More Labels

Sep 24, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-291


એવી રીતે,પહેલો સંગ્રામ ત્રીસ વર્ષ સુધી ટકાવી રાખ્યો.તે પછીનો બીજો સંગ્રામ તેમણે પાંચ વર્ષ,આઠ મહિના અને દશ દિવસ સુધી ટકાવી રાખ્યો.એટલા સમયથી (જીતવાના) અહંકારનો અભ્યાસ દૃઢ થવાથી,
દામ-આદિ સેનાપતિઓનાં,ચિત્તોને વાસનાએ ઘેરી લીધાં.અને તેમણે શરીરમાં "હું-પણા"નો વિશ્વાસ પકડ્યો.
જેમ,દર્પણમાં દૂરના પદાર્થો પણ સમીપતાથી એક સરખી રીતે (નજીક) પ્રતિબિંબિત થાય છે,
તેમ,તેમ એ દૈત્યો યુદ્ધના અત્યંત અભ્યાસ થી (અને જીત થી) અહંકારવાળા થઇ ગયા.અને જેનાથી તે-
દામ-વગેરે દૈત્યો ને "દેહમાં આત્મ-ભાવ" (હું દેહ છું-એવી) ની વાસના થઇ.અને એ દૈત્યો-
"અમે જીવીએ તો વધુ સારું-અમને ધન મળે તો વધુ સારું" એવો આશાથી કંગાળ-પણું પામ્યા.

આ રીતે,પ્રથમ,તે દૈત્યોને  "સારાં-નરસાં કર્મો માં પ્રવૃત્તિ" ની વાસનાએ પકડ્યા,અને પછી,
"અમારો દેહ સર્વદા રોગરહિત અને ભોગમાં સમર્થ થાય તો વધુ સારું" એવી શરીરની વાસનાએ પકડ્યા,
અને આમ થતાં,આશા-રૂપી-પાશ થી બંધાઈ ને તેઓ કંગાળ બન્યા.
જો કે દામ-વ્યાલ-કટ એ ત્રણ દૈત્યો તો પ્રથમ અહંકાર વગરના હતા,તો પણ કોઈ રજ્જુમાં સર્પ કલ્પી લે,
તેમ તેમણે પાછળ થી ધન-વગેરેમાં મમત્વ કલ્પી લીધું.અને "અમારાં શરીર કેવી રીતે સ્થિર થાય?"
એવી રીતની તૃષ્ણા થી કંગાળ થયેલા એ લોકો પણ દીન-પણું પામ્યા.

આવી રીતે વાસના બંધાવાથી તેમની ધીરજ જતી રહી,અને બળ ઘટી ગયું.
એટલે તેમનામાં પ્રહાર કરવાની જે એકાગ્રતા હતી,તે ભૂંસાઈ ગયા જેવી થઇ ગઈ.
"આ જગતમાં અમે અમર શી રીતે થઈએ?"
એવી ચિંતાથી દૈત્યો પરવશ થઇ ગયા,અને પાણી વિનાના કમળની પેઠે રાંક થઇ ગયા.
દેહમાં અહંકાર પામેલા તેઓને,સ્ત્રી,અન્ન-વગરેમાં સારાપણા નો અભિનિવેશ થયો (સારા લાગવા લાગ્યા)
એટલે તેમને મહાભયંકર અને જન્મ-મરણ ના પ્રવાહમાં નાખનારી રુચિ ઉત્પન્ન થઇ.અને આમ થવાથી,
તેઓ રણમાં મૃત્યુની બીક-વાળા થયા. "રખેને (કદાચ) અમે મરી જઈએ" એવી ચિંતાથી તેમનાં ચિત્ત
પરવશ થયા,તેથી તેમનું બળ ઘટી ગયું-કે જેને પરિણામે દેવોએ તેમને દબાવી દીધા.(જીતી લીધા)

મરણ ની ફાળમાં પડેલા એ ત્રણ દૈત્ય સેનાપતિઓ (દામ-વ્યાલ-કટ) રણભૂમિ માંથી નાસી ગયા.
તેમના સૈન્યના મોટામોટા દૈત્યો હણાયા અને વધેલું થોડું  સૈન્ય ચારે દિશાઓમાં નાસીને છુપાઈ ગયું.

(૩૦) યમરાજાએ કરેલી શિક્ષાથી ત્રણે દૈત્યો ના થયેલા અનેક અવતારો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે દાનવો હણાયા ને નાસી ગયા એટલે દેવો રાજી થયા.
આમ શંબરાસુરનું સૈન્ય નાશ પામ્યું એટલે તે કોપથી ભડભડી ઉઠ્યો અને
દામ-વ્યાલ-કટ ને પૂછવા લાગ્યો કે-મારું સૈન્ય ક્યાં?
શંબરાસુરના ભયથી તે ત્રણે દૈત્યો ત્યાંથી ભાગ્યા અને સાતમા પાતાળમાં જઈને રહ્યા.કે જ્યાં,
કાળ ની પેઠે ને બીજાઓને ત્રાસ આપી શકનારા "યમદૂતો" કૌતુક થી રહે છે.
કોઈથી પણ ભય પામે નહિ,તેવા તે યમદૂતોએ
ત્યાં (પાતાળમાં) આવેલા દામ-વ્યાલ-કટ એ ત્રણે ને "દેહધારી ચિંતા" ઓ જેવી ત્રણ કન્યાઓ આપી.

સાતમા પાતાળમાં દામ-વગેરે ત્રણ દૈત્યોએ અપાર દુષ્ટ વાસનાઓનું ગ્રહણ કર્યું હતું
અને યમદૂતોની સાથે રહીને દસ હજાર વર્ષનું પોતાનું આયુષ્ય વિતાવ્યું,
"આ કન્યા મારી પ્રિય છે અને એનાથી જ મારી પ્રભુતા છે"
એવા દુષ્ટ અને દૃઢ પ્રેમમાં બંધાઈને તેમના આયુષ્યનો મોટા ભાગનો સમય વ્યતીત થયો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE