More Labels

Jul 21, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ  “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથ નાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.


“સત્ય અને શીલ”-એ વિજયરથ ની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,કે જે-
“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.
”ભક્તિ” (ઈશ્વરનું ભજન) એ વિજયરથ ને હાંકનાર  “સારથી” છે.

“વૈરાગ્ય” એ “ઢાલ” છે,”સંતોષ” એ “તલવાર” છે,”દાન” એ “પરશુ” છે.”બુદ્ધિ” એ “પ્રચંડ શક્તિ” છે,
“વિજ્ઞાન” એ “ધનુષ્ય” છે,”નિર્મળ અને અચળ મન” એ “ભાથો” છે.
“શમ,દમ,યમ,નિયમ” એ “બાણો” છે,અને “સદ-ગુરૂ-કૃપા” એ અભેદ્ય “કવચ’ છે.

આવો ધર્મ-રૂપી વિજય રથ જેની પાસે હોય તેની સામે લડવાની હામ ભીડે તેવો જગતમાં કોઈ શત્રુ નથી,
તેને કોઈ શત્રુ તેને હરાવી શકતો નથી તો પછી રાવણ નો તો શો વિસાત !!
શ્રીરામની આ વાત સાંભળી,વિભીષણ ના મુખ પર સંતોષ નું હાસ્ય આવ્યું ને તેણે રામજી ના પગ પકડી લીધા.તેને ખ્યાલ આવી ગયો કે,આ ધર્મ-અને અધર્મ વચ્ચે નું યુદ્ધ છે,અધર્મ ગમે તેટલું જોર કરે પણ તે ધર્મ સામે ટકી રહેનાર નથી.
જેને ધર્મ ના પક્ષે “બળ” ના દેખાતું હોય તો તેમાં “ધર્મ” નો કોઈ દોષ નથી,દોષ જોનાર નો છે.

શ્રીરામે વિભીષણ ને જે ઉપદેશ કર્યો તેને મહાત્માઓ “ધર્મ-ગીતા” પણ કહે છે.
અને શ્રીરામ ના આ “વિજયરથ” ને-“ધર્મરથ” કે-“રામરથ”-પણ કહે છે.

આજના યુદ્ધમાં બંને બાજુના યોદ્ધાઓ અત્યંત ખુમારીથી ભરપૂર બન્યા હતા.
વાનરોના મનમાં ખુમારી હતી કે-અમારો પક્ષ ધર્મ નો છે,અને અમે જીતવાના જ છીએ.
જયારે રાક્ષસો ને તેમના બાહુબળ ની ખુમારી હતી,જો કે જીત વિશે તેમને શંકા હતી.
બંને પક્ષો એક બીજા પર પોતાનાથી બને તેટલું બળ અજમાવી અને એક બીજાનો નાશ કરવામાં
પડ્યા હતા.

રાવણ લક્ષ્મણ તરફ ધસી ગયો,અને પોતાના પુત્ર ઇન્દ્રજીત ને મારનાર,લક્ષ્મણ ને જોઈને,
અત્યંત ક્રોધમાં આવી તેણે વેર લેવા જોરદાર ધસારો કરીને બાણો નો વરસાદ વરસાવી,
લક્ષ્મણજીને એકવાર તો મુર્છાવશ કરી નાખ્યા.પણ થોડા વખતમાં જ સ્વસ્થ થઇ ને લક્ષ્મણજી
રાવણની સામે યુદ્ધે ચડ્યા.તેમનો સાથ આપવા હવે શ્રીરામ આવી પહોંચ્યા.
અને રામ-અને રાવણ હવે સામસામા આવી ગયા.

ઇન્દ્ર વગેરે દેવો પણ રામ-રાવણ નું યુદ્ધ જોવા આવ્યા હતા.
પાર્વતી ને શિવજી કહે છે કે-હું પણ તે વખતે ત્યાં હાજર હતો.
ઇન્દ્ર ને થયું કે શ્રીરામ પગપાળા લડે તે સારું નહિ,એટલે તેણે પોતાનો રથ મોકલ્યો.અને  એ રથ પર સવાર થઇ રામ રાવણ ની સ્સામે લડવા આવ્યા હતા.

શ્રીરામને સામે આવેલા ઉભા જોઈ ને રાવણે કહ્યું કે-આજે તુ જીવ બચાવવા કેવો દોડે છે? એ બધા જ જોશે.
શ્રીરામે કહ્યું કે-જગતમાં ત્રણ પ્રકારના પુરુષો હોય છે.
એક કેવળ બકવાદ કરે છે,એ કહે છે બહુ -પણ કશું કરતો નથી,
બીજો કહે છે અને કરે પણ છે,જયારે ત્રીજો કેવળ કરે છે,મોઢેથી કશું બોલતો નથી.
તુ આમાં પહેલા પ્રકારનો પુરુષ છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE