More Labels

Jun 18, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૮

સુંદરકાંડ માં શ્રીરામનું બહુ વર્ણન આવતું નથી.પણ હનુમાનજી ની ને સીતાજીની કથા મુખ્ય છે.
હનુમાનજી “સેવા” નું સ્વરૂપ છે,અને સીતાજી “પરા-ભક્તિ” નું સ્વરૂપ છે.
આમ,સુંદરકાંડમાં સેવા અને પરાભક્તિ નો મહિમા ગાયો છે.
જેમ,હનુમાનજી લંકા જતાં વચ્ચે આરામ કરવા ક્યાંય રોકાતા નથી,
તેમ,પ્રભુના કામ માં જોડાયેલો માનવી,નથી આરામ કરતો કે નથી આળસ કરતો.

જીભ ના જે સ્વાદ કરે છે તેને સુરસા ખાય છે.પણ,જીભના સ્વાદ જેને નથી તેની આગળ સુરસા ની હાર થાય છે.આ સંસારમાં સુરસા ની (જીભના સ્વાદની) ઘણી બોલબાલા છે.
ચારે તરફ લોકો ખાવા-પીવા પાછળ જાણે પાગલ બન્યા છે.વિવેક ને ભૂલીને,સમય-કસમયે,
ભક્ષ્ય કે અભક્ષ્ય (જે ના ખાવા જોઈએ તેવા) ભેદ જોયા વિના –સ્થાન કે અસ્થાને-ગમે ત્યાં-
બસ લૂલી નાં (જીભ નાં) લાડ લડાવ્યે જાય છે.
એમના જીવન ની સાર્થકતા જાણે –ખાવા-પીવામાં જ છે.ચટાકેદાર ખાવું,એ જ એમના જીવન નો હેતુ છે.
પછી એમને સુરસા ના ખાય તો બીજું શું થાય?તેઓ ક્યારના યે સુરસાનો કોળિયો થઈને જ બેઠેલા છે.

હનુમાનજી આગળ વધે છે,ત્યાં રસ્તામાં બીજી સિંહીકા નામની રાક્ષસી નો ભેટો થાય છે,તેનો નાશ કરી ને
પાછા આગળ વધવા લાગ્યા.હવે દુરથી તેમણે લંકા નગરીને પર્વત ના શિખર પર વસેલી જોઈ.

બગીચાઓ,જળ સરોવરો,અને મોટી ઈમારતો,ચારે બાજુ કિલ્લાથી ઘેરાયેલી અને ખાઈ થી રક્ષાયેલી તે લંકા-નગરી ના દરવાજા પર સોનાની કારીગીરી,અને આગળ સોનાના હાથી મુકેલા હતા.
આખી નગરીમાં જાણે જ્યાં જુઓ ત્યાં સોનું જ વપરાયેલું હતું એટલે જ લંકા સોનાની બનેલી છે.તેમ કહેવાતું.
રાજા રાવણના મહેલના વૈભવનું તો શું કહેવું?તેનું વર્ણન કરવામાં તો પાનાં ભરાઈ જાય.
રાજમહેલ ની વચમાં રાવણનું પોતાનું વિમાન (પુષ્પક) તો પૃથ્વી પર નું શ્રેષ્ઠ વિમાન હતું.

વિલાસી રાવણનો વૈભવ ને તેની વિલાસી સોનાની લંકાનું પણ શું કહેવું?
રાવણ શક્તિશાળી હતો,ધર્મ-શાસ્ત્રો નો જ્ઞાતા હતો,શંકર નો ભક્ત હતો,બ્રાહ્મણ-કુળમાં જન્મેલો હતો,
પણ વિલાસી અને અભિમાની હતો,અધિક પડતા ધને તેને વિવેકહીન બનાવ્યો હતો,
અને મનુષ્ય જયારે વિવેક ચુકે ત્યારે તેનું પતન થતાં વાર લાગતી નથી.

ભર્તૃહરિ કહે છે કે-સ્વર્ગમાંથી ગંગાજી નું પતન થયું,ભલે ને શિવજી ના મસ્તક પર પણ તે પડ્યાં તો ખરાંને? શિવજી ના મસ્તક પરથી નીચે,તેનાથી નીચે એમ કરતાં છેવટે ખારા સમુદ્રમાં જઈ ને પડ્યાં.
આમ, જે,વિવેક ચૂક્યો તે પડ્યો,અને પડ્યો એટલે ગયો....પછી તેનું જ્ઞાન,ડહાપણ કે જીવ્યું નકામું છે.

શક્તિશાળી માણસો,પોતાની શક્તિ નો ઉપયોગ કેવળ શરીર ના સુખ માટે કરે છે ત્યારે તેઓ કેવા-
હીન અને મતિ-ભ્રષ્ટ થઇ જાય છે તેનું રાવણ ઉદાહરણ છે.
સોનું,રૂપું,હીરા –વગેરે કિંમતી પદાર્થો ની કેવળ માલિકી મનુષ્ય ને સુખી કરી શકતી નથી,
ઉલટું,તે અનેક દુઃખો અને અંતિમ વિનાશના કારણ-રૂપ બને છે.

હનુમાનજીએ વિચાર કર્યો કે-લંકા નગરીની ફરતો રાક્ષસો નો મોટો ચોકી-પહેરો છે,એટલે દિવસે તો
શહેરમાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો,તેથી સૂક્ષ્મ-રૂપ ધરીને તેમણે રાત્રે શહેરમાં પ્રવેશ કર્યો.
પણ રાવણ નો ચોકી પહેરો કંઈ જેવો તેવો નહોતો......PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE