જયારે આ અવસ્થાએ -એટલે કે-અસંપ્રજ્ઞાત-કે ચેતનાતીત-અવસ્થાએ પહોંચાય છે-ત્યારે સમાધિ "નિર્બીજ" થાય છે.નિર્બીજ સમાધિ શબ્દથી -એ કહેવા માગે છે કે-આગળ બતાવેલી-જે સમાધિમાં ભાન રહે,ચિત્તમાંના તરંગો શાંત થઇને તે દાબેલા રહે છે.તે સમાધિમાં તરંગો "સંસ્કાર" ના સ્વરૂપમાં રહે છે.કે જે યોગ્ય સમય આવતાં તરંગોનુ સ્વરૂપ લે છે.એટલે કે-તે તરંગ-સંસ્કાર-રૂપી "બીજ" તો રહે જ છે,(તેનો અંકુર ફૂટે પણ ખરો)
પણ,જયારે આ બધા સંસ્કારોનો નાશ થઇ જાય,મનનો સંપૂર્ણ પણે નાશ થઇ જાય (અવ્યકત થઇ જાય)
પણ,જયારે આ બધા સંસ્કારોનો નાશ થઇ જાય,મનનો સંપૂર્ણ પણે નાશ થઇ જાય (અવ્યકત થઇ જાય)
ત્યારે મનમાં સંસ્કાર-રૂપી બીજો રહેતાં નથી-એટલે એ સમાધિ "નિર્બીજ-સમાધિ" કહેવાય છે.
અને આમ જયારે સંસ્કાર-રૂપી બીજો રહેતાં નથી-ત્યારે- સંસાર-રૂપ-વૃક્ષ ફરી પેદા થતું નથી,
કે નથી થતી જન્મ-મરણની અનંત ઘટમાળ......આ સર્વ થી મુક્તિ મળી જાય છે.
અહીં કદાચ કોઈને (તર્કથી) પ્રશ્ન થાય કે-
જેની અંદર મનનો સંપૂર્ણ અભાવ હોય,જ્ઞાનનો સંપૂર્ણ અભાવ હોય,તેવી કોઈ અવસ્થા હોઈ શકે ખરી?
જેમ,આકાશમાં તેજનાં અતિશય મંદ-કંપનોની સ્થિતિ ને "અંધકાર" કહેવામાં આવે,
મધ્યમ કંપનોની સ્થિતિ ને "પ્રકાશ" કહેવામાં આવે, અને અતિ-ઉચ્ચ કંપનો ની સ્થિતિ પણ પાછી "અંધકાર" થઇ જશે.(અતિ-પ્રકાશમાં આંખો અંજાઈ અંધકાર થાય છે)
તેમ,"અજ્ઞાન" એ નીચામાં નીચી અવસ્થા છે,"જ્ઞાન" એ વચલી અને "જ્ઞાનાતીત" એ સર્વોચ્ચ અવસ્થા છે.
"જ્ઞાનાતીત" એટલે કે જ્ઞાનના સંપૂર્ણ અભાવની અવસ્થા,અને
નીચલી "અજ્ઞાન" અવસ્થાના બંને છેડા સરખા (અજ્ઞાન વાળા) દેખાય છે.(પણ તે સાચું નથી)
જ્ઞાન-પોતે એક મિશ્રણ -એક રચના કરાયેલી સંયોજક વસ્તુ છે-તે સાચું તત્વ નથી.
હવે પ્રશ્ન થાય કે-આવી વધુ ઉચ્ચ સમાધિના નિરંતર અભ્યાસ નુ પરિણામ શું હોઈ શકે?
સોનામાંથી મેલ (ભેગ) કાઢી નાખવા માટે વપરાતાં રસાયણો જેવો આ કિસ્સો છે.જેમ,
કાચા સોનાને.રસાયણો મેળવીને જયારે ગાળવામાં આવે છે ત્યારે,મેલ પણ રસાયણો જોડે બળી જાય છે,
તેમ,આ નિરંતરની ચિત્ત ની નિરોધ-શક્તિ -એ પૂર્વ ના સંસ્કારો ને અટકાવી દેશે,અને
સાથે સાથે સારા સંસ્કારોને પણ અટકાવશે,પછી-એ સારા-નરસા સંસ્કારો એક બીજાને દબાવશે,
અને પરિણામે આત્મા-એકલો (સારા-નરસાથી અલિપ્ત,સર્વ-વ્યાપી,સર્વ-શક્તિમાન,અને સર્વજ્ઞ)
પોતાના મહિમામાં પ્રકાશશે.
ત્યારે મનુષ્યને જણાશે કે-પોતાને ના હતો જન્મ,કે ના હતું મૃત્યુ,નથી જરૂર સ્વર્ગ ની કે નથી મૃત્યુલોકની.
ત્યારે,તેને ખબર પડશે કે-તેને આવવાનું નથી કે જવાનું નથી.
જે આવાગમન (આવવા-જવા) વાળું છે-તે તો પ્રકૃતિ છે.અને તેની ગતિ-આત્મા પર પ્રતિબિંબિત થાય છે.
નિરંતર ગતિશીલ રહેતું ચિત્ત -એ પોતાને વિવિધ રૂપોમાં પરિવર્તિત કર્યા કરે છે.અને
આપણે ભ્રમણા થી -માની બેસીએ છીએ કે આપણે એ બધાં વિવિધ રૂપો છીએ.