Oct 13, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૫૭

(૨૦) બુદ્ધિના પ્રકાર અને મહા-પુરુષ ના લક્ષણ

વશિષ્ઠ કહે છે કે-પુરુષાર્થ કરીને, મહાત્માઓના સમાગમથી,તથા યુક્તિ-વગેરેથી,
પોતાની બુદ્ધિ ને વધારવી,અને તે પછી,મહાપુરુષો ના શમ-વગેરે ગુણોને પોતાનામાં મેળવીને,
પોતાનામાં જ મહાપુરુષ-પણું મેળવવું જોઈએ.

આ જગતમાં જે પુરુષની પાસે જે ગુણ અધિક હોય,
તેની પાસેથી તે ગુણ શીખીને,“વિચાર-શક્તિ” ને વધારવી.
હે,રામ,શમ-વગેરે હોવાથી જે ગુણવાન-પણું છે તે જ મહાપુરુષ-પણું છે.અને,યથાર્થ જ્ઞાન વિના એ મહાપુરુષ-પણું સિદ્ધ થઇ શકતું નથી.

જ્ઞાનથી શમ-વગેરે ગુણો શોભે છે અને શમ-વગેરે ગુણોથી જ્ઞાન શોભે છે.સદાચાર થી જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને જ્ઞાનથી સદાચાર ની વૃદ્ધિ થાય છે.એટલે,જ્ઞાન અને સદાચાર એ પરસ્પર ને વધારનાર છે.માટે,
બુદ્ધિમાન,પુરુષે,શમ અને સૂક્ષ્મ બુદ્ધિ-વગેરે થી દૃઢ થયેલા પુરુષાર્થ ના ક્રમ વડે,જ્ઞાન અને સદાચાર નો અભ્યાસ કરવો.
હે,રામ,જ્યાં સુધી,જ્ઞાન અને સદાચાર નો સાથે અભ્યાસ થાય નહિ,ત્યાં સુધી,પુરુષને તેમાંનો એક પણ ગુણ સિદ્ધ થતો નથી.

અકર્તા છતાં,લોકો ને કર્તા –લાગતો તૃષ્ણા-રહિત પુરુષ,જયારે,
જ્ઞાન નો અને સદાચારનો અભ્યાસ કરતો હોય છે, ત્યારે,તેનું અજ્ઞાન ને ટાળવાનું કામ થવાની
સાથે સાથે,તેને પરમ-પદ ની પ્રાપ્તિ નો પણ આનદ થાય છે.

હે રઘુનંદન,આમ મેં તમને “સદાચાર”નો ક્રમ કહ્યો,
હવે તેવી જ રીતે હું “ઉત્તમ-જ્ઞાન”ના ક્રમ નો ઉપદેશ કરીશ,
બુદ્ધિમાન પુરુષે,યશ ને વધારનારું,આયુષ્યમાં સુખ આપનારું,ને પરમ પુરુષાર્થ-રૂપ ફળ આપનારું,
આ ઉત્તમ શાસ્ત્ર,યથાર્થ કહેનારા “તત્વ-વેતા” ના મુખથી સાંભળવું,

જેમ મેલું પાણી, નિર્મળી (નામની વનસ્પતિ) ના રજ-ના સંબંધથી,આપોઆપ જ નિર્મળ થઇ જાય છે,
તેમ તમે પણ નિર્મળ બુદ્ધિ થી આ શાસ્ત્રનું શ્રવણ કરીને,
પોતાની મેળે જ પરમ-પદ ને પ્રાપ્ત થશો.

સાધનો (શમ-વગેરે) ની સંપત્તિ મેળવીને મનન કરનારા પુરુષનું મન,
આ જાણવા યોગ્ય વસ્તુને જાણ્યા પછી,પરમ-પદ ને ઈચ્છતું ન હોય તો પણ,
પરવશ થઈને તે પરમ-પદ ને પામે છે.
કેમ કે,અજ્ઞાન નો તથા તેના કાર્યો નો નાશ કરીને,જાગ્રત થયેલી,
એ “અખંડિત-ઉત્તમ-વસ્તુ” જ્ઞાન ને આધીન હોવાથી,મન ને કદી પણ ત્યજતી નથી.

મુમુક્ષુ-પ્રકરણ-સમાપ્ત