More Labels

May 8, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૭

પંચવટી એટલે પાંચ-પ્રાણ.અને આ પાંચ પ્રાણમાં પરમાત્મા વિરાજે છે.
લોકો કહે છે કે- પ્રભુ દર્શન આપતાં નથી,પણ પ્રભુ જો દર્શન આપે તો પ્રભુ નું તેજ સહન કરવાની શક્તિ,આપણા “ચર્મ-ચક્ષુ” (આંખો) માં નથી,એટલે માટે,તો ભગવાને અર્જુન ને પોતાનું અસલી સ્વ-રૂપ નું દર્શન કરાવતાં પહેલાં “દિવ્ય ચક્ષુ” નું પ્રદાન કર્યું હતું.(અને તેમ છતાં અર્જુન વ્યાકુળ થયો હતો!!)
માટે જ મહાત્માઓ કહે છે કે-પ્રભુ નું સ્વ-રૂપ ભલે હૃદયમાં ના આવે પણ રામ-નામ છોડશો નહી.

જેમ આયનો મેલો હોય તો તેમાં પ્રતિબિંબ દેખાતું નથી,
તેમ હૃદય મેલું હોય ત્યાં સુધી,પ્રભુનું પ્રતિબિંબ દેખાતું નથી.( (પ્રભુ નું દર્શન થતું નથી.)
જેમ શિશ-મહેલ માં ચારે બાજુ અને છત પર પણ અરીસા ના કાચ ના ટુકડા જડ્યા હોય છે અને તે
સર્વ કાચ ના ટુકડાઓ,માં એક સાથે પ્રતિબિંબ પડે છે,
તેમ આ દુનિયા અને દુનિયા ના સર્વ જીવો એ કાચ ઘરના અરીસા ના ટુકડા જેવા છે,અને તે સર્વ માં
પરમાત્મા નું એક સાથે પ્રતિબિંબ પડે છે.

આ વસ્તુ દેખાતી કે સમજાતી નથી તેમાં દોષ આપણી દૃષ્ટિ નો છે,દોષ આપણી બુદ્ધિ નો છે.
પરમાત્મા અને જીવ ની વચમાં આ બુદ્ધિ આવી ને પોતાનું આગવું ડહાપણ ડહોળે છે,તે મુસીબત છે.

પરમાત્મા તો આનંદ સ્વ-રૂપ છે,તે આનંદ-સ્વ-રૂપ ને અંતરમાં ઉતારવાનું છે.
પરમાત્મા ના આનંદ સ્વ-રૂપ નું જ ભક્તો સદા ચિંતન કરતા હોય છે,ભક્તો ના આધાર અને આશા,
કેવળ પરમાત્મા જ છે.સાચો ભક્ત માનવી ની આશા કદી રાખતો નથી ને ઈશ્વર ની આશા કદી છોડતો નથી.આશા છોડે તો ભક્તિ થાય નહિ.પ્રભુ ક્યારે મળશે? એવો પ્રશ્ન ભક્ત ને કદી થતો જ નથી.

બે સાધુ ઓ તપસ્યા કર્તા હતા.ત્યાં નારદજી જઈ ચડ્યા.બંને સાધુઓએ નારદજી ને પ્રાર્થના કરી કે-
“મહારાજ,આપ તો ભગવાન નું હૃદય છો,અમારી વતી જરા ભગવાનને પૂછી જોશો કે,
અમને તેમનાં દર્શન ક્યારે થશે?” નારદજી કહે કે-“ભલે”
પછી નારદજી ભગવાન ને જયારે મળ્યા ત્યારે તેમની આગળ,એ બે સાધુઓનો પ્રશ્ન રજુ કર્યો.
ત્યારે ભગવાને જવાબ આપ્યો કે-પેલો જે વડલા હેઠળ,ઉંધે માથે તપ કરે છે,એણે કહેજો કે હું,બાર વર્ષે તેને
દર્શન આપીશ,અને બીજો તે પીપળાના ઝાડ નીચે “પ્રભુ-પ્રભુ” કરી ને મારા વિયોગ માં બળે છે,તેને કહેજો કે-એ પીપળા નાં જેટલાં પાન છે,તેટલાં વર્ષે હું તેને દર્શન આપીશ.

નારદજી એ પાછા આવી બંને સાધુઓ ને ભગવાન નો જવાબ કહ્યો.
ત્યારે વડલા નીચે ઉંધે માથે તપસ્યા કરનારો કહે છે કે-બાપ,રે,હજુ બાર વર્ષ?ભગવાન પણ કેવા છે?કે
આટલી બધી લાંબી રાહ જોવાનું કહે છે? તેની ધીરજ રહી નહિ ને તપસ્યા છોડી દીધી.

પીપળા-વાળો સાધુ તો જવાબ સાંભળતાં જ એકદમ આનંદ માં આવી ગયો, અને નાચવા લાગ્યો.
અને કહે છે કે-પીપળા ના પાન જેટલા વરસે ,પણ ભગવાન તો મને મળશે ને? ભગવાને મળવાની હા,પાડી,હે પ્રભુ,તમારી કૃપા નો,તમારી દયા નો કોઈ પાર નથી.
આટલું બોલતાં બોલતાં તેની આંખોમાંથી અશ્રુ-પ્રવાહ વહી ચાલ્યો,અને પ્રભુ ની દયાના સ્મરણ માં દેહ-ભાન ભૂલી ગયો.અને તેને પ્રભુ નાં તે જ ક્ષણે દર્શન થઇ ગયાં.

નારદજી વિચારમાં પડી ગયા,કે આ પ્રભુ પણ કેવા છે?તેમને કોઈ ગણત્રી આવડે છે ખરી?
તેમણે જઈ ને પ્રભુ ને ફરિયાદ કરી કે-“ખરા છો તમે,અભી બોલા-અભી ફોક?”
ત્યારે ભગવાને કહ્યું કે- મેં જે કહ્યું હતું તે સાચું જ હતું,પણ મારો તે ભક્ત શ્રદ્ધા-ભાવે,એવો મારા-મય બની ગયો કે-પીપળા ના પાન જેટલાં વર્ષો નું અંતર એક પળમાં પુરુ થઇ ગયું,અને મારે આવી ને હાજર થવું
પડ્યું.પણ પેલા ઉંધે માથે તપસ્યા કરનારા ની ધીરજ બાર વર્ષ સાંભળી ને છૂટી ગઈ,અને હવે તેને
બાર વર્ષ તો શું,બાર લાખ વર્ષ સુધી પણ મારાં દર્શન નહિ થાય.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE