Apr 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-484

જેમ જળની સાથે સંબંધ પામેલ લાકડાં-પથરાઓ જળ થી જુદા પડી જાય,તો પણ જળને કશી હાનિ નથી,તેમ,આત્માની સાથે કલ્પનાથી સંબંધ પામેલાં શરીરો છૂટાં પડી જાય તો તેથી આત્માને કોઈ હાનિ નથી.
જેમ,લાકડાંથી સંબંધ પામેલા,જળમાં કંપ-ધ્વનિ-વગેરે પેદા થાય છે,
તેમ,આત્માની સાથે રહેવાના સંબંધથી આ દેહમાં ગતિ-ધ્વનિ-વગેરે ઉત્પન્ન થાય છે.

ચૈતન્ય અસંગ છે અને શરીર જડ છે,માટે ચૈતન્યને સુખ-દુઃખ નથી તેમ શરીરને પણ સુખ-દુઃખ નથી.
જે કંઈ સઘળું સુખ-દુઃખ થાય છે તે-અહંકારને જ થાય છે,માટે અહંકાર નષ્ટ થઇ જાય તો કોઈ પીડા રહે નહિ.
અજ્ઞાની પુરુષ જેવો આ સંસારને દેખે છે તેવો જ સાચો માને છે,પણ જ્ઞાની સંસારને સાચો માનતો નથી.
જો કે-જ્ઞાની મનુષ્ય તો સંસારને અધિષ્ઠાન-પણાથી સાચો માને છે,સંસાર-રૂપ-પણાથી નહિ.

જેમ,જળનો અને પથ્થર નો સંબંધ -અંદર પ્રવેશ વિના જ થાય છે,
તેમ,આસક્તિ થી રહિત થયેલા મન-વાળાનો બહારના વિષયોની સાથેનો જે સંબંધ થાય છે,તે અંદરના
અભિમાન વિનાનો જ થાય છે.આત્મા નો અને દેહનો સંબંધ વાસ્તવિક સંગ થયા વિનાનો જ છે.
ચૈતન્ય સર્વત્ર એક જ છે,સર્વત્ર શુદ્ધ જ છે,અને સર્વત્ર વિષયોના સંબંધથી રહિત જ છે.
જેમ,જળમાં લાકડાં પડવા છતાં પણ તે -જળ-લાકડાં પડવાના દુઃખ થી પીડાતું નથી,
તેમ આત્મા જો અહંકારથી રહિત રહે તો,દેહનાં દુઃખોથી પીડાતો નથી.

આત્મા પોતામાં દેહ-પણાની ભાવનાથી જ દેહનાં દુઃખો ને વશ થયો છે.
એટલે તે જો, દેહપણા ની ભાવના ત્યજી દે તો,તે આત્મા -મુક્ત જ છે.એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે.
આત્મા,દેહ,ઇન્દ્રિયો અને મન -એ પરસ્પર એક સાથે લાગેલાં હોય તો પણ જો અંદરથી આસક્તિ-રહિત રહે-તો-તેઓમાં કોઈને કોઇથી દુઃખ થતું નથી.અને તે સર્વે- સર્વદા દુઃખ થયા વિના જ રહે છે.

હે,રામ,સંસારમાં સર્વ પ્રાણીઓને ,અંદરની આસક્તિ જ,જરા-મરણ-તથા મોહ-રૂપી વૃક્ષોના બીજ-રૂપ થાય છે.જે જીવ અંદરની આસક્તિ વાળો હોય તે-સંસાર-રૂપી સમુદ્રમાં ડૂબેલો છે.
જો ચિત્ત,અંદર આસક્તિ-વાળું હોય તો-સંકલ્પોથી અનેક શાખાઓ-વાળા જેવું થયેલું કહેવાય છે અને જો
અંદરની આસક્તિથી રહિત હોય તો-તે ચિત્ત-લીન (ક્ષીણ) થઇ ગયેલું જ કહેવાય છે.

ચિત્ત,સંસારના વ્યવહાર કર્યા કરતું હોય,તો પણ જો આસક્તિ વિનાનું હોય,તો તે નિર્મળ છે અને સદા મુક્ત જ છે-એમ સમજવું,પણ જો ભલે તે લાંબા કાળથી તપ કરતુ હોય પણ આસક્તિ વાળું હોય તો બંધન-વાળું જ સમજવું.જીવને જો અંદર આસક્તિ હોય તો-તે જીવને બેસી રહેવા છતાં,પણ તેને કર્તા-પણું પ્રાપ્ત થાય છે-
જેમ કે -મનુષ્ય જો સુઈ ગયેલો હોય તો પણ તેને મનમાં આસક્તિ હોવાને લીધે,સ્વપ્નમાં પણ સુખ-દુઃખો આપનાર,ઘણા ઘણા ભ્રમોનું કર્તા-પણું પ્રાપ્ત થાય છે.

દેહ કશી ક્રિયા કરતો ના હોય,પણ જો ચિત્ત ક્રિયાઓ કર્યા કરતું હોય,તો જીવને સુખ-દુઃખો પ્રાપ્ત થયા વિના રહેતાં નથી.મન જો પોતાની અંદર કંઈ કરતુ ના હોય તો-જીવ ને સાચી-કે દેખીતી રીતે કર્તા-પણું છે જ નહિ.
સુષુપ્તિ અવસ્થામાં મનની ક્રિયાઓથી રહિત થયેલો પુરુષ ગતિ કરે તો પણ,તે "હું કરું છું" એવું અભિમાન
ધરતો નથી,એ તો આપણા જાણવામાં છે જ.

તમે જે પાપ કે પુણ્ય મનથી કરશો-તો તેનું ફળ પામશો,પણ પાપ-પુણ્ય મનથી નહિ કરો તો તેનું ફળ પામશો નહિ.એ ચિત્તમાં કર્તા-પણાની શક્તિ નથી-એમ નથી,તો પછી શા માટે દેહને કર્તા તરીકે કલ્પવો પડે?એટલે કે દેહ કદી પણ કોઈ કર્મનો કર્તા છે જ નહિ,અને કર્મો જો મન કરતુ હોય,પણ આસક્તિથી રહિત હોય,તો તે પણ અકર્તા જેવું જ છે.કેમ કે એમ હોવાથી તેને કર્મોના ફળ ભોગવવા પડતાં નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE