More Labels

Apr 5, 2014

Gujarati-Ramayan-Rahasya-94-ગુજરાતી-રામાયણ-રહસ્ય-94

તુલસીદાસજી હકે છે કે-તે વનવાસીઓ પર રામજી ના દર્શન ની,રામ-નામ ની  એટલી બધી અસર થઇ હતી કે, લોકો કંદમૂળ-ફળ વગેરે ના પડિયા ભરી ભરીને રામજી ના દર્શન કરવા ચાલ્યા આવતા હતા.
જાણે દરિદ્રો સોનું લુંટવા ચાલ્યા.રામ-દર્શન નું સોનું લુંટવા મળ્યું એટલે એમણે બીજી લૂંટ-ફાટ છોડી દીધી.

રામચંદ્રજી પણ આ વનવાસીઓ નો ખૂબ પ્રેમથી સત્કાર કરે છે,એમની સાથે હેત-પ્રીત થી વાતો કરે છે.વનવાસીઓ ના સુખ નો-આનંદ નો પાર નથી.
વનવાસીઓ રામજી ને કહે છે-કે-રામજી,અમારાં ભાગ્યે જ તમને અહીં ખેંચી લાવ્યા છે.તમારાં પગલાં થી
અમારી ધરતી ધન્ય બની છે,તમે અહીં જ રહો,અમે રાત-દિવસ તમારી સેવા કરીશું.
અહીં ની કેડી-કેડી ના ભોમિયા થઇ અમે તમને બધું બતાવીશું.
નાના બાળક ની જેવા ભોળા વનવાસીઓ ની શ્રદ્ધા-ભરી વાણી ને રામજી સાંભળી રહે છે.

તુલસીદાસજી પણ મુગ્ધ થઇ ને રામજી ની આ લીલા નું વર્ણન કરે છે.તેઓ કહે છે કે-
રામનાં પગલાંથી આ વન ની શોભા એવી ફરી ગઈ કે ,કૈલાશ,સુમેરુ,હિમાલય જેવા દેવો ના નિવાસ વાળા પર્વતો પણ ચિત્રકૂટ નો જશ ગાવા લાગ્યા.વિંધ્યાચલ ખુશ ખુશ હતો કારણકે વિના શ્રમે તેણે આવી મોટાઈ મળી હતી.આ વન ની શોભા હું શું વર્ણવું? હું ખાબોચિયા નો કાચબો મંદરાચળ કેમ કરી ઉઠાવી શકું?

કોઈ વાર અયોધ્યા નું સ્મરણ થતા રામજી ની આંખો ભરાઈ આવતી.માતા-પિતા અને ભરત નો પ્રેમ તે ભૂલી શકતા નહોતા.રામચંદ્રજી ને જોઈ લક્ષ્મણજી અને સીતાજી પણ વ્યાકુળ થઇ જતા.
ત્યારે રામજી સ્વસ્થ થઇ ને લક્ષ્મણ જી અને સીતાજી ને પવિત્ર કથા-વાર્તાઓ કહેતા.
ધીરે  ધીરે ચિત્રકૂટનું વન સૌન્દર્ય રામજી ને ગમી જાય છે,અને તે જોઈ ને હવે તે આનંદ પામે છે.
અયોધ્યા છોડ્યા નું અને સર્વ ની યાદો નું દુઃખ ધીરે ધીરે વિસારે પડે છે.

રામજી,સીતાજી ને કહે છે કે-આ રમણીય પર્વત જોઈ ને મારા સુખ નો પાર નથી,અહીં અનેક વર્ષ રહેવું પડે તો પણ મને દુઃખ ન થાય.હવે તો મને અયોધ્યા કરતાં પણ ચિત્રકૂટ વધુ આનંદ આપે છે.
બાળપણ થી જ મને વનવાસ ની હોંશ હતી તે હવે પુરી થઇ.

પ્રકૃતિ-સૌન્દર્ય ની વચ્ચે રહી એકાંતમાં નિવૃત્ત જીવન ગાળવાનો આનંદ અનેરો છે.
એટલે તો ઋષિ-મુનિઓ લોકો થી દૂર એકાંત માં આશ્રમ બાંધી ને રહેતા હતા.
શાસ્ત્ર માં પણ વાનપ્રસ્થાશ્રમની આજ્ઞા કરેલી છે તે પણ આ કારણે જ .

બીજી તરફ,રામચંદ્રજી ને પર્ણકુટી બાંધી આપીને નિષાદરાજ ગુહ રામની આજ્ઞા થતાં શુંગવેરપુર પરત આવે છે,અને આવીને જુએ છે તો,મંત્રી સુમંત્ર સુનમુન થઇ –હે રામ હે રામ –બોલતાં વિલાપ કરતા હતા.
રથના ઘોડા પણ રામચંદ્ર ગયા એ દિશા માં મોં કરી ને શૂન્ય નજરે જોઈ રહ્યા હતા.પગ આગળ તાજા લીલા
ઘાસનો ઢગલો  એમ ને એમ પાડ્યો હતો.ઘોડાઓ ઘાસ ખાતા નહોતા અને પાણી પણ પીતા નહોતા.
ગુહે આવીને સુમંત્ર ને રામજી ના ચિત્રકૂટ ના નિવાસના ખબર કહ્યા ને પછી તેમને સમજાવી ને અયોધ્યા જવા અને રામજીના સમાચાર આપવા, રથમાં બેસાડ્યા,પણ સુમંત્ર તો રથમાં પણ જાણે ઢગલો થઇ ને નીચે પડી ગયા.ગુહ ને થયું કે આવી હાલતમાં સુમંત્ર રથ હાંકી શકશે નહિ,એટલે તેણે પોતાના ચાર માણસોને
રથમાં ચડાવ્યા અને સુમંત્ર ની સંભાળ રાખવાનું કહ્યું.

ઘોડા પણ રામજી ને છોડીને અહીંથી જાણે પરત જવા તૈયાર ના હોય તેમ વારંવાર ઠોકરો ખાઈને પડી જતા હતા. રામજી ની દિશા તરફથી જાણે તે પોતાનું મોં ફેરવવા માગતા નહોતા.ફરી ફરી ઉભા થઇ ને તે
શ્રી રામ ગયા હતા તે દિશા તરફ જોતાં હતા.નિષાદોએ તેમના કાનમાં રામ-સીતાનું નામ - બોલી ને તેમની ચેતના ને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો અને ધીરે ધીરે તેમને અયોધ્યા બાજુ લઇ જવા નો પ્રયત્ન કર્યો.

સુમંત્ર હજુ બેભાન જેવી અવસ્થામાં જ વિલાપ કરતા કરતા કહે છે કે-ઘોડા જેવું પ્રાણી પણ,પોતાના માલિક છોડી ને ગયા છે તો આવા વ્યાકુળ થાય છે, તો રામજી ના માત-પિતાની શું હાલત હશે? રામજી નો  વિયોગ તેમને કેટલો સાલતો હશે?તેમને જઈ ને હું શું જવાબ દઈશ? ધિક્કાર છે મને.
કૈકેયી ના કહેવાથી હું રામજી ને ત્યાં ન લઇ ગયો હોત તો આજે આ દિવસ જોવા વેળા ન આવત.
હું જ અપજશ નું કારણ બન્યો.અરે,મારા પ્રાણ કેમ છૂટી જતા નથી?PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE