ્રહ્મા થી માંડી દરેક જીવ માટે છે,આમ વેદો કહે છે.
જેમ છીપ માં ભ્રમ થવાથી (અજ્ઞાનથી) તે ચાંદી લાગે છે,પણ એ છીપ નું જ્ઞાન થાય અને ભ્રમ ટળે,
ત્યારે ચાંદી છીપ માં જ સમાઈ જાય છે,અને દેખાતી નથી.(કારણકે છીપ માં ચાંદી હોતી જ નથી)
એ રીતે જ અજ્ઞાન અવસ્થામાં બ્રહ્મ જગતમાં સમાઈ જાય છે અને
જ્ઞાન અવસ્થામાં જગત બ્રહ્મ માં સમાઈ જાય છે.  (૨૨)

આ જગત જે હાલ દેખાય છે -તે –પહેલાં આકાશ ના ફુલ ની જેમ તુચ્છ હોવાથી,(આકાશ માં ફુલ હોઈ શકે નહિ) જગત જેવી કોઈ અસત્ વસ્તુ હતી જ નહિ,
આ જ રીતે જગત પહેલાં બ્રહ્મ (સત્) સિવાય કોઈ અસત્ પદાર્થ (વસ્તુ) પણ હતો જ નહિ.પણ,
સત્ અને અસત્ –એ બંને થી જુદી વસ્તુ (માયા) જ વ્યવહાર નું કારણ હતી.
એટલે કે-આમ-એ વખતે (પહેલાં) આ જગત (લોક) પણ નહોતું,કે વિરાટ આકાશ પણ નહોતું,
પણ જેમ કોઈ જાદુગર ના જાદુ થી જમીન ઉપર પાણી ના હોવાં છતાં પાણી દેખાય છે,(કે જે ખરી રીતે છે જ નહિ-મિથ્યા- છે) તેમ આ (મિથ્યા) જગત શું શુદ્ધ આત્મ-સ્વ-રૂપ ને ઢાંકી શકે?(નહિ જ)  (૨૩)

જેમ સૂર્ય માં રાત્રિ કે દિવસ છે જ નહિ,તે રાત્રિ-દિવસ (પૃથ્વી ની ઉપાધિ ને લીધે) આપણો દૃષ્ટિ-દોષ જ છે.
એમ આત્મા એ બ્રહ્મ-રૂપ અને એક જ હોવાથી,તેને સંસાર-રૂપ બંધન થયું જ નથી.તો મોક્ષ ક્યાંથી હોઈ શકે?
આ જગતની પહેલાં --પ્રાણ વગેરે થી રહિત (સિવાયનું) માત્ર બ્રહ્મ જ હતું.

પછી માયા ના કારણે તે બ્રહ્મ, ઈશ્વર-રૂપ (કર્તા) બન્યું.અને
એ જ બ્રહ્મ (પરમાત્મા) જયારે માયા થી ઢંકાઈ ગયું ત્યારે
તે જીવ-રૂપે (આત્મા=પરમાત્મા અને મનુષ્ય શરીર=માયા) થયું.(૨૪) 

PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE