Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૭૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આંતર-સમાધિ ની પેઠે બાહ્ય-સમાધિ ની પણ જરૂર છે.

જેમ પૂર્વોક્ત ‘ત્રણ’ સમાધિ યત્ન-પૂર્વક હૃદયમાં કરાય છે,તે જ પ્રકારે,
હૃદય થી બહારના પ્રદેશમાં પણ દ્વૈતભાવ દૂર કરવા માટે સમાધિ કરવી જોઈએ. (૮૭૮)

હવે તેનો પ્રકાર સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
સચ્ચિદાનંદ-રૂપ લક્ષણ વાળું,પરબ્રહ્મ –એ અધિષ્ઠાન (સર્વ નો મૂળ આશ્રય) છે.
તેમાં નામ-રૂપ વાળું આ જગત અધ્યાસ (અજ્ઞાનથી કલ્પી કાઢેલું-ખોટું) પામેલું ભાસે છે.
સત્-ચિત્-આનંદ એ ત્રણ બ્રહ્મ ના સ્વરૂપો છે. અને નામ-રૂપ-એ બે અધ્યાસ પામેલાં જગતનાં સ્વરૂપો છે.

આ સત્-ચિત્-આનંદ-નામ-રૂપ---એ પાંચે ને ભ્રમ થી એક-રૂપ કરી મૂર્ખાઓ એને ‘આ જગત છે’ એમ કહે છે.

જેમ,શીતળતા,ધોળાશ,રસ,પ્રવાહી-પણું અને તરંગ –એ પાંચ ને એક કરી ‘આ તરંગ છે’ એમ કહે છે,
પણ ખરી રીતે તરંગ કોઈ વસ્તુ છે જ નહિ,મૂળ તો જળ જ છે.,
તે પ્રમાણે જગત એ કોઈ વસ્તુ છે જ નહિ,મૂળ તો બ્રહ્મ જ છે.
બ્રહ્મ જ સત્ વસ્તુ છે,અને તેમાં જગત ના નામ-રૂપ નો આરોપ જ કરાયો છે.કે જેનો ત્યાગ કરી,
માત્ર સ્વરૂપ (બ્રહ્મ) ને જ ગ્રહણ કરવું. આ પહેલી બાહ્ય સમાધિ છે.

મુમુક્ષુ, બ્રહ્મ માંથી નામ-રૂપ ને અલગ કરીને તેઓનો એ બ્રહ્મ માં જ લય કરી દે છે,અને પછી,
સચ્ચિદાનંદ અને સર્વ ના મૂળ,અધિષ્ઠાન (આશ્રય-સ્થાન રૂપ) જે અદ્વૈત પરબ્રહ્મ બાકી રહે છે,
તે જ-- હું છું એવા નિશ્ચિત રૂપવાળો થાય છે.  (૮૭૯-૮૮૫)

આ પૃથ્વી સત્ નથી,પાણી સત્ નથી,તેજ સત્ નથી,વાયુ સત્ નથી,આકાશ સત્ નથી, -અને-
આ પાંચે ભૂતો નાં જે કર્યો છે તે પણ સત્ નથી.
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે, તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું.  (૮૮૬)

શબ્દ સત્ નથી,રૂપ સત્ નથી,સ્પર્શ સત્ નથી,રસ સત્ નથી,ગંધ સત્ નથી,-
કે બીજો કોઈ પણ પદાર્થ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું   (૮૮૭)

દ્રવ્યો નો સમૂહ સત્ નથી,ગુણો સત્ નથી,ક્રિયાઓ સત્ નથી,જાતિ સત્ નથી,વિશેષ (ભેદ) સત્ નથી,
અને તે સિવાયનો બીજો કોઈ પદાર્થ પણ સત્ નથી,
પરંતુ એ સર્વનું જે અધિષ્ઠાન-ભૂત –અતિ શુદ્ધ- તત્વ- છે,તે જ –
એક સત્ –અને સર્વથી પર છે-અને તે સત્ હું જ છું  (૮૮૮)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE