Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૩૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જે મનુષ્ય અતિ શ્રદ્ધા અને ભક્તિથી ગુરૂનું તથા ઈશ્વરનું,આત્મ-સ્વ-રૂપે નિરંતર ભજન કરે છે,અને
નિત્ય ક્ષમા-ગુણ વાળો હોય છે,તેનું ચિત્ત નિર્મળ થાય છે. (૩૬૭)

સજ્જન લોકો નું અન્ન,ઈશ્વરનું પૂજન,શ્રેષ્ઠ પુરુષો ની સેવા,તીર્થાટન,પોતાના આશ્રમ-ધર્મ માં શ્રદ્ધા,
“યમ” માં આશક્તિ,અને “નિયમ” નું અનુસરણ-
આટલાં ચિત્ત ને નિર્મળ કરનારાં છે,એમ અનુભવી વિદ્વાનો કહે છે. (૩૬૮)

કડવા,ખાટા,ખારા,અતિ ગરમ,તીખા,લુખા,અત્યંત દાહ કરનારા,દુર્ગંધી અને વાસી પદાર્થો નો ત્યાગ-
એ સત્વ-ગુણ ને ઉત્પન્ન કરવા સમર્થ થાય છે.  (૩૬૯)

સાત્વિક પુરાણો સાંભળવાથી,સાત્વિક વસ્તુ સેવવાથી,અને સજ્જનોને અનુસરવાથી,
સત્વ-ગુણ વળી વૃત્તિ ઉપજે છે. (૩૭૦)

જેનું ચિત્ત વિષયો-રહિત હોય અને જેનું હૃદય શીતલ-શાંત હોય,તેનું,સર્વ જગત મિત્ર બને છે,
અને મુક્તિ તેની હથેળીમાં જ રહે છે.(૩૭૧)

જે મનુષ્ય હિતકારક પ્રમાણસર ભોજન કરે,નિત્ય એકાંત સેવે,એક જ વાર યોગ્ય હિત વચન બોલે,
અતિ અલ્પ નિંદ્રા અને વિહાર કરે,દરેક નિયમો બરોબર પાળે,અને જે કાળે જે કરવાનું કહ્યું છે તે બરાબર કરે,તે આ લોકમાં જલ્દી ઉત્તમ પ્રકારની ચિત્ત ની નિર્મળતાને પામે છે. (૩૭૨)

“ચિત્ત ની નિર્મળતા” વિના બંધન ને કે પરમાત્મા-રૂપ તત્વ ને મનુષ્ય જાણી શકતો નથી.
અને એ તત્વ ના જ્ઞાન વિના હજારો કે કરોડો જન્મે પણ મુક્તિ મળતી નથી. (૩૭૩)

વિષયો પર પ્રીતિ થવાથી જે મન ની પ્રસન્નતા ઉપજે તે બંધન-રૂપ છે,પણ,
વિષય-ઉપર વૈરાગ્ય થવાથી,જે મનની પ્રસન્નતા ઉપજે છે,એ સંસાર-રૂપ બંધનથી છોડાવનાર મુક્તિ છે.
માટે એવી પ્રસન્નતા મેળવવાને વિદ્વાન મનુષ્યે,વિષય-વાસના વાળા મન નો ત્યાગ કરવો જોઈએ.(૩૭૪)

પાંચ (મહા) ભૂતો ના જ રજોગુણ ના અંશોથી,પાંચ કર્મેન્દ્રિઓ,ઉત્પન્ન થઇ છે. (૩૭૫)

આકાશ-વગેરે ભૂતો ના સમસ્ત-રજોગુણના અંશોથી,ક્રિયા-સ્વરૂપ,પ્રાણ-વગેરે વાયુઓ ઉત્પન્ન થયા છે,
એ પાંચે શરીર ના અંદરના વાયુઓ છે.(૩૭૬)PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE