More Labels

Mar 17, 2014

Gujarati-Ramayan-Rahasya-75-ગુજરાતી-રામાયણ-રહસ્ય-75

વશિષ્ઠ ના ગયા બાદ શ્રીરામ સીતાજી ને આ રાજ્યાભિષેક ની વાત કહેવા ચાલ્યા,સીતાજી તે વખતે માતા કૌશલ્યા ના ભવન માં ગયા હતા.શ્રીરામ પણ કૌશલ્યના ભવન માં આવ્યા.
માતાજી તે વખતે દેવમંદિરમાં હતા અને પ્રભુના ધ્યાન માં લીન હતાં.
સુમિત્રા માતા,સીતાજી અને લક્ષ્મણ માતાજી ની સેવામાં ઉભા  હતા.
રામચંદ્રે દેવમંદિર માં પ્રવેશ કરી માતાજી ને પ્રણામ કર્યા.કૌશલ્યાજી હજુ પ્રાર્થના કરી રહ્યા હતાં.“પ્રભુ મારા પુત્ર રામને રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ.” તેમના મુખમાંથી નીકળેલા શબ્દો સહુ ને સંભળાયા.

માતાજી એ આંખો ખોલી અને જોડે રામજી ને ઉભેલા જોઈ પોતાની નજીક બોલાવ્યા.
રામજી એ કહ્યું કે-માતાજી,આવતીકાલે પિતાજી મારો રાજ્યાભિષેક કરવાના છે,ને ગુરુજીએ મને અને સીતા ને દર્ભ ની સાદડી પર સુવાનું ને ઉપવાસ કરવાનું કહ્યું છે.
આ સાંભળતાં જ કૌશલ્યા ના આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.
પછી રામચંદ્રજીએ લક્ષ્મણ ની સામે જોઈ કહ્યું કે-હે, લક્ષ્મણ પિતાજી મને ગાદીએ બેસાડે છે,એટલે તુ એવું ના સમજતો કે હું રાજા ને તુ કાંઇ નહિ.આ રાજ્યશ્રી તને પ્રાપ્ત થઇ છે તેમ સમજજે.તુ મને અત્યંત પ્રિય છે,મારા પ્રાણ અને આ રાજ્ય હું તારા માટેજ ઈચ્છું છું,તુ તો મારો બીજો અંતરાત્મા છે.

લક્ષ્મણ ને આમ કહી,બંને માતાઓ ને પ્રણામ કર્યા.
હવે સાંજ પાડવા આવી હતી,એટલે રામચંદ્રજી અને સીતાએ સ્નાન કરી સંધ્યા કરી,હોમકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરી હુત દ્રવ્ય ની આહુતિ આપી અને રાત્રે દર્ભ ની સાદડી પર શયન કર્યું.

રાજ્યાભિષેક ના ખબર શહેર ના ખૂણે ખૂણે ફરી વળ્યા હતા.લોકો ના આનંદ નો કોઈ પાર નહોતો.
કૌશલ્યા જી પણ આનંદમય બની ને દેવગૃહ ની બહાર આવતા જ “વધાઈ-વધાઈ” ની બૂમો પાડતી
દાસી સામે મળી.કૌશલ્યા એ તરત જ પોતાના ગળા માંથી મોતીનો હાર કાઢી ને એને આપ્યો.

મહાત્માઓ કહે છે કે-કોઈ સર્વ રીતે સુખી થાય તે કાળને ગમતું નથી,દશરથ રાજા ના સુખ ને પણ કાળ ની નજર લાગી.દેવો કહે-રામચંદ્ર રાજા થશે તો પછી રાવણ ને કોણ મારશે? રાક્ષસો ના ત્રાસ ને કોણ નિવારશે? માટે રાજ્યાભિષેક માં વિઘ્ન આવે તેવું કંઈક કરવું જોઈએ.
તેમણે વિઘ્ન ની દેવી વિઘ્નેશ્વરી ને પ્રાર્થના કરી.
 દેવો એ કહ્યું કે-મા, રામજી ના રાજ્યાભિષેક માં વિઘ્ન કરો. અને વિઘ્નેશ્વરી દેવી ચમક્યાં.
તે કહે છે કે-રામના રાજ્યાભિષેકમાં? રામ તો મારા માલિક છે.

દેવોએ કહ્યું કે-રામ અમારા યે માલિક છે,વિઘ્ન પણ તેમની ઈચ્છા થી જ કરવાનું છે,એથી રામજી ને કંઈ સુખ-દુઃખ થવાનું નથી.તેઓ તો આનંદ-સ્વ-રૂપ છે.દશરથજી ને દુઃખ થશે,પણ તેમણે સદગતિ મળવાની છે.દેવો ના હિત માટે તમારે આ કામ કરવાનું છે.
તો યે વિઘ્નેશ્વરી નું મન માનતું નથી,અંતે તે તૈયાર થયા.અને “ભલે,જાઉં” કહી ને ઉપડ્યાં.

પણ જવું ક્યાં?ઝાડ કાપવા કુહાડી જોઈએ પણ હાથા વગરની કુહાડી ના ચાલે,હાથો તો જોઈ એ જ.
વિઘ્નેશ્વરી એ વિઘ્ન ઉભું કરવા એવો હાથો શોધવા માંડ્યો.
શોધતાં શોધતાં તેમની નજર કૈકેયી ની દાસી મંથરા પર પડી.
મંથરા કૈકેયી ની વહાલી દાસી હતી,ને પિયરથી તે પોતાની સાથે તે લાવેલી.કૈકેયી તેનું ખૂબ માન રાખતી.વિઘ્નેશ્વરી દેવીએ મંથરાને હાથો બનાવવાનું નક્કી કર્યું.

મંથરા કૈકેયી ના મહેલ ની અગાસી પર લટાર મારવા નીકળી છે,અને તેં જોયું તો નગર શણગારાતું હતું,
ત્યાં તેને સામેના કૌશલ્યા ના મહેલની અગાસી પર તેમની દાસીને જોઈ,એટલે તેને શહેર કેમ શણગારાય છે? તેનું કારણ પૂછ્યું. આ પ્રશ્ન સાંભળી કૌશલ્યા ની દાસી હસી પડી અને કહે છે –કે-
તને ખબર નથી?કાલે રામચંદ્રજી નો રાજ્યાભિષેક થવાનો છે,દેખ મને કૌશલ્યા માં એ મોતી ની માળા
વધાઈમાં આપી.આમ કહી “તને કંઈ નહિ” કહી એણે ડીંગો દેખાડ્યો.

કૌશલ્યા ની આ દાસીએ મંથરા ના મન માં સુતી પડેલી ઈર્ષ્યા ની આગ ને પ્રજ્વલિત કરી મૂકી.
અને એ નાનકડી ચિનગારી આખા ગામને બાળી મુકવા તૈયાર થઇ ગઈ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE