More Labels

Sep 21, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-288


એટલે ક્રોધ થી વ્યાપ્ત થયેલો શંબરાસુર દેવોના નાશ માટે,સ્વર્ગ-લોકમાં ગયો, ત્યારે  તેના ડરથી દેવો
વનની ઝાડીઓમાં છુપાઈ ગયા.શંબરાસુર ને સ્વર્ગમાં કોઈ નહિ મળવાથી -સ્વર્ગને લુંટીને અને ત્યાં આગ
લગાવી તે પોતાના નગરમાં પાછો આવ્યો.દેવતાઓ સ્વર્ગ ને છોડી દઈને દિશાઓમાં સંતાઈ ગયા,અને
ફરીથી શંબરાસુરે જે જે  સેનાપતિઓ નીમતો તેમને ફરીથી દેવો લાગ જોઈને મારી નાખતા.
શંબરાસુર ફરીથી અતિ ક્રોધે ભરાયો,અને આખા ત્રૈલોક્યમાં દેવોની શોધ ચલાવી પણ દેવો તેના હાથમાં આવ્યા નહિ.એટલે શંબરાસુરે ફરીથી પોતાની માયાથી ત્રણ અતિ ભયંકર દામ-વ્યાલ-કટ -નામના દૈત્યો ને ઉત્પન્ન કર્યા.

આ ત્રણ દૈત્યો "ઇન્દ્રજાળ જેવા પુરુષો" હોવાથી -પોતે સ્વતંત્ર જીવ નહોતા અને માત્ર જે કામ તેમને કહેવામાં આવે -તેટલું જ કામ કરનારા હતા.તેઓ કેવળ ચેતનાવાળા જ હતા,પણ વાસનાના પ્રાબલ્ય-વાળા નહોતા.
એમનાં ધર્મ-કે અધર્મ એવાં કર્મો નહોતાં.એટલે કે તેઓ "જુના જીવ" પણ નહોતા.
અને આમ હોવાથી તેઓ,ભય-શંકા-પલાયન-વગેરે વિકલ્પો થી રહિત હતા.અને તેમનાં શરીરોમાં
ચૈતન્ય ની સમીપતા ને લીધે,તેમની કેવળ "ચલન-રૂપ-ક્રિયા" હતી.

પણ,જે  વૃત્તિ ના સંબંધથી જ આ દામ-વ્યાલ-કટ  પ્રગટ થયા હતા,તે વૃત્તિ,
અનંત વાસનાઓવાળા "જુના જીવ" શંબરાસુરના "નિમિત્ત" ને લીધે થયેલી,
તથા,"ચાતુરી-રૂપ-મન ના સંકલ્પ" ને કારણે થયેલી હતી
કે જે,વૃત્તિ,કામ-કર્મ-વાસના થી રહિત અને "માયા ની કલ્પના-રૂપ" તથા ભોગ-શૂન્ય હતી.
આમ છતાં- તેઓ શંબરાસુર નામના "જુના જીવ"ના નાના નાના અંશો-રૂપ હતા.અને તેથી,
અત્યંત "અલ્પ-વાસનાવાળા" એ ત્રણે દૈત્યો "અંધ-પરંપરાથી કાક-તાલીય-ન્યાયે"
કેવળ યુદ્ધમાં "શત્રુઓની સામે થવું" એ ક્રિયાને જ અનુસરતા હતા.

જેમ અર્ધા સૂતેલાં બાળકો પોતાના અંગોથી ચેષ્ટા કરે પણ -વાસનાના જાગ્રતપણા અને દેહાભિમાન થી રહિત હોય છે,તે પ્રમાણે જ તે ત્રણ દૈત્યો હતા.એ ત્રણ દૈત્યો,શત્રુ પર તૂટી પડવાનું,શત્રુઓ ની ગફલત નો લાભ લઇ
તેમના પર છાપો મારવા,નું,ભાગી જવાનું-વગેરે પ્રવૃતિઓ થી અજાણ અને જય-પરાજય-ડર  ને જાણતા નહોતા.
તેઓ તો માત્ર શત્રુઓ ની સેના સામે  આવે ત્યારે તેમની સામે થવાનું જ જાણતા હતા.
અને તેઓ એટલા બધા શક્તિમાન હતા કે પોતાના પ્રહારોથી પર્વતો ને પણ તોડી નાખતા હતા.

આવા ત્રણ દૈત્યોને ઉત્પન્ન કરી શંબરાસુરે વિચાર કર્યો કે-આ મારા ત્રણ દૈત્યો ના ભુજ-દંડો થી રક્ષાયેલી
મારી સેના દેવતાઓ ના ભારે પ્રહારો  પડવા છતાં પણ અત્યંત સ્થિર રહેશે.

(૨૬) દેવતાઓની સાથે દામ-વ્યાલ-કટ ના સંગ્રામનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,શંબરાસુરે એ પ્રમાણે નિશ્ચય કર્યો અને તેણે દામ-વ્યાલ-કટ ને સેનાપતિ બનાવીને
દેવો નો નાશ કરવા માટે દૈત્યો ની મોટી સેના તેમના સાથે મોકલી.
ત્રણે સેનાપતિ દૈત્યો ની સહાય થી દૈત્યોની સેનાએ,સ્વર્ગના તથા પૃથ્વીના મધ્ય ભાગને ભરી દીધો.
પ્રલય-કાળના જેવા તે સમયમાં અત્યંત કોપ પામેલા દેવતાઓના સમુહો પણ યુદ્ધ કરવા માટે,
મેરુ-પર્વતની નિકુંજોમાંથી બહાર નીકળ્યા.અને દેવો તથા દૈત્યો ની સેનાઓ વચ્ચે,જાણે અકાળે મહાપ્રલય થતો હોય તેવું ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE