May 31, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-177


જેમ,સૂર્ય ના તડકામાં થી બનતા મૃગજળ માં “તે પાણી છે” એવું માનવાવાળો (એવી બુદ્ધિ-વાળો) મનુષ્ય,
એ સાચા પાણી નો ત્યાગ કરે,તેમ,અણુ-રૂપી આત્માએ પોતે સાકાર-પણા થી દૃશ્ય-પણાને પામીને,થયેલા
સ્વસ્થ-પણા માં  જ પોતાના આત્મા નો નાશ કરી નાખ્યો છે. (૩૩)
ચૈતન્ય-રૂપી અણુની અંદર મેરુ પર્વત છે,તેમ ત્રિભુવન એ તૃણ (તણખલા) રૂપ છે.
જેવી રીતે વિષયી પુરુષને સ્વપ્નમાં સ્ત્રી નું આલિંગન થાય,તે તેને પ્રત્યક્ષ જણાય છે,
તેવી રીતે,ચૈતન્ય-રૂપી અણુ ની અંદર જે વસ્તુ રહેલી છે,તે બહાર જણાય છે.
દૃષ્ટિ ના આદિથી જ ચૈતન્ય- “શક્તિ” નો સર્વ ઠેકાણે ઉદય થયો છે.અને તે શક્તિ સંકલ્પમાં જોવામાં આવે છે,જેવી રીતે બાળક નું મન જે પદાર્થમાં લાગે છે,તેવું તેને જોવામાં આવે છે,તેવી રીતે આ જગતમાં
“સંવિત” (સત્ય-કે-જ્ઞાન) ના આશ્રયથી જેવું “સંવેદન” સ્ફૂરે એટલે  “જગત” જોવામાં આવે છે.(૩૪)
--આમ અતિ-સૂક્ષ્મ ચૈતન્ય-રૂપી પરમાણુ થી આખું વિશ્વ પુરાઈ રહ્યું છે. (૩૫)
--ચિત્ત-અણુ સો યોજનમાં છે તો પણ તે સંપૂર્ણ માતુ નથી,કારણકે તે સર્વ ઠેકાણે રહેનાર છે,
તે,અનાદિ છે,અરૂપ છે,તથા આકૃતિ-રહિત છે. (૩૬)
--જેમ કોઈ ધુતારો ભમ્મર નચાવી-આંખ મારીને મૂર્ખ સ્ત્રીને વશમાં લઈને રમાડે છે,તેમ,
શુદ્ધ પરમાત્મા પણ અભિનય કરીને પર્વત અને તૃણ-સાથેના જગતને નચાવે છે. (૩૭)
--કપડાં ની અંદર મેરુ-પર્વત નું ચિત્ર બનાવેલ હોય તો તે જેમ,તે કપડાની અંદર અને બહાર જણાય છે,
તેમ,ચૈતન્ય-રૂપી અણુ કે જે અનંત-રૂપે રહેલ છે,
તેની અંદર ચિત્ર-રૂપે રહેલા પર્વતના સમુહો બહાર જણાય છે (૩૮)
--ચિત્ત-અણુ એ દિશા-કાળ વગેરે સર્વ પદાર્થમાં વ્યાપક હોવાથી,પર્વતથી પણ મોટું છે.
તે વાળ ના અગ્રભાગ ના પણ સો-મા ભાગ-રૂપ છે તેથી તે સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છે.પણ,
જેમ સરસવના કણ ની સાથે મેરુ-પર્વતની સરખામણી થતી નથી,તેમ સૂક્ષ્મ અણુની સાથે શુદ્ધ ચૈતન્ય ની
સરખામણી ઘટી (થઇ) શકે નહિ,કારણકે પરમાત્મા માં માયાને લીધે અણુ-પણું કલ્પેલું છે,શ્રુતિમાં કનક-કુંડળ ની જેમ, અણુ-અને શુદ્ધ ચૈતન્ય ની સરખામણી કરી છે,પણ ખરું જોતાં તેમ નથી.(૩૯-૪૦)

આ અનુભવ-સ્વરૂપ “આત્મ-પ્રદીપ” (આત્મા-રૂપી દીવા) થી સૂર્ય-વગેરે પ્રકાશ પામે છે.એટલે.
તે પ્રકાશ ની સ્થિતિ એ “આત્મા” (પરમાત્મા) થી જુદી નથી.
કદાપિ તેની સ્થિતિ જુદી માનીએ તો-જડ-પણાને લીધે સૂર્ય વગેરે પ્રકાશ પામતા સર્વ પદાર્થમાંથી કોઈને પણ “પ્રકાશ-પણું” ઘટતું નથી.તેથી તેમને “અપ્રકાશ-રૂપતા” જ પ્રાપ્ત થાય છે.
આ દોષ “ચિત્ત-અણુ” માં સંભવતો નથી,કારણકે તે “પ્રમાણ” થી સ્વયં-પ્રકાશ સિદ્ધ થાય છે.(સિદ્ધ થયેલો છે)
“ચિત્ત-અણુ” અને સૂર્ય-વગેરેમાં એટલોજ ભેદ છે કે-તેમનો વર્ણ અનુક્રમે  “ઉજ્જવળતા” અને “શ્યામતા” સાથે સંબંધ રાખે છે.સુર્યના વર્ણ ને “શ્યામતા” સાથે સંબંધ કહેવાનું કારણ એ છે કે-પ્રકાશ વિના તે અંધકાર-રૂપ
છે,કે જે અંધકાર પણ જડ છે.અંધકાર અને પ્રકાશ ની એકતા માં ચૈતન્ય-રૂપ “કારણ” ની એકતા એ “હેતુ” છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE