Mar 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-98


(૧૯) વશિષ્ઠ નામના એક બ્રાહ્મણ નું દૃષ્ટાંત

દેવી કહે છે કે-એ બ્રાહ્મણ નું નામ વશિષ્ઠ હતું.તે ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા
ચેષ્ટા થી વશિષ્ઠ જેવો જ હતો,પણ વશિષ્ઠ ના જેવો તે જીવન-મુક્ત નહોતો.
એણે ચંદ્રમા જેવી રૂપમતી "અરુંધતી" નામની સ્ત્રી હતી.
તે બ્રાહ્મણી પણ ધનથી,વેશથી,અવસ્થા થી,કર્મથી,વિદ્યાથી,વૈભવથી,તથા ચેષ્ટા થી અરુંધતી જેવી જ હતી.
પણ અરુંધતી ના જેવી જીવન-મુક્ત ન હતી.
સ્વાભાવિક પ્રેમ-રસ થી ભરેલી પોતાની પત્ની ને તે બ્રાહ્મણ પોતાના સંસારના સર્વ-રૂપ માનતો હતો.

એક વખત,એ બ્રાહ્મણ પર્વત ના સપાટ અને લીલા ઘાસવાળા શિખર પર બેઠો હતો ત્યારે,
ખીણમાં થઇ ને એક રાજા તેના પરિવાર અને સન્ય ના કાફલા સાથે મૃગયા રમવા જતો -તેના જોવામાં
આવ્યો.રાજાનો વૈભવ જોઈને તે બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે-"સઘળાં સૌભાગ્ય થી શોભી રહેલું
આ રાજા-પણું તો બહુ સારું લાગે છે.આવો પૃથ્વી-પતિ હું કયારે થાઉં?"
અને આ પ્રમાણે નો સંકલ્પ ત્યારથી તે વશિષ્ઠ-બ્રાહ્મણના મનમાં લાગી રહ્યો.

કાળ-ક્રમે બ્રાહ્મણ ને જરા-અવસ્થા (વૃદ્ધાવસ્થા) પ્રાપ્ત થઇ અને- મરણ નજીક આવ્યું-ત્યારે તેની સ્ત્રી -
ભય થી કરમાવા લાગી અને તેને મારું આરાધન કરવા માંડ્યું.પણ પતિને અમર-પણું મળવું અશકય છે-
એમ જાણનારી તે સ્ત્રીએ,હે,લીલા, મારી પાસે તારી જેમ જ વરદાન માંગ્યું  હતું કે-
"મારો પતિ મરી જાય ત્યારે તેનો જીવ આ મારા મંડપમાંથી જાય નહિ" મેં એને "તથાસ્તુ" કહ્યું.

પછી કાળના યોગ થી તે બ્રાહ્મણ મરી ગયો ત્યારે તે જ ઘરમાં આકાશમાં જીવ-રૂપે રહ્યો.
નિરાકાર શરીર-વાળો  તે બ્રાહ્મણ પૂર્વના અપાર સંકલ્પ ને કારણે -મોટી-શક્તિવાળો અને ત્રૈલોક્ય ને
જીતનારો તારો પતિ પદ્મરાજ થયો હતો.

"હૃદય-આકાશ-મય"પોતાના ઘરનાં આકાશમાં જીવ-રૂપે રહેતા એ બ્રાહ્મણ નું શરીર શબ-રૂપ થઇ ગયું એટલે-
શોક થી અત્યંત પીડા પામેલી તેની સ્ત્રી,પણ પછી થી જયારે શબ-રૂપ થઇ-ત્યારે તે બ્રાહ્મણી,દેહને દૂર
છોડી દઈને મનોમય શરીર થી પોતાના પતિને પ્રાપ્ત થઇ.
એના મરણનો આજે આઠમો દિવસ છે,અને તેનો જીવ એ પહાડી ગામના ઘરની અંદર રહ્યો છે.

(૨૦) લીલા ના પૂર્વ-જન્મ ની દૃઢતા-

દેવી કહે છે કે-હે,લીલા,એ બ્રાહ્મણ રાજાપણું પામીને તારો પતિ થયો હતો અને જે "અરુંધતી" નામની બ્રાહ્મણી
હતી તે તું છે.ચકવા અને ચકવી ની પેઠે પરસ્પર સ્નેહથી બંધાયેલા અને પૃથ્વી પર જાણે શિવ-પાર્વતી
જન્મેલાં હોય-એવાં તમે અહીં રાજ્ય કરતાં હતાં.

આ સઘળું તને પૂર્વ-જન્મ નું વૃત્તાંત કહ્યું. બ્રહ્મ-રૂપ આકાશમાં "જીવ-ભાવ" ની ભ્રાંતિ થવાથી,એ સઘળું
પ્રતીત થયું હતું, અને એ- "ભ્રાંતિ-રૂપ પૂર્વ-સૃષ્ટિ" માંથી  "ભ્રાંતિ-રૂપ-આ-સૃષ્ટિ" પ્રતિબિમ્બિત થઇ છે.
આ સૃષ્ટિ એ-પોતાની સત્તાથી અસત્ય છે,અને અધિષ્ઠાન ની સત્તા થી સત્ય છે.
તેણે (સૃષ્ટિએ) તમને જન્મની અને મરણની મિથ્યા જ પ્રતીતિ કરાવી છે.
અવિદ્યા (અજ્ઞાન-કે-માયા) સિવાય સૃષ્ટિનું બીજું કંઈ રૂપ નથી

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE