Sep 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-287


હે,રામ,શરીર મિથ્યા છે,સંસાર-સંબંધી સુખ-દુઃખ પણ મિથ્યા છે,છતાં તેઓમાં દૃઢ-વાસના બંધાઈ જાય તો,
"દામ-વ્યાલ-કટ" એ ત્રણ દૈત્યો (હવે પછી ના પ્રકરણમાં તેની કથા છે) ની પેઠે અનર્થોમાં પડવું પડશે.
એટલા માટે તે દૈત્યો જેવી "પદ્ધતિ" ને પકડશો નહિ.પણ-
"ભીમ-ભાસ-દૃઢ" એ ત્રણ દૈત્યો (આગળ-૩૪ મા પ્રકરણ માં તેની કથા આવશે) ના જેવી સ્થિતિમાં રહેશો.
એટલે પછી તમારે કોઈ પ્રકારે શોક કરવો પડશે નહિ.

હે,મહાબુદ્ધિમાન રામ,"આ દેહાદિક છે તે જ હું છું" એવું જે "મિથ્યા-અભિમાન" છે-તેને "તત્વના નિશ્ચય" થી,
બિલકુલ છોડી દો.અને જે પદ "ચૈતન્ય-એક-રસ" છે -તેનો જ આશ્રય કરો.
આમ "આસક્તિથી થી રહિત"  થઈને તમે સંસાર-સંબંધી વ્યવહાર (ખાવા-પીવા-ચાલવા-વગેરે) કરશો-
તો પણ તમે એ વ્યવહારથી બંધાશો નહિ.

(૨૫) દામ-વ્યાલ-કટ,નામના ત્રણ દૈત્યો ની ઉત્પત્તિ

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, તમે લોકોને વિશ્રામ આપનારા છો,બુદ્ધિમાન છો,કલ્યાણ માટે યત્ન કરો છો અને
યત્નમાં ધ્યાન રાખીને,આ જગતમાં વિહાર કરો છો.દામ-વ્યાલ-કટ જેવા ત્રણ દૈત્યોના જેવી તમારી સ્થિતિ
થાઓ નહિ પણ ભીમ-ભાસ-દૃઢ -જેવા ત્રણ દૈત્યો ના જેવી સ્થિતિ પામીને તમારા સંતાપો દૂર કરો.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,તમે કહ્યું તે -"દૈત્યોના જેવી  સ્થિતિ પામીને સંતાપ દૂર કરવાનું" એમ કેમ કહ્યું?
કૃપા કરીને એ વિષય ના વર્ણન વાળી વાણી થી મને જાગૃત કરો (મને તે કહાણી કહો)

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,દામ-વ્યાલ-કટ ની જે સ્થિતિ હતી અને ભીમ-ભાસ-દૃઢ ની જે સ્થિતિ હતી,તે હું
કહું છું તે તમે સાંભળો,અને તે સાંભળીને તેમાંની જે સારી સ્થિતિ તમને લાગે તે તમે રાખો.
સઘળાં "આશ્ચર્યો"થી મન નું આકર્ષણ કરનારા પાતાળમાં "શંબર" નામનો એક દૈત્ય રાજ રહેતો હતો.
તે અનેક "માયા-રૂપી-મણિ" ઓના  મહા-સાગર-રૂપ હતો.
તે શંબરાસુરે આકાશમાં કેટલાંક નગરો (!!) રચ્યાં હતાં.અને તેના બગીચાઓમાં દૈત્યોનાં ઘરો બનાવ્યાં હતાં.
તેને ઉત્તમ પ્રકાશ વાળા સૂર્ય અને ચંદ્ર રચ્યાં હતા!! અને તેમનાથી પોતાના રાજ્યને શણગાર્યું હતું.

તે અત્યંત શક્તિશાળી હતો અને પોતાની પાસેની  અનંત દૈત્યોની સેનાથી તેણે,ઇન્દ્રને જીતી લીધો હતો અને
વિષ્ણુ ને પણ જીતી લીધા હતા.તે સઘળા પ્રકારની સંપત્તિઓ થી ભરપૂર હતો,અને સર્વ પ્રકારના ઐશ્વર્યો ને લીધે લોકો તેને પ્રણામ કરતાં હતા,પોતાની ભુજા (હાથ) રૂપી વન ની છાયામાં દૈત્યોનાં મંડળો વિશ્રાંતિ લેતાં હતા.એ શંબરાસુર પોતે તો મહાન શક્તિશાળી હતો જ અને સાથે સાથે તેની પાસે દેવતાઓ ને નાશ કરનારું,દૈત્યોનું જે  મોટું સૈન્ય હતું કે જેનાથી તે દેવો ને ઉખેડી નાખતો હતો.કે જેનાથી દેવતાઓમાં હાહાકાર મચી ગયો હતો.

એટલે "માયા" ના "બળ" (શક્તિ) વાળો તે શંબરાસુર જયારે સૂતો હોય ત્યારે,તેનો લાગ લઈને દેવો
તેના સૈન્ય નો નાશ કરતા હતા.આ પ્રમાણે થતું જોઈને શંબરાસુરે,મુંડી-ક્રોધ-દ્રુમ-વગેરે ને સેનાપતિ તરીકે
નીમ્યા,પણ આકાશમાં ફરતા દેવોએ તેમને પણ લાગ જોઈ ને મારી નાખ્યા.
એટલે શંબરાસુરે બીજા પ્રબળ સેનાપતિઓ ઉત્પન્ન કર્યા.પણ દેવોએ તેમને પણ મારી નાખ્યા.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE