May 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-158


વશિષ્ઠ કહે છે કે-ભૂત એ કોઈ અંગ-રહિત (અંગ-કે શરીર વગરનું) હોવા છતાં
બાળકના મનમાં જે રીતે  (કલ્પિત) અંગ-વાળા ભૂત નો ઉદય થાય છે,તેમ -
બ્રહ્મ માં જીવ-પણું એ અસંભવ છે,તથા પૂર્વે તેનો (જીવ-પણાનો) અનુભવ નથી તો પણ
પૂર્વે અનુભવ થયો હોય-તેવી રીતે બ્રહ્મમાં જીવ-પણા નો ઉદય થાય છે.

બ્રહ્મ માં જ "બ્રહ્મ-રૂપ-શક્તિ" રહેલી છે,તે પ્રમાણ અને પ્રમેય-રૂપ છે.શુદ્ધ છે,સત્ય છે છતાં અસત્ય-રૂપે જણાય છે.
તથા અભિન્ન હોવા છતાં તે ભિન્ન દેખાય છે.
જેવી રીતે બ્રહ્મના વિચાર (એક માંથી અનેક થવાની ઈચ્છા) થી જીવ   પેદા થાય છે ,તેવી રીતે મનના ધર્મથી તે જીવ મન-રૂપે થાય છે.ત્યાર પછી શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-રૂપે ઉત્પન્ન થાય છે.અને
તે જીવ અતિ-સૂક્ષ્મ-રૂપે આકાશમાં સ્ફૂરે છે.

તે જીવ એ "સંવેદન-રૂપ" છે,કાળને (સમયને) લીધે પંચીકરણ દ્વારા ઉત્પન્ન થયેલ છે,અને
સૂર્યની પેઠે પ્રકાશિત તથા "અપરિછિન્ન ચિદ-દૃષ્ટિ" થી (ઝાકળના કણ જેવા) બ્રહ્માંડ-રૂપ ને તેમજ
મનુષ્યાદિ દેહને પોતાનામાં અનુભવે છે.
ત્યારે તેને "શબ્દ તથા તેના અર્થ ના વિભાગ" ની સ્ફૂર્તિ ના હોવાથી "હું કોણ છું?"
તેની પણ તેને ખબર પડતી નથી હોતી.પણ,
પછી "પુરુષાર્થના વિચાર" સહિત પૂર્વના હજારો જન્મ નું સ્મરણ થવાથી-તેને "ગર્ભ"માં
"શબ્દ અને તેના અર્થ" ના વિભાગ ની ખબર પડે છે.

પિંડમાં સ્ફુટ (સ્ફુરેલા) "અહંભાવ"નું સ્પંદન થવાથી તેને મુખના એક ભાગમાં -હવે પછી ઉત્પન્ન થનારી,
જીહવા (જીભ) ઇન્દ્રિય દ્વારા "રસ" નો અનુભવ થાય છે.
તેજનું સ્ફુરણ થવાથી,હવે પછી ઉત્પન્ન થનારી,આંખ દ્વારા,પ્રકાશનો અનુભવ થાય છે.અને,
તે જ પ્રમાણે-ગંધ ની સ્ફૂરણા દ્વારા નાક દ્વારા ગંધ નો અનુભવ થાય છે.

આવી રીતે તે જીવાત્મા "કાક-તાલીય ન્યાય" (કાગનું બેસવું ને ઝાડનું પડવું) થી,
"પૂર્વની વાસનાથી કલ્પિત ઇન્દ્રિયો " (જીભ-આંખ-નાક-વગેરે) ને તે પોતાનામાં જુએ છે.કે
જે ઇન્દ્રિયો પછી પ્રત્યક્ષ ઉત્પન્ન  થાય છે.કે
જે બહારના અર્થ (અવાજ-પ્રકાશ-વગેરે)ને પ્રગટ કરનાર દેહમાં આવેલાં છિદ્રો  તરીકે દેખાય છે.

આમ હે,રામ,સમષ્ટિ અને વ્યષ્ટિ-રૂપ જીવનો પ્રતિભાસ રૂપે "આતિવાહિક દેહ" ઉત્પન્ન થાય છે.
બ્રહ્મની (પર) સત્તા નું કોઈનાથી એ વર્ણન થઇ શકે તેમ નથી.તે સત્તા અચળ  હોવા છતાં ચળ જણાય છે.
અને એ જ સત્તા આતિવાહિક ભાવને પ્રાપ્ત થઇ હોય તેમ જણાય છે.કે જે આતિવાહિક  દેહ-સત્તા
અજ્ઞાન થી જ જોવામાં આવે છે.અને જ્ઞાનથી નાશ પામે છે.

આતિવાહિક દેહ એ આત્માથી ભિન્ન છે-એવું સંવેદન થવા થી-તે ભિન્ન  છે.
તે (આતિવાહિક-દેહ) બ્રહ્મ -રૂપ છે તેવું સંવેદન થવાથી -તે બ્રહ્મ -રૂપ છે,તેમજ
ભિન્નતા અને એકતાનું સંવેદન થવું તે પણ બ્રહ્મ થી ભિન્ન નથી.

રામ પૂછે છે કે-તમારા કહેવા પ્રમાણે,પરબ્રહ્મ ના એક-પણા થી,બ્રહ્મ ના વિષે અજ્ઞાન નો  સંભવ નથી,
અને અજ્ઞાન વિના જીવ-વગેરેની ભેદ-કલ્પના ઘટતી (થતી) નથી,
માટે બ્રહ્મથી જુદો (અતિરિક્ત) મોક્ષ શું છે? તથા મોક્ષ વિષે વિચાર કરવાનું કારણ શું?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE