More Labels

Jan 26, 2014

Gujarati-Ramayan-Rahasya-36-ગુજરાતી-રામાયણ-રહસ્ય-36

બીજી બાજુ અંદર શયન કરી રહેલા ભગવાને લક્ષ્મીજી ને કહ્યું કે-બહાર સનત્કુમારો આવ્યા છે અને ઝગડો ચાલતો હોય તેવું લાગે છે,મારા દ્વારે આવી ને ક્રોધ કરે છે એટલે તે અંદર આવવાને લાયક નથી.પણ તેમના પર અનુગ્રહ કરી ને હું જ તેમને બહાર જઈને દર્શન આપીશ.

ભગવાન લક્ષ્મીજી સાથે બહાર પધારે છે પણ સનત્કુમારો ને નજર આપતા નથી.જીવ ને કરેલાં પાપ નો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી.સનત્કુમારો વંદન કરે છે,પણ ભગવાન તેમના સામું પણ જોતા નથી.સનત્કુમારો ને પોતાની ભૂલ સમજાય છે કે –ક્રોધ કર્યો તે ભૂલ કરી.પાર્ષદો તેમની ફરજ બજાવતા હતા તેમના પર ક્રોધ કરવાનું ઉચિત નહોતું.પણ ભગવાન ના દર્શન ની ઉત્કંઠામાં વિઘ્ન થયું અને ક્રોધ થઇ ગયો.

તેમણે ભગવાન પાસે માફી માંગી.તેમ છતાં ભગવાન ઘર (વૈકુંઠ) ની અંદર બોલાવતા નથી.
સનત્કુમારો કારણ સમજી ગયા “હજી અમારામાં ઉણપ છે,હજી અમારે તપશ્ચર્યા કરવાની જરૂર છે”
ભગવાન ને પ્રણામ કરી તેમણે ત્યાંથી વિદાય લીધી.

સનત્કુમારો ના ગયા પછી ભગવાને જય-વિજય ને કહ્યું કે-સનત્કુમારો નો શાપ છે એટલે મિથ્યા થાય નહિ,તમારા ત્રણ અવતારો થશે.પણ તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઈશ.મારા હાથે જ તમારો ઉદ્ધાર થશે.સનત્કુમારો ને તમે રોક્યા,ને તમને શાપ આપ્યો-આ બધું મારી ઈચ્છા પ્રમાણે જ થાય છે.
અને આ સર્વ મારી જ લીલા છે.

જય-વિજય નો પહેલો જન્મ હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ તરીકે થયો,બીજા જન્મ માં રાવણ-કુંભકર્ણ તરીકે અને ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ત્ર તરીકે થયો.

હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિ એટલે કે લોભ નો અવતાર છે.હિરણ્યકશિપુ એ ભોગ નો અવતાર છે.
હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું અને હિરણ્યકશિપુ એ બહુ ભોગવ્યું.લોભ વધે એટલે ભોગ વધે,ભોગ વધે એટલે પાપ વધે. કહેવાય છે કે લોભ ને થોભ નથી.
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ  ને મારવા ભગવાન ને વરાહ અને નૃસિંહ –એમ બે અવતાર લેવા પડ્યા.રાવણ-કુંભકર્ણ (કામ) ને મારવા રામાવતાર અને શિશુપાલ-દંતવક્ત્ર  (ક્રોધ) ને મારવા
કૃષ્ણાવતાર લીધો. આમ કામ (રાવણ) અને ક્રોધ (શિશુપાલ) ને મારવા એક એક અવતાર પણ
લોભ (હિરણ્યાક્ષ) ને મારવા બે અવતાર લેવા પડ્યા.તે બતાવે છે કે લોભ ને મારવો કેટલો કઠણ છે!!!

ભક્તિમાર્ગ નો મોટામાં શત્રુ લોભ છે.જ્ઞાનમાર્ગ નો શત્રુ ક્રોધ અને કર્મમાર્ગ નો શત્રુ કામ છે.
વૃદ્ધાવસ્થા માં ઘણાને ડહાપણ આવે છે પણ જુવાની માં જે ડાહ્યો થયો તેનું ડહાપણ સાચું.
શંકરાચાર્યજી કહે છે- “અંગમ ગલિતમ,પલિતમ મુંડમ,દશનવિહીનમ જાતમ તુંડમ”
અંગ ગળી ગયા,ને મોં બોખું થઇ ગયું,માથા ના વાળ ખરી પડ્યા,તો યે ડોસા નો લોભ જતો નથી.
આ લોભ ભક્તિ નો નાશક છે.ક્રોધ જ્ઞાનનો અને કામ સત્કર્મ નો નાશ કરે છે.

દશરથ રાજા ના પૂર્વ જન્મ ની કથા એવી છે કે-
સ્વાયંભુવ મનુ મહારાજ અને રાણી શતરૂપા વૃદ્ધાવસ્થા થતાં પુત્ર ને રાજપાટ સોંપી વનમાં ગયા.
અને કઠોર તપશ્ચર્યા કરી.ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે-મન ને ગમે તે વરદાન માગો.
ત્યારે મનુ મહારાજે કહ્યું-હું તમારા સમાન પુત્ર ઈચ્છું છું.
પ્રભુ એ કહ્યું કે હું મારો સમોવડિયો ક્યાં ગોતવા જાઉં?હું જ તમારો પુત્ર થઇ ને આવીશ.
“આપું સરિસ ખોજો કહ જાઈ,નૃપ તવ તનય હોબ મેં આઈ”
પ્રભુ એ રાણી શતરૂપા ને કહ્યું કે તમે કંઈ માગો. ત્યારે રાણી એ કહ્યું કે-પતિ ની ઈચ્છા તે મારી ઈચ્છા.
પ્રભુ ને પુત્ર રૂપે પામી હું આપનું ઈશ્વરત્વ ભૂલું નહિ એટલો વિવેક આપો,આપની અનન્ય ભક્તિ આપો.

પ્રભુ એ તથાસ્તુ કહી પોતાનો સંકલ્પ જાહેર કર્યો,” હું તમારી અભિલાષા પુરી કરીશ,મારી પ્રતિજ્ઞા
સત્ય છે,સત્ય છે,સત્ય છે”

“પુરઉબ મેં અભિલાષા તુમારા.સત્ય સત્ય સત્ય મન સત્ય હમારા” 
એ મનુ મહારાજ પછી ના જન્મ માં અયોધ્યાના રાજા દશરથ થયા અને રાણી શતરૂપા કૌશલ્યા થયાં.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE