Jun 9, 2015

Krishnopnishad-Gujarati-Hindi-કૃષ્ણોપનિષદ-कृष्णोपनिषद्કૃષ્ણોપનિષદ
સર્વ દેવો સનાતન ભગવાન (પરમાત્મા) ને કહેવા લાગ્યા-કે-
પૃથ્વી પર અમે અવતારો લઈએ,તે અમને ઠીક લાગતું નથી (૧)
તો પણ આપની આજ્ઞાથી અમે અવતારો લઈશું,પરંતુ આપ અમને ગોપ-ગોપી બનાવજો,કારણકે-
બીજા કોઈ (જ્ઞાનવાન) જીવને આપના અંગ-સ્પર્શ નો લાભ મળી શકે નહિ (૨)
માટે આપ અમને નિત્ય આપનો અંગ-સ્પર્શ આપો,તો જ અમે અવતારો લઈએ.
આવું રૂદ્રાદિદેવો નું વચન સાંભળીને ભગવાને તેમને કહ્યું કે-(૩)
“હું તમારા કહેવા મુજબ જ કરીશ,અને મારો અંગ-સંગ નિત્ય તમને આપીશ”
ભગવાનનું આવું વચન સાંભળીને સર્વ દેવો આનંદ પામી બોલ્યા કે-
“હવે અમે કૃતાર્થ થયા” (૪)
”પરમાનંદ” (બ્રહ્માનંદ) કહેવાય છે તે “નંદ-રાય” થયા.
અને “મુક્તિ-દેવી” -એ -તેમનાં પત્ની “યશોદાજી” થયાં.
માયા ને ત્રણ પ્રકારની કહી છે.સાત્વિકી,રાજસી અને તામસી.
તેમાંની સાત્વિકી માયા-ભક્ત રુદ્ર-દેવમાં,રાજસી માયા- ભક્ત-બ્રહ્મદેવ (બ્રહ્મા)માં,
અને તામસી માયા –દૈત્ય પક્ષમાં રહેલી છે. (૫-૬)
આ વૈષ્ણવી માયા-ને જીતવી મુશ્કેલ છે,પૂર્વે બ્રહ્મ-દેવ (બ્રહ્મા)પણ જેને જીતી શક્યા નથી,
દેવો જેને “બ્રહ્મ-વિદ્યા” કહે છે તે જ “દેવકીજી” છે.(૭)
“વેદ” એ “વસુદેવ” છે,”વેદનો જે અર્થ” છે તે-“શ્રીકૃષ્ણ અને બળદેવ” છે.અને
વેદો જેને નિત્ય સ્તવે છે,તે પરમાત્મા (શ્રીકૃષ્ણ-રૂપે) પૃથ્વી પર અવતરેલા છે. (૮)

તે પરમાત્મા (શ્રીકૃષ્ણ) “ગોપ તથા ગોપી”-રૂપ થયેલા “દેવો” સાથે વૃંદાવનમાં રમે છે.તે વેળા,
“વેદની ઋચાઓ” એ “ગોપીઓ તથા ગાયો”છે,અને “બ્રહ્મા” એ શ્રીકૃષ્ણ ની “છડી-રૂપે” છે  (૯)
“રુદ્ર-દેવ” એ શ્રીકૃષ્ણ ની “વાંસળી” અને “ઇન્દ્ર” એ “શીંગડી” છે. “દેવો” એ “મિત્રો” છે,અને
“વૈકુંઠ” તે “ગોકુળ અને તેની પાસેના વન-રૂપ” છે.
વૈકુંઠ-વાસી “તપસ્વીઓ” (ઋષિઓ)-એ-તે “વનના-વૃક્ષો” છે.(૧૦)
જેઓને લીધે કલિકાળ ને દાબી શકતો નથી –તેવા લોભ,મોહ,ક્રોધ વગેરે અંદરના શત્રુઓ “દૈત્યો-રૂપે” છે,
અને સાક્ષાત શ્રીહરિ પોતે જ માયાથી શરીર ધરીને “ગોપ-રૂપે શ્રીકૃષ્ણ” છે. (૧૧)
તે પરમાત્મા ની માયિક ક્રીડા જાણવી મુશ્કેલ છે,તેમની માયાથી જગત મોહ પામ્યું છે,ને સર્વ દેવોને તે
માયા દુર્જેય થઇ છે,માયાના પ્રભાવથી જ બ્રહ્મદેવ એ ભગવાન ની છડી-રૂપે થયા છે.(૧૨)
જે ભગવાને રુદ્ર-દેવ ને પોતાની વાંસળી-રૂપે કર્યા,તે ભગવાનની માયાને કોણ જીતી શકે?
દેવો નું બળ “જ્ઞાન” જ ગણાય છે,છતાં પરમાત્માએ તેઓના જ્ઞાન-બળને ક્ષણવાર માં હર્યું. (૧૩-૧૪)
શેષનાગ તે “બળરામ” છે,શ્રીકૃષ્ણ તો સનાતન પરબ્રહ્મ જ છે,તેમની “સોળ હજાર એકસો આઠ સ્ત્રીઓ” તે-
“વૈદિક ઋચાઓ અને ઉપનિષદો” જ છે,તે બ્રહ્મ-રૂપ ઋચાઓ જ તે સ્ત્રીઓ-રૂપે થઇ.
ચાણુર મલ્લ તે “દ્વેષ” છે,અને મુષ્ટિક તે દુર્જય “મત્સર” (ઈર્ષા) છે. (૧૫)
કુવલયાપીડ હાથી તે “દર્પ” છે,પક્ષી-રૂપે બકાસુર તે “ગર્વ” છે.
માતા રોહિણી તે “દયા” છે,અને સત્યભામા તે “અહિંસા” છે. (૧૬)

મહાવ્યાધિ તે “અઘાસુર” છે,કંસરાજા તે “કલિકાલ” પોતે જ છે,મિત્ર સુદામા (શ્રીદામા) તે “શમ” છે.
“સત્ય” એ અક્રૂર-સ્વરૂપે છે,અને ઉદ્ધવ-મંત્રી તે “દમ” છે. (૧૭)
શ્રીકૃષ્ણ નો જે શંખ છે તે “વિષ્ણુ અને લક્ષ્મી” પોતે જ છે,તે શંખ ક્ષીર-સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલો,
અને મેઘ-ગર્જના કરનારો કહેવાય છે. (૧૮)
નંદ-રાય ને ત્યાં શ્રીકૃષ્ણે દહીંની ગોળી તોડીને ક્ષીર-સમુદ્ર કર્યો અને
તે મહાસાગરમાં બાળક-રૂપ થઇ,પૂર્વ ની પેઠે ક્રીડા કરી (૧૯)
મહેશ્વર(શંકર) શ્રીકૃષ્ણ ના અગ્નિ-સરખા તેજસ્વી ખડગ-રૂપ થયા,કશ્યપ “ઉલૂખલ” (ખાંડણીયો) થયા,
અને માતા અદિતિ-દોરડા-રૂપ થયા.શત્રુઓના સંહાર કરી અને જગતનું રક્ષણ કરીને (૨૦)
સર્વ પ્રાણીઓ પર કૃપા કરવા ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્ય-લોકમાં રહ્યા છે અને ધર્મ નું રક્ષણ કરે છે (૨૧)
જેને ઈશ્વરે સર્જ્યું છે તે સુદર્શન-ચક્ર –એ મૂર્તિમાન વેદ જ છે,અને “સંજ્ઞા-ધારી” જે વાયુ છે તે
વૈજયંતીમાલા-રૂપે બન્યો છે. (૨૨)
 
પ્રાણી માત્રના મસ્તક પર જે અનુસ્વાર ની પેઠે રહેલું છે,તે “આકાશ” શ્રીકૃષ્ણ નું છત્ર છે,એમ જાણવું,
અને પંડિતો કહે છે કે-શ્રીકૃષ્ણ પાસે જે કોઈ રહે છે તે દેવોનાં જ સ્વરૂપો છે. (૨૩)
આમ વિદ્વાનો તે બધાં દેવ-સ્વરૂપોને જ નમસ્કાર કરે છે,એમાં સંશય નથી,
સર્વ શત્રુઓ નો સંહાર કરનારી શ્રીકૃષ્ણ ની ગદા એ સાક્ષાત “કાલિકા-દેવી” છે. (૨૪)
સારંગ નામનું ધનુષ્ય તેમની “માયા” છે,પ્રાણી-માત્રને ખાઈ જનારો કાળ (મૃત્યુદેવ) એ શ્રીકૃષ્ણનું “બાણ” છે,
અને શ્રીકૃષ્ણે પોતાની લીલાથી હાથમાં જે કમળ ધારણ કર્યું છે તે જગતનું “બીજ” છે. (૨૫)
ગરુડજી પોતે –વ્રજના “ભાંડીર નામના વડ” છે,નારદ-મુનિ સુદામા,અને ભક્તિ “વૃંદા” થયા.
સર્વ પ્રાણીઓને પ્રકાશ કરનારી બુદ્ધિ તે ભગવાન ની “પ્રિયા” થઇ.(૨૬)
માટે શ્રીકૃષ્ણ ની પાસે રહેનારી આ સર્વ વિભૂતિઓ તેમનાથી જુદી નથી,(સંક્ષેપમાં એ જ છે કે)
સ્વર્ગ-વાસી સર્વ કોઈને તથા વૈકુંઠ-સમગ્રને –ભગવાને પોતાની સાથે પૃથ્વી પર ઉતાર્યું છે.(૨૭)
શ્રીમદ ભાગવતકારે,અહીં ઉપનિષદની કલ્પનાઓ સિવાય પણ બીજી અનેક ભાવ-પૂર્ણ કલ્પનાઓ,
શ્રીકૃષ્ણ ના ચરિત્ર સાથે મેળવી ને ભક્તિ અને જ્ઞાનના ઉપદેશ ની ગંગા વહાવી છે.
(શ્રીધર-સ્વામી)
Presanted By-
Anil Shukla (May-2015)   www.sivohm.com

सर्व देवता-गण सनातन भगवान(परमात्मा) को कहने लगे-कि-
पृथ्वी पर हम अवतार लें,वह हमें ठीक नहीं लगता है (१)

फिर भी आपकी आज्ञासे हम अवतार लेंगे,किन्तु आप हमें गोप-गोपी बनाना,क्योंकि-
दूजा कोई (ज्ञानवान) जीवको,आपके अंग-स्पर्शका लाभ मिलेगा नहीं,(२)

इसीलिए,आप,नित्य हमें अंग-स्पर्श का प्रदान करेंगे,तो ही हम अवतार धारण करेंगे.
ऐसा रुद्रादि-देवोका वचन सुनकर,भगवान ने उनको कहा कि-(३)


मैं आप सबने जैसा कहा,वैसा ही करूँगा,और आप सबको नित्य मेरा अंग-संग दूंगा.
भगवानके ये वचन सुनकर सर्व देवता-गणको अति-आनंद हुआ-और बोले-
“अब हम सब कृतार्थ हुए” (४)

जिसको “परमानन्द” (ब्रहमानन्द) कहते है-वह हुए “नन्द-राय”,
और “मुक्ति-देवी” बने उसकी पत्नी “यशोदा”.
माया- तीन प्रकारसे कही गई है, सात्विक,राजसिक और तामसिक.
सात्विकी माया भक्त-रुद्रदेव में,राजसी माया भक्त-ब्रहमदेवमें,
और तामसी माया दैत्य पक्षमें रही है.(५-६)

यह वैष्णवी माया को जीतना दुष्कर है,पूर्वकालमें ब्रह्म-देव (ब्रह्मा) भी उनको जित नहीं शके थे.
देवताए जिसे “ब्रहम-विद्या” कहते है-वो ही “देवकीजी” है (७)

वेद –वसुदेव है,और “वेदका अर्थ” श्रीकृष्ण और बलदेव है,
वेद-जिनकी नित्य स्तुति करता है,वह परमात्मा श्रीकृष्ण का पृथ्वी पर अवतरण हुआ है,(८)

वह परमात्मा श्रीकृष्ण “गोप और गोपी-रूप” बने हुए “देवो” के साथ वृन्दावन में खेलते है,उन समय,
“वेदकी रूचाऐ” “गोपी और गायें” है,और “ब्रह्मा” श्रीकृष्ण की “छड़ी-रूप” है (९)

रूद्र-देव –श्रीकृष्ण की-“बंसी” है,”इंद्र”- शींगडी है,देवताएँ -“मित्र’ है,वैकुंठ-“गोकुल और पासके बन-रूप” है,
और वैकुंठ-वासी तपस्वी--“बन के वृक्ष” है. (१०)

जिनको कलिकाल दबा नहीं शकता है वह-लोभ,मोह,क्रोध-आदि भीतर के शत्रु “दैत्य-रुपमे” है,
और साक्षात् श्रीहरि,खुद मायासे शरीर धारण करके,”गोप-कृष्ण-रूप” बने हुए है. (११)

वह परमात्मा की मायिक क्रीडा को पहचानना कठिन है,उनकी मायासे ये जगत मोह के वश हुआ है,
सर्व देवताओ भी उस पर जय नहीं पा शके है,और उन मायाके प्रभावसे ही,
ब्रहम-देव भगवान की छड़ी-रूप हुए है (१२)

भगवान ने ही रूद्र-देव को बंसी-रूप किया है,फिर उन प्रभुकी मायाको तो और कौन जित शकता है?
देवताओ का बल “ज्ञान” है,और उन ज्ञान-बलको परमात्मा ने क्षण-मात्र में हर लिया है (१३-१४)


शेषनाग-बलराम हुए है,और श्रीकृष्ण तो सनातन-परब्रहम ही है.उनकी “सोलह हजार एकसो आठ स्त्री”
वह “वैदिक रूचाऐ और उपनिषद” है,वह ब्रहम-रूप रूचाऐ ही वह स्त्री-रूप हुई है.
चाणूर मल्ल-“द्वेष” है,और,मुष्टिक “मत्सर” (इर्षा) है (१५)

कुवलयापीड हाथी –“दर्प” है,पक्षी-रूप बकासुर “गर्व” है,
माता रोहिणी “दया” है,और सत्यभामा “अहिंसा” है. (१६)

महा-व्याधि –“अघासुर” है,कंस-राजा-“कलिकाल” है,मित्र सुदामा “शम” है,
अक्रूर –“सत्य” है,और उद्धव-मंत्री-“दम” है. (१७)

श्रीकृष्ण का शंख-“विष्णु और लक्ष्मी” खुद ही है,वह शंख क्षीर-समुद्र से उत्पन्न हुआ था,
और मेघ-गर्जना करने वाला कहलाता है.(१८)

नन्द-राय के वहां,श्रीकृष्ण ने दही की मटकी तोडके,क्षीर-समुद्र बनाया,और,
उन महा-समुद्रमें बालक-समान बनके,पूर्व की तरह क्रीडा की. (१९)

महेश्वर (शंकर) श्रीकृष्ण के (अग्नि सरीखे तेजस्वी) “खडग-रूप” हुए,कश्यप “उलूखल” हुए,
और माता अदिति-रस्सी-रूप हुए. शत्रुओका संहार करके,और जगत का रक्षण करके- (२०)

सब प्राणी-मात्र के पर कृपा करने के लिए,भगवान श्रीकृष्ण मनुष्य-लोक पर रहे है,
और धर्म का रक्षण करते है. (२१)

जिनका इश्वर ने सर्जन किया है,वह सुदर्शन चक्र-“मूर्तिमान-वेद” है,और
“संज्ञा-धारी-वायु” वैजयंतीमाला-रूप है (२२)

प्राणी-मात्र के मस्तक पर जो अनुस्वार की तरह रहा हुआ है वह “आकाश” श्रीकृष्ण का छत्र है,
और पंडित कहते है कि-श्रीकृष्ण के पास जो रहता है,वह देवता के ही स्व-रूप है (२३)

ऐसे विद्वान्-लोग सब देवताओ के स्व-रूप को ही नमस्कार करते है,इसमें कोई संशय नहीं है,
सर्व शत्रुओं का नाश करने वाली श्रीकृष्ण की गदा –साक्षात् “कालिका-देवी” है. (२४)

सारंग नामक धनुष्य भगवानकी “माया” है,प्राणी-मात्र का भक्षण करनेवाला काल (मृत्युदेव)-
श्रीकृष्ण का बाण है,और श्रीकृष्ण ने अपनी लीलासे अपने हाथमे जो कमल धारण किया हुआ है,
वह जगत का “बीज” है (२५)

गरूडजी-व्रजके “भांडीर-नामक-बड” ,नारद-“सुदामा” और वृंदा “भक्ति” हुए.
सर्व प्राणी-मात्र को प्रकाश करने वाली बुध्धि –भगवान की “प्रिया” हुई. (२६)

इसीलिए,श्रीकृष्ण के पास रहने-वाली सब विभूतियों उससे अलग नहीं है.(सार यह है कि-)
वैकुंठ-वासी सर्वको,और वैकुंठ समग्र को भगवान ने अपने साथ ही पृथ्वी पर उतारा है (२७)

श्रीमद भागवतकारने यहाँ उपनिषद की कल्पनाओ के अतिरिक्त और भी भाव-पूर्ण कल्पनाओ को,
श्रीकृष्ण के चरित्र के साथ मिलाके भक्ति और ज्ञान की गंगा बहाई है.

(श्रीधर स्वामी)


Presanted By-


Anil Shukla (May-2015) www.sivohm.com