More Labels

Apr 17, 2014

Gujarati-Ramayan-Rahasya-106-ગુજરાતી-રામાયણ-રહસ્ય-106

રામજી ને વિચારમાં પડેલા જોઈ ને લક્ષ્મણ ના મન માં કુભાવ આવ્યો,તે બોલી ઉઠયાકે-હું સમજુ છું કે ભરત લશ્કર લઈને કેમ આવે છે !!તમે ભલા-ભોળા ને સરળ છે,એટલે તમે બધાને પણ તમારા જેવા ભલા,ભોળા ને સરળ સમજો છો.પણ ભરત એ તમારા જેવો નથી,ગાદી મળી એટલે તે ધર્મની મર્યાદા ભૂલી ગયો છે,તેણે સત્તાનો મદ ચડ્યો છે,એ તમને શત્રુ સમજે છે ને શત્રુ નો સમૂળગો નાશ કરવા અહીં લશ્કર લઈને આવે છે.

પણ,આજ લાગી તેની (ભરતની) છેડછાડ સહન કરી પણ હવે તે હું સહેવાનો નથી.
હું રામજી નો સેવક છું ને ધનુષ્ય મારા હાથમાં છે.હાથી ઝાડ ને તોડી નાખે તેમ હું એનો નાશ કરીશ.
કૈકેયી પરનો ક્રોધ આજ લગી મેં દબાવી રાખ્યો છે,પણ આજે એ ક્રોધાગ્નિ ને છૂટો મુકીશ,ભલે ને આજે વન લોહીથી  રંગાઈ જાય.

બોલતાં બોલતાં લક્ષ્મણજી જુસ્સામાં આવી ગયા,એમણે જટા બાંધી,કમરે ભાથો બાંધ્યો,ધનુષ્ય સજ્જ કર્યું,
ને હાથમાં બાણ લીધું.
ત્યારે રામજી એ લક્ષ્મણ ને હાથ પકડી નીચે બેસાડ્યા.ને ટાઢા પાડતાં કહ્યું કે-
લક્ષ્મણ,વિદ્વાનો કહે છે કે-કોઈ પણ કામ પુરો વિચાર કર્યા વિના ઉતાવળે કરવું જોઈએ નહિ,નહિતર પાછળથી પસ્તાવા નો વારો આવે છે.કોઈના પણ વિષે ઘસાતું માની લેવું એ નીતિ નથી.
તારી વાત સાચી છે કે-રાજમદ ભલભલાને અંધ બનાવી દે છે,પણ,લક્ષ્મણ, હું ખાતરીથી કહું છું કે-
ભરતને મદોન્મત બનાવવાની રાજમદ માં તાકાત નથી.અરે,ભરતને બ્રહ્મલોક નું રાજ્ય મળે તો પણ એને મદ થાય તેમ નથી.

ભરત પર મને એટલો વિશ્વાસ છે કે-કદાચ,અંધારું સૂરજ ને ગળી જાય,કદાચ,વાદળાં આકાશ ને ભરખી ખાય,અને કદાચ,મચ્છરની ફૂંકે મેરુ (પર્વત) ઉડી જાય પણ ભરતને કદી રાજમદ થાય જ નહિ.
લક્ષ્મણ,હું તારા અને પિતાજી ના સોગંધ ખાઈને કહું છું કે-ભરત જેવો ભાઈ થયો નથી અને થશે નહિ.
“લખન તુમ્હાર સપથ પિતુ આના,સુચિસુબંધુ નહિ ભરત સમાના.”

આ બાજુ ભરતજી ભૂખ,થાક ને ચિંતા થી કૃષ્ થઇ ગયા છે,પણ રામના સ્મરણ થી તેમનામાં બળ આવે છે,
જાણે રામથી તે ખેંચાતા જાય છે. વશિષ્ઠજી ની રાજા લઇ તે સંઘ ને પાછળ રાખી આગળ થયા છે.
પણ હજુ ચાલતાં ચાલતાં વિચાર કરે છે કે-મારું કાળું મોં હું રામજી ને કેવી રીતે બતાવીશ?રામજી મને જોઈ ને મોં ફેરવી લેશે તો? પણ તરત જ એનું દિલ કહે છે કે-રામજી એવું કદી કરે જ નહિ.એમને મારા પર અપાર પ્રેમ છે.તેઓ મને જરૂર અપનાવશે.

પણ પાછું સંકલ્પ-વિકલ્પ કરનારું મન કહે છે કે-પણ ભાભી રામજી ને મના કરશે તો?
અને તરતજ પાછું તે જ મન કહે છે કે-
ના,ના,ભાભી એવું કદી કરે જ નહિ,સીતાજી ના હૃદયમાં રામજી બિરાજ્યા છે,
બસ આમ વિચારો કરતાં ને “રામ રામ સીતારામ” બોલતાં ભરતજી આગળ વધે છે.
ભરતજી નો રામજી પ્રત્યે નો અનન્ય પ્રેમ જોઈ પશુ-પંખી,અરે,જડ એવાં વૃક્ષ-વેલ પણ પ્રેમ-નિમગ્ન બની જાય છે.સાથે ચાલતા નિષાદરાજ પણ ભરતની આ ભાવ-વિભોર દશા જોઈ તન નું ભાન ભૂલી ગયા છે.

દૂર વૃક્ષઘટા દેખાઈ,નિષાદરાજ કહેવા લાગ્યો,પેલું ઝાડો નું ઝુંડ દેખાય છે?પેલો વડલો દેખાય છે?
ત્યાં રામજી ની જે પર્ણકુટી દેખાય છે તે મેં રામજી માટે ઉભી કરી આપી હતી.
પર્ણકુટી આગળ તુલસી ની વાડી છે,તેમાં કેટલાક છોડ સીતાજી એ અને કેટલાક લક્ષ્મણજી એ રોપ્યા છે.
ને પેલા વડ ની છાયામાં સીતાજી એ સુંદર વેદિકા બનાવી છે.

પ્રભુ ની સેવા કરવાનો ભક્ત ને કેટલો આનંદ છે! નિષાદરાજ ની સેવાની વાત સાંભળી ને ભરતજી પણ હર્ષથી ઘેલા બની જાય છે ને નિષાદરાજ ને ભેટી પડે છે-કહે છે-તું મહા ભાગ્યશાળી છે.
ભરત-શત્રુઘ્ન નિષાદરાજ ની પ્રેમથી ભરપૂર વાણી સાંભળે છે ને તેમના આંખો માં આંસુ આવે છે,
નિષાદરાજ પણ ભાવમાં ડૂબ્યા છે,ને પગદંડી ભૂલી ને બીજે રસ્તે ચડી જાય છે.

પ્રભુ ના પ્રેમમાં આમ,ચેતન જડ બની જાય છે ત્યારે જડ (પગદંડી) જાણે ચેતન બની જાય છે ને કહે છે કે-
અહીં નહિ-અહીં નહિ. અને નિષાદરાજ પાછા ખરા રસ્તા પર આવી જાય છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE