May 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-506

વસિષ્ઠ કહે છે કે-જેમ,કૂવા-આદિ નાં છિદ્રોમાં જળ -દરેક ઠેકાણેથી ફૂટે છે-
તેમ,જે "વાયુ" આ દેહમાં નાડીઓની અંદર વ્યાપ્ત થઈને સ્ફુરે છે-તે "પ્રાણ" કહેવાય છે.
(નોંધ-અહી વાયુ ને પ્રાણ કહેવામાં આવ્યો છે!!)
તે વાયુ-"ગતિ" ને લીધે,શરીરની અંદર વિચિત્ર પ્રકારની ક્રિયાઓને પ્રાપ્ત થતાં-
એ "પ્રાણ" નાં જ "અપાન" (સમાન-ઉદાન-વ્યાન) નામ વિદ્વાનો એ "કલ્પેલાં" છે.
(નોંધ-શરીરમાં કુલ-પાંચ જાતના વાયુઓ  છે -પ્રાણ-અપાન-સમાન-ઉદાન-વ્યાન-કે જેમાં પ્રાણ મુખ્ય છે.અપાન-આદિ વાયુઓ પ્રાણના જ "ભેદ" છે,અને તે પ્રાણથી જુદા નથી.)

જેમ,સુગંધ નો આધાર પુષ્પ છે-તેમ,ચિત્ત નો "આધાર" પ્રાણ છે.એ "પ્રાણ" ચિત્તથી અભિન્ન જેવો જ છે.
શરીરની અંદર પ્રાણની "ગતિ"થી, ચિત્તનો જે ભાગ સંકલ્પો કરવામાં તૈયાર થાય છે-તેને "ચિત્ત" સમજો.
પ્રાણ ની ગતિથી તે ચૈતન્ય ની ગતિ થાય છે.(નોંધ-અહી ચૈતન્ય ની ગતિ કલ્પવામાં આવેલી છે?!!)
અને ચૈતન્ય ની ગતિથી -ચિત્તના  વિષયોના દેખાવો થાય છે.
આમ ચિત્તની ગતિ પ્રાણની ગતિને આધીન છે-એમ વેદનું રહસ્ય જાણનારા વિદ્વાનો કહે છે.
એટલે -જો પ્રાણની ગતિને રોકવામાં (કે-શાંત કરવામાં)આવે તો-ચિત્તની ગતિ શાંત થઇ જાય છે.અને-
ચિત્તની ગતિ શાંત થવાથી "સંસાર" શાંત થઇ જાય છે.(સંસાર જતો રહે છે)

રામ કહે છે કે-પ્રાણ-આદિ વાયુઓ જે નિરંતર શરીરમાં ફર્યા કરે છે-મુખ,નાક-વગેરે છિદ્રોમાં અને
બહારના "આકાશ" માં પણ જાય છે-તો-તેની ગતિ કેવી રીતે રોકવામાં આવે છે?

વસિષ્ઠ કહે છે કે-
(૧) સંસારની વૃત્તિઓમાં (કે જે સંસારની વૃત્તિઓ નો મનુષ્યને લાંબા કાળથી અભ્યાસ છે)
શાસ્ત્ર અને મહાત્માઓના સંગથી,વૈરાગ્ય અને અભ્યાસથી-સંસાર પરની "આસક્તિ" દૂર કર્યા પછી,
જે પદાર્થ મનને અનુકૂળ લાગે-તે પદાર્થમાં મનને લાંબા કાળ સુધી (અભ્યાસથી) લગાવી દેતાં,
તે એક ના એક અભ્યાસને લીધે,જયારે મન "એકાગ્ર" થાય છે-ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.

(૨) પૂરક-કુંભક-રેચક -એ ક્રમથી પ્રાણાયામ કરવાનો દૃઢ અભ્યાસ કરી-તે પ્રાણાયામ "સહજ" થઇ જાય
તેવી સ્થિતિમાં આવે-ત્યારે-તેની સાથે-ઉપર કહ્યા પ્રમાણે (મન ને અનુકુળ) ગમે તે પદાર્થના "ધ્યાન"થી,
મન ની એકાગ્રતાનો ઉપયોગ કરવાથી-પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
(નોંધ-અહી શ્વાસને રોકવાથી પ્રાણની ગતિ રોકાઈ જાય છે-તેમ કહ્યું નથી-તે અત્યંત નોંધનીય છે)

(૩) ॐકાર ના ઉચ્ચારણ ને અંતે-ચોથી અર્ધ-માત્રા (બિંદુ??!!) નો અનુભવ થાય છે.
તે અર્ધ માત્રા ની ખૂબ જ "ભાવના" કરવાથી-બહારના સઘળા પદાર્થો નો ઉપરામ (શાંત) થાય છે,
ત્યારે પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.

(૪) "રેચક" ના અભ્યાસને લીધે-પ્રાણવાયુ-બહારના આકાશમાં આવીને-નાસિકાના છિદ્રોનો-સ્પર્શ ના કરે-
(એટલે કે સ્થિર થઇ જાય) ત્યારે -પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
"પૂરક" ના અભ્યાસથી-પ્રાણવાયુ શરીરની અંદર-પૂરાઈને-પર્વત જેવો ઘાટો થવાથી-સ્થિર થઇ જાય-
ત્યારે તે-પ્રાણ ની ગતિ રોકાઈ જાય છે.
"કુંભક" ના અભ્યાસથી-પ્રાણ ને થંભાવી રાખવામાં આવે(કે થંભી જાય!!) ત્યારે પ્રાણની ગતિ થંભી જાય છે.
(નોંધ-અહી રેચક-પૂરક-કુંભક-એ ત્રણેમાં "અભ્યાસથી" શબ્દ બહુ મહત્વનો છે !!)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE